liveLIVE NOW

Coronavirus Live: દિલ્હીનાં એક વિસ્તારમાં એકસાથે 41 લોકો કોરોના પોઝિટિવ

  • News18 Gujarati
  • | May 02, 2020, 14:16 pm
    facebookTwitter
    LAST UPDATED Sat May 02 2020

    AUTO-REFRESH

    14:15 (IST)
      દિલ્હીનાં કાપસહેડા બોર્ડર પાસે એક સાથે 41 લોકો કોરોના પોઝિટિવ  છે. જણાવવામાં આવ્યું છે કે, 15 દિવસ પહેલા અહીં ટેસ્ટ થયો હતો. જેમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ અન્ય લોકો સંક્રમિત થયા છે. 

    12:42 (IST)
      પાલઘર લિંચિંગ કેસમાં ઝડપાયેલો એક આરોપી કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આરોપી વાડા પોલીસ મથકમાં હતો. આ આરોપીનાં સંપર્કમાં અત્યાર સુધી 43 લોકો આવ્યાં છે.જેમને ક્વૉરન્ટાઇ કરવામાં આવી રહ્યાં છે.

    10:30 (IST)
      રાજસ્થાનમાં આજે કોરોનાનાં 12 નવા કેસ નોંધાયા છે. આજે ત્યાં 3 મોત પણ નીપજી છે. આ સાથે રાજ્યમાં કોરોનાનાં કુલ મામલા વધીને 2678 થઇ ગયા છે  જ્યારે મોતનો આંકડો વધીને 65 થયો છે. 


    ભારતમાં કોરોના વાયરસના કેસની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. શુક્રવારે દેશમાં 24 કલાકમાં કોરોનાથી 76 લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે નવા 2520 કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 1152 થયો છે. જ્યારે કેસની સંખ્યા 35365 થઈ હતી. જોકે, 9064 લોકો સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. કોરોના સામેની લડાઈમાં ભારતે મેડિકલ ઉપકરણો અંગે વિદેશ પરની નિર્ભરતા ઘટાડવા માટે કોવિડ-19 પ્રોટેક્ટિવ ગીયર્સ અને મેડિકલ ઈક્વિપમેન્ટનું ભારતમાં ઉત્પાદન શરૂ કરશે. કેન્દ્ર સરકારે કોરોના સામેની લડાઈ માટે 2.22 કરોડ પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ (પીપીઈ)નો ઓર્ડર આપ્યો છે, જેમાંથી 1.43 કરોડનું ઉત્પાદન સ્થાનિક ઉત્પાદકો દ્વારા કરવામાં આવશે જ્યારે બાકીના ઈક્વિપમેન્ટની આયાત કરાશે.

    ટૉપ ન્યૂઝ