Home /News /national-international /નાટો ચીફની ચેતવણી, વર્ષો સુધી ચાલી શકે છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ, ચૂકવવી પડશે મોટી કિંમત
નાટો ચીફની ચેતવણી, વર્ષો સુધી ચાલી શકે છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ, ચૂકવવી પડશે મોટી કિંમત
નાટો ચીફ જેન્સ સ્ટોલ્ટનબર્ગ
Russia Ukraine Wa રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં લાંબો સમય લાગી શકે છે. બોરિસ જોન્સન અને જેન્સ સ્ટોલ્ટનબર્ગ (Jens Stoltenberg) બંનેએ કહ્યું છે કે, વધુ હથિયારો મોકલવાથી યુક્રેનની જીતની શક્યતા વધી જશે
Russia Ukraine War : રશિયા (Russia)એ 24 ફેબ્રુઆરીએ યુક્રેન (Ukraine) વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. બંને દેશો વચ્ચે છેલ્લા 116 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હજુ પણ સ્થિતિ સંકટ ગ્રસ્ત છે. આ દરમિયાન રવિવારે નાટો ચીફે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મોટી વાત કરી. નાટો વડાએ કહ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વર્ષો સુધી ચાલી શકે છે. તેમણે કહ્યું કે, પશ્ચિમી દેશોએ યુક્રેનને સમર્થન ચાલુ રાખવા માટે તૈયાર રહેવું પડશે.
નાટો (NATO)ના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે (Jens Stoltenberg) કહ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની મોટી કિંમત છે, પરંતુ જો રશિયા તેના સૈન્ય ઉદ્દેશ્યને પ્રાપ્ત કરશે તો તેની કિંમત ઘણી મોટી થઈ જશે.
બોરિસ જોન્સન પણ આપી ચુક્યા છે ચેતવણી
તમને જણાવી દઈએ કે, આ પહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને પણ દુનિયાને એ વાત અંગે ચેતવણી આપી હતી કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં લાંબો સમય લાગી શકે છે. બોરિસ જોન્સન અને જેન્સ સ્ટોલ્ટનબર્ગ બંનેએ કહ્યું છે કે, વધુ હથિયારો મોકલવાથી યુક્રેનની જીતની શક્યતા વધી જશે.
એક જર્મન સમાચારપત્ર બિલ્ડને આપેલા ઈન્ટરવ્યુમાં નાટો પ્રમુખે કહ્યું કે, આપણે તૈયાર રહેવું પડશે કારણ કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વર્ષો સુધી ખેંચાઈ શકે છે. આપણે યુક્રેનના સમર્થનમાં પીછેહઠ ન કરવી જોઈએ, પછી ભલે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે.
કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ
તેમણે કહ્યું કે, આપણે યુક્રેનને સૈન્ય સમર્થન આપવું પડે કે પછી યુદ્ધના કારણે ઈંધણ, ગેસ અને ખાદ્ય પદાર્થોની વધતી કિંમતોનો સામનો કરવો પડે. આપણે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ.
પશ્ચિમી દેશોના સૈન્ય સંગઠનના વડાએ કહ્યું કે, જો આપણે યુક્રેનને મોટી માત્રામાં આધુનિક શસ્ત્રો પ્રદાન કરીએ તો તેનાથી ડોનબાસ પ્રદેશને મુક્ત કરવાની શક્યતાઓ વધી જશે.
તેમણે કહ્યું કે, આ સમયે ડોનબાસનો એક ભાગ રશિયાના નિયંત્રણમાં આવી ગયો છે. કેટલાક સમયથી, રશિયન સૈનિકો દેશના પૂર્વીય ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા માટે લડી રહ્યા છે. તાજેતરના દિવસોમાં, રશિયાએ આ ક્ષેત્રમાં તેની પ્રવૃત્તિઓ વધુ તીવ્ર બનાવી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર