કેબિનેટમાં બદલાવ બાદ નવજોત સિદ્ધુને મળ્યું આ મંત્રીપદ

News18 Gujarati
Updated: June 6, 2019, 8:23 PM IST
કેબિનેટમાં બદલાવ બાદ નવજોત સિદ્ધુને મળ્યું આ મંત્રીપદ
સિદ્ધુની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: June 6, 2019, 8:23 PM IST
લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હાર્યા બાદ હવે પંજાબ કોંગ્રેસમાં આંતરિક મતભેદો શરૂ થઇ ગયા છે. લોકસભા ચૂંટણી પંજાબ કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી, પરંતુ આ બેઠકમાં નવજોત સિંહ સિદ્ધુને હાજર રહ્યાં ન હતા. બેઠક બાદ કેપ્ટન અમરિંદરે સિદ્ધુના મંત્રીપદમાં ફેરફારની જાહેરાત કરી.

પંજાબ કેબિનેટની બેઠક બાદ અનેક ધારાસભ્યોનું મંત્રાલય બદલવામાં આવ્યું. આ લિસ્ટમાં સૌથી ચોંકાવનારું નામ નવજોત સિંહ સિદ્ધુનુ હતું. રાજ્ય સરકારના ચાર મંત્રીઓને છોડી તમામ રાજ્ય મંત્રીઓના વિભાગોમાં કેટલાક બદલાવો કરવામાં આવ્યા, જેમાં સિદ્ધુને વીજળી અને નવીન ઉર્જા સ્ત્રોત મંત્રાલયનો પ્રભાવ સોંપવામાં આવ્યો.

 


Loading...અહીં ક્લિક કરી વાંચોઃ બંગાળમાં મમતા બેનર્જીની ડૂબતી નૈયાને પાર લગાવી શકશે પ્રશાંત કિશોર?

કેપ્ટન અમરિંદર સિંહે ટ્વીટર પર મંત્રીઓના નવા ખાતાની જાહેરાત કરી લિસ્ટનો ફોટો મુક્યો. તેઓએ તમામ મંત્રીઓને શુભકામના આપતા ભરોસો આપ્યો કે મંત્રીઓ દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણય પંજાબના લોકોની સેવા માટે હશે.

સિદ્ધને ગણાવ્યા જવાબદાર

પંજાબ કોંગ્રેસે જે પાંચ લોકસભા સીટ પર હાર મેળવી તેને લઇને કેપ્ટન અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુને શહેરી નિકાય મંત્રાલયનું ખરાબ કામને જવાબદાર ગણાવ્યું હતું. જ્યારે આ અંગે નવજોત સિંહ સિદ્ધુનું કહેવું છે કે જે લોકસભા સીટ પર હાર થઇ તેની જવાબદારી સામુહિક છે. સિદ્ધુએ કહ્યું કે હાર માટે પંજાબમાં સંપૂર્ણ પાર્ટી જવાબદાર છે. બંને નેતાઓના નિવેદન બાદ પંજાબ કોંગ્રેસમાં આંતરિક લડાઇ જગજાહેર થઇ ગઇ હતી તો કેબિનેટ બેઠકમાં સિદ્ધુની ગેરહાજરીથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
First published: June 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...