નવી મુંબઈ : મહિલાએ સ્ટેશન જવા માટે મદદ માંગી તો બે કલાકમાં બે વાર થઈ દુષ્કર્મનો શિકાર

News18 Gujarati
Updated: February 27, 2020, 1:27 PM IST
નવી મુંબઈ : મહિલાએ સ્ટેશન જવા માટે મદદ માંગી તો બે કલાકમાં બે વાર થઈ દુષ્કર્મનો શિકાર
પ્રતીકાત્મક તસવીર

એક મહિલા સાથે ત્રણ પુરુષોએ અલગ-અલગ સ્થળે દુષ્કર્મ આચર્યું, આરોપીઓની થઈ ધરપકડ

  • Share this:
મુંબઈ : નવી મુંબઈ (Navi Mumbai)માં દુષ્કર્મની એક શરમજનક ઘટના સામે આવી છે. પીડિતાની સાથે 2 કલાકની અંદર જ ત્રણ લોકોએ અલગ-અલગ સ્થળે દુષ્કર્મ આચર્યું. પોલીસે બુધવારે જણાવ્યું કે 19 ફેબ્રુઆરીની રાત્રે એક મહિલાની સાથે ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું. એક ઑટોરિક્ષા ચાલક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવી સમગ્ર ઘટના

રબાલે એમઆઈડીસી (Rabale MIDC) પોલીસ સ્ટેશનના અધિકારીએ ઘટના વિશે જણાવ્યું કે પીડિત મહિલા પોતાના સંબંધીઓની સાથે 18 ફેબ્રુઆરીએ ઘાટકોપર પહોંચી, જ્યાં તેની ટ્રેન ચૂકાઈ ગઈ. મહિલા બીજી ટ્રેન પકડીને 18 ફેબ્રુઆરીની રાત્રે થાણે જિલ્લાના મુંબ્રા રેલવે સ્ટેશન (Mumbra railway station) પહોંચી અને ત્યાં જ ઊંઘી થઈ.

ત્યારબાદ 19 ફેબ્રુઆરીએ તે એક અન્‍ય ટ્રેનમાં બેસીને દિવા સ્ટેશન પહોંચી,જ્યાં તેણે એક મહિલા પાસેથી પૈસી લીધા અને પોતાના નાકની નથણી વેચવા માટે મદદ માંગી. જોકે તે લોકો રાત સુધી નથણી વેચી ન શક્યા. પીડિતાએ પરત રેલવે સ્ટેશન જવા માટે ચાલવાનું શરૂ કરી દીધું.

પહેલા ઑટોચાલકે બનાવી શિકાર

લગભગ 8:30 વાગ્યે તે એક હોટલની પાસે પહોંચી અને ઑટોચાલકને નજીકના રેલવે સ્ટેશન લઈ જવા માટે કહ્યું. ઑટોચાલકના મનમાં શું ચાલી રહ્યું હતું તેનો તેને બિલકુલ અંદાજો નહોતો. ઑટોચાલક તેને રેલવે સ્ટેશનના બદલે નવી મુંબઈમાં મહપે વિસ્તારમાં એક જર્જરિત બિલ્ડિંગમાં લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. અધિકારીએ જણાવ્યું કે આરોપીએ મહિલાને તે સ્થિતિમાં મંદિરની પાસે મૂકીને ભાગી ગયો.બીજી ઘટનામાં બે સ્કૂટર સવારે દુષ્કર્મ આચર્યું

રાત્રે 10 વાગ્યાની આસપાસ પીડિતાએ નજીકથી પસાર થઈ રહેલા સ્કૂટર પર સવાર બે પુરુષો પાસે સ્ટેશન જવા માટે મદદ માંગી. ત્યારબાદ બંને વ્યક્તિ તેને સ્કૂટર પર બેસાડીને ઘંસોલીના સૂમસામ વિસ્તારમાં લઈ ગયા અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. 23 ફેબ્રુઆરીએ એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતાના નિવેદનના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેયને 29 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો, દિલ્હી હિંસા : મહિલા પત્રકારની આપવીતી - 'હથિયારોથી સજ્જ તોફાનીઓ ધમકી આપી, રેકોર્ડ ન કરો માત્ર એન્જોય કરો'
First published: February 27, 2020, 1:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading