Home /News /national-international /

સિદ્ધુ પર વિફર્યા કેપ્ટન, કહ્યુ- મને હટાવીને બનવા માંગે છે સીએમ

સિદ્ધુ પર વિફર્યા કેપ્ટન, કહ્યુ- મને હટાવીને બનવા માંગે છે સીએમ

સિદ્ધુ મહાત્વાકાંક્ષી છે અને સીએમ બનવા માંગે છે : કેપ્ટન અમરિંદર સિંહ

સિદ્ધુ મહાત્વાકાંક્ષી છે અને સીએમ બનવા માંગે છે : કેપ્ટન અમરિંદર સિંહ

    ન્યૂઝ18 ગુજરાતી : પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુની અંદરની લડાઈ હવે સપાટી પર આવતી હોય તેવું લાગી રહ્યું છે. અમરિંદરે રવિવારે પત્રકારને કહ્યું કે, સિદ્ધુ મારા સ્થાને સીઅમે બનવા માંગે છે. સિંહે આરોપ લગાવ્યો કે, સિદ્ધુ કોંગ્રેસની છબિ બગાડી રહ્યા છે, પાર્ટીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.

    કેપ્ટને સિદ્ધુ પર નિશાન સાધતાં કહ્યું કે, જો તેઓ અસલી કોંગ્રેસી હોત તો તેઓ પોતાની ફરિયાદો માટે પંજાબ ચૂંટણીનો સમય ન પસંદ કરતા. પટિયાલામાં મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહેલા કેપ્ટને પત્રકારોને અનૌપચારિક રીતે સિદ્ધુ પર હુમલો કર્યો.

    કેપ્ટને કહ્યું કે, એ પાર્ટી હાઈકમાન્ડ પર નિર્ભર કરે છે કે તેઓ સિદ્ધુની વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે પરંતુ એક પાર્ટી તરીકે કોંગ્રેસને અનુશાસનહીનતા સહન ન કરવી જોઈએ. તેઓએ કહ્યું કે મારી તેમની સાથે કોઈ અંગત ફરિયાદ નથી, તેમને હું નાનપણથી ઓળખું છું. સંભવત: તેઓ મહાત્વાકાંક્ષી છે અને સીએમ બનવા માંગે છે.

    સિદ્ધુ અને તેમની પત્નીએ કેપ્ટન સામે ઉઠાવ્યા હતા સવાલ

    આ પહેલા કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ આરોપ લગાવ્યો હતો કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આશા કુમારીની ટિકિટ કાપી છે. તેઓએ કહ્યું કે, સિદ્ધુ પાસે પંજાબમાં એટલા માટે પ્રચાર ન કરાવવામાં આવ્યો કારણ કે કેપ્ટન અમરિંદર સિંહ નથી ઈચ્છતા. કેપ્ટન અમરિંદર સિંહને લાગી રહ્યું છે કે તેઓ 13માંથી 13 સીટો જીતી રહ્યા છે અને પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુની જરૂર નથી. તેથી નવજોત સિંહ સિદ્ધુ ત્યાં જ પ્રચાર કરી રહ્યા છે, જ્યાં તેમની જરૂર છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Captain amrinder singh, Lok sabha election 2019, Navjot Sidhu, કોંગ્રેસ, પંજાબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन