નવી દિલ્હી : નવજોત સિંહ સિદ્ધુએ (navjot singh sidhu)મંગળવારે પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ પદેથી રાજીનામું (navjot singh sidhu resigns)આપી દીધું છે અને પોતાના દળના ઘણા લોકોને સાથ લઇ લીધો છે. પાર્ટી સૂત્રોએ કહ્યું કે તેનો રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી અને પાર્ટી નેતૃત્વ મામલાને ઉકેલવાનો પ્રયત્ન કરશે. કોંગ્રેસે એક નિવેદનમાં કહ્યું કે રાજ્ય નેતૃત્વને પહેલા પોતાના સ્તરે મામલાને ઉકેલ લાવવા માટે કહેવામાં આવ્યું છે. સિદ્ધુ આ વર્ષે જુલાઇમાં પંજાબ કોંગ્રેસ પાર્ટીના (Punjab Congress president) પ્રમુખ બન્યા હતા.
નવજોત સિંહ સિદ્ધુના ઘરે બેઠક ચાલી રહી છે. જેમાં પરગટ સિંહ ઘણા મોટા નેતા ઉપસ્થિત છે. નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા પછી પંજાબ કોંગ્રેસના મહાસચિવ (પ્રભારી પ્રશિક્ષણ) ગૌતમ સેઠે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. ગુલઝાર ઇન્દર ચહલે કોષાધ્યક્ષ અને યોગિંદર ઢીંગરાએ કોંગ્રેસના મહાસચિવનું પદ છોડી દીધું છે.
સિદ્ધુના સમર્થનમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાએ પણ રાજીનામું આપ્યું છે. રઝિયા સુલ્તાનાએ કહ્યું કે પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને રાજ્યના લાખો કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે એકજુટતા બતાવતા પંજાબમાં કેબિનેટ મંત્રી પદથી રાજીનામું આપી રહી છું.
રાજીનામામાં સિદ્ધુએ કહ્યું
સિદ્ધુએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલાવેલા પોતાના રાજીનામાં લખ્યું કે એક આદમીના ચરિત્રનું પતન સમજુતીથી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્ય અને ભલાઇ સાથે ક્યારેય સમજુતી કરી શકીશ નહીં. આવામાં પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપું છું. હું કોંગ્રેસ માટે કામ કરતો રહીશ.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમરિંદર સિંહે સિદ્ધુના રાજીનામાં પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે મેં તમને કહ્યું હતું...તે સ્થિર વ્યક્તિ નથી અને સરહદી રાજ્ય પંજાબ માટે તે યોગ્ય નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર