1988 road rage case: 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુને એક વર્ષની સજા, સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો નિર્ણય
1988 road rage case: 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુને એક વર્ષની સજા, સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો નિર્ણય
34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુને એક વર્ષની સજા
Navjot Sidhu Jail - પીડિતના પરિવારે આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી જૂના આદેશ પર ફરી વિચાર કરવાની માંગણી કરી હતી. તે સમયે સિદ્ધુને ફક્ત એક હજાર દંડ કરીને છોડી મુક્યો હતો
નવી દિલ્હી : 1988ના રોડ રેજ મામલામાં (road rage case)પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને (navjot singh sidhu)સુપ્રીમ કોર્ટે (supreme court)એક વર્ષની સજા સંભળાવી છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં સિદ્ધુને પહેલા હત્યાના આરોપમાં છોડી દેવામાં આવ્યો હતો. જોકે મૃતકને સ્વેચ્છાથી ઇજા પહોંચાડવાનો દોષિત ગણાવ્યા હતા. પીડિતના પરિવારે આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી જૂના આદેશ પર ફરી વિચાર કરવાની માંગણી કરી હતી. તે સમયે સિદ્ધુને ફક્ત એક હજાર દંડ કરીને છોડી મુક્યો હતો.
પરિવારે કહ્યું કે આ ફક્ત મારપીટ કે ધક્કા-મુક્કીનો મામલો ન હતો. પણ તેને હત્યા જેવો ગંભીર અપરાધ સમજવો જોઈએ. આરોપ લાગ્યો હતો કે સિદ્ધુએ ઝઘડા દરમિયાન 65 વર્ષના એક વૃદ્ધને ધક્કો માર્યો હતો. ગંભીર ઇજાના કારણે તે વ્યક્તિનું મોત થયું હતું. શરૂઆતના ગાળામાં સિદ્ધુ પર હત્યાનો કેસ ચલાવ્યો હતો. જોકે નીચલી કોર્ટે સપ્ટેમ્બર 1999માં આરોપીમાં બરી કર્યા હતા.
આ મામલે 2 માર્ચે નવજોત સિંહ સિદ્ધુએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે એવી કોઇ પાકી સાબિતી નથી જેનાથી ખબર પડે કે એક મુક્કો મારવાથી કોઇ 65 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. સિદ્ધુએ કહ્યું કે પરિવાર આ જૂના કેસને ફરીથી ખોલવાનો દુર્ભાવનાપૂર્ણ પ્રયત્ન કરી રહ્યો છે.
સપ્ટેમ્બર 1999માં સિદ્ધુને છોડી મુકાયો હતો. આ પછી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે લોઅર કોર્ટના નિર્ણયને પલટાવી દીધો હતો. સિદ્ધુને ગૈર ઇરાદતન હત્યાનો દોષિત ગણાવ્યો હતો. સિદ્ધુને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ પછી સિદ્ધુએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. નિર્ણય સિદ્ધુના ફેવરમાં આવ્યો હતો. 15 મે 2018માં સુપ્રીમ કોર્ટે 1000 રૂપિયાનો દંડ કરીને સિદ્ધુને છોડી દીધો હતો. જોકે ફરી આ કેસ ચાલ્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર