નવી દિલ્હી : પંજાબ કોંગ્રેસમાં (Punjab Congress) વિવાદ વચ્ચે બુધવારે દિલ્હીમાં નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Siddhu)અને રાહુલ ગાંધીની (Rahul Gandhi)મુલાકાત સવા કલાક ચાલી હતી. માનવામાં આવે છે કે બંને નેતાઓ વચ્ચે પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી સમસ્યાને લઇને વાતચીત થઇ છે. આ પહેલા સિદ્ધુ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળ્યા હતા.
નવજોત સિંહ સિદ્ધુ સાથે મુલાકાત પછી પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના આવાસ પર જઈને મુલાકાત કરી હતી. પ્રિયંકાં ગાંધી વાડ્રાએ આ પછી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. એવું માનવામાં આવે છે કે પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા સંકટનો ઉકેલ જલ્દી આવી શકે છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સામે સિદ્ધુના તેવર નબળા પડી રહ્યા નથી. થોડાક દિવસો પહેલા એક ઇન્ટરવ્યૂમાં સિદ્ધુએ કહ્યું હતું કે તે ફક્ત ચૂંટણી જીતાડનાર શો પીસ નથી. સિદ્ધુએ સ્પષ્ટ કર્યું કે તેણે પ્રથમ કેબિનેટ મિટિંગથી જ સિસ્ટમ સામે લડાઇ શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે ડિપ્ટી સીએમ કે રાજ્ય કોંગ્રેસનો અધ્યક્ષ બનાવવાની વાત છોડો, જો પંજાબને વિકાસના એજન્ડા પર આગળ વધારવામાં આવે તો હું જિલ્લા પરિષદનો સભ્ય બનવા પણ તૈયાર હતો. હું મુખ્યમંત્રીની પાછળ પાછળ ચાલવા માટે પણ તૈયાર હતો.
" isDesktop="true" id="1109839" >
સિદ્ધુએ કહ્યું હતું કે હું કોઇ શો પીસ નથી જેનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે કરી લેવામાં આવે અને ફરી કબાટમાં રાખી દે. રાજ્યના હિતો પર વ્યક્તિગત હિતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને આ મારા માટે સહન કરવા લાયક નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર