ચંડીગઢ: પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ રોજ રેઝ મામલામાં એક વર્ષથી સશ્રમ કારાવાસ ભોગવી આજે શનિવારે પંજાબની પટિયાલા જેલમાંથી છુટા થયા છે. જેલમાંથી નીકળ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, જ્યારે પણ તાનાશાહી થઈ ત્યારે એક ક્રાંતિ આવી છે. હું કહું છું કે ક્રાંતિનું નામ રાહુલ ગાંધી છે. સિદ્ધુએ કહ્યું કે, આજે લોકતંત્ર કેદમાં છે. પંજાબ દેશની ઢાલ છે. તેને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. પંજાબમાં પ્રેઝિડેંટ રુલ લગાવવાની કોશિશ થઈ રહી છે. સિદ્ધુએ આરોપ લગાવ્યો પહેલા લો એન્ડ ઓર્ડરની પ્રોબ્લેમ ક્રિએટ કરવામાં આવે છે, ત્યાર બાદ કહે છે કે, અમને શાંત કરી દીધા છે.
#WATCH | Congress leader Navjot Singh Sidhu released from Patiala jail, approximately 10 months after he was sentenced to one-year jail by Supreme Court in a three decades old road rage case pic.twitter.com/kzVB2vMnpk
સિદ્ધુએ કહ્યું કે, પંજાબને નબળુ પાડીને પોતે પણ નબળા થઈ જશે. હું મારા પરિવાર માટે નથી લડી રહ્યો. રાહુલ ગાંધીના પૂર્વજોએ આ દેશને આઝાદ કરાવ્યો હતો. રાહુલ ગાંધી લોકતંત્રને આઝાદ કરી રહ્યા છે. સિંહ ગર્જના કરે છે, તો તેની ગર્જના અમેરિકા જર્મની અને સમગ્ર દુનિયામાં આજે ગુંજી રહી છે.
સિદ્ધુને મુક્ત કરે તે પહેલા તેમની નજીકના લોકોએ વાત કરતા કહ્યું કે, તમામ રાહ જોઈ રહ્યા છે કે, સિદ્ધુજી બહાર આવે. સિદ્ધુ સમગ્ર પંજાબના લીડર છે. તેમણે એવું પણ જણાવ્યું કે, જેલમાંથી મુક્ત થયા બાદ સિદ્ધુ પહેલા ઘરે જશે. પોતાની પત્નીને મળશે. ત્યાર બાદ ધાર્મિક સ્થળ પર જશે અને બાદમાં ડોક્ટર્સ પાસેથી પરમિશન લેશે કે તે ક્યાંય જઈ શકશે કે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર