Home /News /national-international /Navjot singh Sidhu : નવજોત સિંહ સિદ્ધુ જેલમાં કોની સાથે રાખવામાં આવ્યા? Jail વિભાગે જણાવ્યું
Navjot singh Sidhu : નવજોત સિંહ સિદ્ધુ જેલમાં કોની સાથે રાખવામાં આવ્યા? Jail વિભાગે જણાવ્યું
નવજોત સિંહ સિદ્ધુ જેલમાં કોની સાથે રાખવામાં આવ્યા
પંજાબના જેલ (Punjab Jail) વિભાગે નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) ના કેસમાં જેલ વિભાગ પર લગાવવામાં આવેલા તમામ આરોપ નકારી કાઢ્યા છે. જેલ તંત્ દ્વારા તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે, અને સિદ્દધુની સુરક્ષાનું પણ ધ્યાન આપવામાં આવ્યું છે.
ચંદીગઢ : પંજાબ જેલ (Punjab jail) વિભાગે પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ (Navjot singh Sidhu) અંગેના ચાલી રહેલા સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. સમાચાર હતા કે, જેલ (Jail) વહીવટીતંત્રે સિદ્ધુ અને ડ્રગ્સના કેદીને સમાન બેરેકમાં રાખ્યા છે પરંતુ આ વાતને જેલ તંત્રએ નકારી કાઢી છે. જેલ વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે, સિદ્ધુ વિશે કોઈ પણ પ્રકારની બેદરકારી લેવામાં આવી નથી. પ્રોટોકોલનું પૂર્ણ રીતે પાલન કરી સાવધાની રાખવામાં આવી છે.
પંજાબના જેલ વિભાગે નવજોત સિંહ સિદ્ધુના કેસમાં જેલ વિભાગ પર લગાવવામાં આવેલા તમામ આરોપ નકારી કાઢ્યા છે. આ સંદર્ભમાં માહિતી આપતા, વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, જેલ વહીવટ આ બાબતમાં સંપૂર્ણ કડક છે. તાજેતરમાં, કેટલાક બિન-કાર્યકારી અહેવાલો દ્વારા તેનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે કે, નવજોત સિંહ સિદ્ધુને થોડા સમય માટે પૂર્વ ઇન્સ્પેક્ટર ઇન્દ્રજિત સિંહ સાથે બેરેકમાં રાખવામાં આવ્યા હતા, જેની પર ઘણા કેસ નોંધાયેલા છે.
પ્રવક્તાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ બધા અહેવાલો સત્યથી ખેટા અને પાયાવિહોણા, અને અપમાનજનક છે. તેમણે કહ્યું કે, ઇન્દ્રજિત સિંહ એક અલગ બેરેકમાં બંધ છે અને જેલમાં પ્રવેશ્યા પછી તેણે ક્યારેય સિદ્ધુ સાથે કોઈ બેરેક શેર કરી નથી. તો સિદ્ધુ એવા બેરેકમાં બંધ છે, જ્યાં કેટલાક કેદીઓ પહેલાથી જ બંધ છે, પરંતુ સિદ્ધુની સલામતીને ધ્યાનમાં રાખીને, આ કેદીઓની પૃષ્ઠભૂમિની સંપૂર્ણ તપાસ કર્યા પછી જ તેમને આ કેદીઓ સાથે રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 27 ડિસેમ્બર 1988ના રોજ પટિયાલામાં કાર પાર્કિંગને લઈને નવજોત સિંહ સિદ્ધુની 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે ઝઘડો થયો હતો. સિદ્ધુએ તેને મુક્કો માર્યો, બાદમાં ગુરનામ સિંહનું મૃત્યુ થયું. સિદ્ધુ અને તેના મિત્ર રુપિન્દર સિંહ વિરુદ્ધ દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. 1999માં સેશન્સ કોર્ટે સિદ્ધુને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. પીડિત પક્ષ તેની વિરુદ્ધ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ગયો હતો. 2006માં હાઈકોર્ટે નવજોત સિદ્ધુને 3 વર્ષની જેલની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પરંતુ, સુપ્રીમ કોર્ટે 15 મે, 2018 ના રોજ તેના આદેશમાં, તેને 1,000 રૂપિયાના દંડ પર મુક્ત કર્યો. આ પછી રિવ્યુ પિટિશન પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ સજા સંભળાવી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર