કેરળમાં નૌસેનાનું પાવર ગ્લાઇડર દુર્ઘટનાગ્રસ્ત, બે લોકોનાં મોત

પાવર ગ્લાઇડર ક્રેશ થતાં તેમાં સવાર લેફ્ટનન્ટ રાજીવ જ્હા અને પૈટી ઓફિસર સુનીલ કુમારનાં મોત થયાં

પાવર ગ્લાઇડર ક્રેશ થતાં તેમાં સવાર લેફ્ટનન્ટ રાજીવ જ્હા અને પૈટી ઓફિસર સુનીલ કુમારનાં મોત થયાં

 • Share this:
  કોચ્ચિઃ કેરળના કોચ્ચિ (Kochi)માં રવિવારે સવારે ભારતીય નૌસેનાનું એક પાવર ગ્લાઇડર (Power Glider) નિયમિત ઉડાન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ દુર્ઘટનામાં લેફ્ટેનન્ટ રાજીવ ઝા અને પૈટી ઓફિસર સુનીલ કુમારનું મોત થઈ ગયું. અહેવાલ છે કે દુર્ઘટના નેવી બેઝની પાસે થોપ્પુમડી પુલનની નજીક થઈ. દુર્ઘટનાનો શિકાર થયેલા પાવર ગ્લાઇડરે આઇએનએસ ગરૂડથી ઉડાન ભરી હતી. દક્ષિણ નેવી કમાન્ડે બોર્ડ ઓફ ઇન્કવાયરીના આદેશ આપ્યા છે.

  રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે, નૌસેનાના ગ્લાઇડરે (Navy Power Glider) નિયમિત પ્રશિક્ષણ દરમિયાન આઇએનએસ ગરૂડ (INS Garuda)થી ઉડાન ભરી હતી. ગ્લાઇડર લગભગ સવારે સાત વાગ્યે નેવી બેઝની પાસે થોપ્પુમપાડી પુલની નજીક દુર્ઘટનાનો શિકાર થઈ ગયું. તેઓએ જણાવ્યું કે ગ્લાઇડરમાં સવાર લેફ્ટનન્ટ રાજીવ જ્હા (Lt Rajeev Jha) અને પૈટી ઓફિસર સુનીલ કુમાર (Petty Officer Sunil Kumar)ને દુર્ઘટના બાદ આઇએનએચએસ સંજીવની લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

  આ પણ વાંચો, અફઘાનિસ્તાનમાં થયેલા બ્લાસ્ટમાં અમ્પાયર બિસ્મિલ્લાહ જન શિનવારીનું મોત

  હજુ સુધી એ જાણી નથી શકાયું કે દુર્ઘટના પાછળનું કારણ શું હતું. દક્ષિણ નેવી કમાન્ડે (Southern Navy Command) બોર્ડ ઓફ ઇન્કવાયરીના આદેશ આપી દીધા છે.

  આ પણ જુઓ, જ્યારે કૉંગ્રેસ કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીઓ વરસાવી તો આવી રીતે ઢાલ બની ગઈ પ્રિયંકા ગાંધી, Video વાયરલ

  આ પહેલા શનિવારે કર્ણાટક (Karnataka)ના કારવાડમાં પૈરાગ્લાઇડિંગ દરમિયાન થયેલી દુર્ઘટનામાં નૌસેનાના એક અધિકારીનું મોત થયું હતું, જ્યારે તેનો પ્રશિક્ષક બચી ગયો હતો. ઓફિશિયલ સૂત્રોનું કહેવું હતું કે અધિકારી અને તેનો પ્રશિક્ષક રબીન્દ્રનાથ ટાગોર કિનારા પર પૈરાગ્લાઇડર ઉડાવી રહ્યા હતા. આ દરમિયાન તેમાં કંઈક ખામી આવી ગઈ અને તે સમુદ્રમાં પડી ગયું. મૃતકની ઓળખ આંધ્ર પ્રદેશના નિવાસી મધુસૂદન રેડ્ડી (56)ના રૂપમાં થઈ છે. તેઓ કારવાડમાં એક નૌસેના બેઝ પર તૈનાત હતા.
  Published by:Mrunal Bhojak
  First published: