INS વિક્રમાદિત્યમાં લાગી આગ, લેફ્ટનન્ટ કમાન્ડરનું મોત
આગ પર કાબૂ મેળવતી વખતે લેફ્ટનન્ટ કમાન્ડર ડીએસ ચૌહાણ બેભાન થયા હતા, બાદમાં તેમનું હોસ્પિટલમાં મોત થયું
News18 Gujarati
Updated: April 26, 2019, 4:15 PM IST
News18 Gujarati
Updated: April 26, 2019, 4:15 PM IST
આઈએનએસ વિક્રમાદિત્યમાં આજે સવારે આગ લાગવાના કારણે લેફ્ટનન્ટ કમાન્ડરનું મોત થયું છે. આ ઘટના તે સમયની છે જ્યોર આઈએનએસ વિક્રમાદિત્ય કરવાર બંદરની પાસે પહોંચવાનું હતું. લેફ્ટનન્ટ કમાન્ડર ડીએસ ચૌહાણ આગળ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. થોડી વારમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો, પરંતુ તેઓ બેભાન થઈ ગયા. બાદમાં હોસ્પિટલમાં તેમનું મોત થયું.
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું. જોકે આ દરમિયાન તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આઈએનએસ વિક્રમાદિત્ય પર આ પહેલા 2016માં પણ દુર્ઘટના થઈ ચૂકી છે. ત્યારે ઝેરીલી ગેસ લીક થવાના કારણે નેવીના બે કર્મીઓના મોત થયા હતા. રશિયાની બનાવટના યુદ્ધ જહાજ એડમિરલ ગોર્શકોવને જ નેવીએ આઈએનએસ વિક્રમાદિત્ય નામ આપ્યું છે. વિક્રમાદિત્ય એક પ્રકારનું તરતું શહેર છે. તે સતત 45 દિવસ સમુદ્રમાં રહી શકે છે. તેની એરસ્ટ્રીપ 284 મીટર લાંબી અને મહત્તમ 60 મીટર પહોળી છે.
તેનો આકાર ત્રણ ફુટબોલ ગ્રાઉન્ડ બરાબર છે. 15 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી બનેલા આઈએનએસ વિક્રમાદિત્ય પર 30 ફાઇટર પ્લેન, ટોહી હેલિકોપ્ટર તહેનાત કરી શકાય છે. વિક્રમાદિત્ય પર કુલ 22 ડેક છે. એક વારમાં 1600થી વધુ જવાન તેની પર તહેનાત કરી શકાય છે. તેની પર લાગેલા જનરેટરથી 18 મેગાવોટ વીજળી મળે છ. તેમાં સમુદ્રનું પાણી સાફ કરી પીવાલાયક બનાવવા ઓસ્મોસિસ પ્લાન્ટ પણ લાગેલો છે.
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું. જોકે આ દરમિયાન તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આઈએનએસ વિક્રમાદિત્ય પર આ પહેલા 2016માં પણ દુર્ઘટના થઈ ચૂકી છે. ત્યારે ઝેરીલી ગેસ લીક થવાના કારણે નેવીના બે કર્મીઓના મોત થયા હતા.
Navy Officer Lt Cdr DS Chauhan dies in firefighting efforts on-board INS Vikramaditya; board of inquiry has been ordered pic.twitter.com/pMWhonV1O5
— CNBC-TV18 (@CNBCTV18Live) April 26, 2019
Loading...