સિદ્ધુ ફરી વિવાદમાં: પાકિસ્તાનમાં ખાલિસ્તાની નેતા સાથે ફોટો પડાવ્યો

સિદ્ધુ ખાલીસ્તાની નેતા ગોપાલ સિંઘ (જમણે) સાથે

ગોપાલ સિંઘ ચાવલા પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિનો જનરલ સેક્રેટરી છે અને ખાલીસ્તાની લડત માટે ટેકનો આપનાર નેતા તરીકેની તેમની ઓળખ છે.

 • Share this:
  પૂર્વ ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોત સિંઘ સિદ્ધુએ ફરી એક વખત વિવાદ છેડ્યો છે. તાજેતરમાં તેમની પાકિસ્તાનની મુલાકાત દરમિયાન તેમણે ખાલીસ્તાની નેતા અને શીખ ઉગ્રવાદી નેતા ગોપાલ સિંઘ ચાવલા સાથે ફોટો પડાવ્યો હતો. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

  શીખ ઉગ્રવાદી નેતા ગોપાલ સિંઘ ચાવલા પંજાબને અલગ દેશ (ખાલીસ્તાન)ની માંગણી માટે ચાલતી લડતા સાથે સંકળાયેલો છે. થોડા સમય પહેલા પંજાબનાં અમૃતસરમાં થયેલા નિરંકારી હુમલાં તેની સંડોવણી હોવાનો આક્ષેપ છે.

  બે દિવસ પહેલા પાકિસ્તાનમાં કરતારપૂર કોરિડોરનાં શિલાન્યાસનાં કાર્યક્રમમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પાકિસ્તાન આર્મી વડા સહિત અને નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગોપાલ સિંઘને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાન આર્મી વડાની હાજરીએ ભારતને ચૌંકાવી દીધુ હતું. નવજોત સિદ્ધુ વ્યક્તિગત ધોરણે પાકિસ્તાનનાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા.

  ન્યૂઝ18 સાથે વાચતીચ કરતા ગોપાલ સિંઘ ચાવલાએ સિદ્ધુ સાથેનાં ફોટા વિશે વાત કરતા કહ્યું કે, એમાં શું મોટી વાત છે ? મને એ ખબર નથી પડતી કે મારુ નામ શા માટે આમા ઘસેડવામાં આવે છે ? હું કોઇ પણ પ્રકારનો આંતક ફેલાવવા માંગતો નથી”.

  ગોપાલ સિંઘ ચાવલા પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિનો જનરલ સેક્રેટરી છે અને ખાલીસ્તાની લડત માટે ટેકનો આપનાર નેતા તરીકેની તેમની ઓળખ છે.

  આ પણ વાંચો:કરતારપુરમાં સિદ્ધુએ કહ્યું: ‘હિન્દુસ્તાન જીવે, પાકિસ્તાન જીવે..મારો યાર ઈમરાન જીવે’

  પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને ભારત-પાકિસ્તાન બોર્ડર પર નવા બની રહેલા કોરિડોરનું ખાતમૂહુર્ત કર્યુ હતું. સિદ્ધુએ કહ્યું હતું કે, પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન તેના મિત્ર છે અને જ્યારે પણ ઇમરાન ખાન પાકિસ્તાન બોલાવશે ત્યારે તે ત્યાં જશે. મને એનો અંત્યત આંનદ છે.

  પંજાબનાં શીખોની વર્ષો જૂની માંગણી હતી કે, કરતારપૂર કોરિડોર બને પંજાબનાં ગુરદાસપુરથી પાકિસ્તાનમાં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારાની મુલાકાત લઇ શકે તેવો રસ્તો બને. હવે આ રસ્તો બનવા જઇ રહ્યો છે.

  પાકિસ્તાન તેની સરહદનાં વિસ્તારમાં જરૂરી સુવિધાઓ ઉભી કરશે અને ભારતમાં પંજાબ સરકાર તેની સરહદનાં વિસ્તારમાં જરૂરી વ્યવસ્થા ઉભી કરશે. જેથી પંજાબનાં શીખો પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્ધારાની સરળતાથી મુલાકાત લઇ શકે.

  આ પણ વાંચો: ઈન્દોર: ‘મેયર કો ઠોકો’વાળા નિવેદન પર બીજેપી નારાજ, સિદ્ધુને માફી માગવા કહ્યું

  અત્રે ઉલ્લેખનીય છે કે, નવજોત સિદ્ધએ ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી ત્યારે ભારતનાં મીડિયામાં ખુબ ઉહાપોહ થયો હતો. આ શપથગ્રહણ સમારોહ વખતે પાકિસ્તાનની આર્મીનાં વડા કુમાર જાવેદ બાવજાએ સિદ્ધુને જણાવ્યું હતું કે, પાકિસ્તાન સરકાર કરતારપુર સાબિહનો રસ્તો ખોલવા માટે તૈયાર છે.
  Published by:Vijaysinh Parmar
  First published: