Boxing: ઘરની આર્થિત તંગીના કારણે National Gold Madelist ખેલાડી બની ગયો ચોર
Boxing: ઘરની આર્થિત તંગીના કારણે National Gold Madelist ખેલાડી બની ગયો ચોર
કથળતી આર્થિક સ્થિતિ અને નોકરી ન મળવાને કારણે હેમંત ચૌધરીએ ગુનાનો રસ્તો પસંદ કર્યો. (પ્રતિકાત્મક ફોટો)
Delhi Crime: દિલ્હીમાં પોલીસે ગોયલા ડેરી વિસ્તારમાંથી વાહન ચોરી અને સ્નેચિંગના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ દરમિયાન એક આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે રાષ્ટ્રીય સ્તરનો બોક્સર છે.
બાળપણથી જ તેને બોક્સિંગનો શોખ હતો, તેણે 10મા ધોરણ સુધી પણ અભ્યાસ કર્યો અને ત્યારપછી તેને પ્રેક્ટિસ સિવાય બીજું કંઈ આવડતું નહોતું. ચાર વર્ષ પહેલા તેણે બોક્સિંગમાં જ રાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી (national gold madelist Boxer)ને પરિવારનું નામ રોશન કર્યું હતું. તેણે વિચાર્યું કે હવે બધું સારું થઈ જશે. પરિવારની આર્થિક સ્થિતિ પણ સુધરશે પરંતુ આવું કંઈ થયું નહીં. આ કહાણી છે હેમંત ચૌધરીની. જેમને રમતમાં જીત્યા બાદ ઘણી આશાઓ હતી, પરંતુ એક પછી એક બધા સપના ચકનાચૂર થઈ ગયા. ન તો નોકરી મળી કે ન તો આવકનો બીજો કોઈ સ્ત્રોત રહ્યો, બોક્સિંગ (boxer) પણ ચૂકી ગયો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ઘર પણ ચાલતું નહોતું, તેથી તે દીપકને મળ્યો અને તે પછી જે થયું તે એક કડવું સત્ય હતું.
બસ અહીંથી જ વાહનચોરી, સ્નેચિંગ અને લૂંટના બનાવોનો સિલસિલો શરૂ થયો હતો. વ્યસન પણ થઈ ગયું. ગુનો કર્યા બાદ હેમંત તેના ઘરનો ખર્ચ ઉઠાવતો હતો અને બાકીના પૈસાથી નશો કરતો હતો. પણ દરેક ચોર એક દિવસ પકડાઈ જાય છે, હેમંત સાથે પણ એવું જ થયું. દિલ્હી પોલીસે તેની અને તેના સાથીદારની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર બંને આરોપીઓને દિલ્હીના ગોયલા ડેરી વિસ્તારમાંથી પકડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી ચાર મોટરસાયકલ અને બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ પહેલા પણ આ બંને વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. દ્વારકામાં વાહન ચોરીના બનાવો અટકાવવા માટે એક ટુકડી તૈયાર કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ટીમે અડધા ડઝનથી વધુ જૂના કેસોની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ઘણા ગુનાઓમાં સામ્યતા હોવાનું જાણવા મળ્યું હતું.
આ દરમિયાન પોલીસ ટીમને બાતમી મળી હતી કે બે બદમાશો ગોયલા ડેરી વિસ્તારમાં મોબાઈલ વેચવા આવવાના છે. પોલીસે બંનેને પકડવા માટે છટકું ગોઠવ્યું અને ત્યાં પહોંચતા જ તેઓને પકડી લીધા હતા. બંને પાસેથી બે સ્નેચિંગ મોબાઈલ મળી આવ્યા હતા જેને વેચવા તેઓ આવ્યા હતા. બાદમાં તેમની પૂછપરછ દરમિયાન સ્થળ પરથી ચાર મોટર સાયકલ પણ મળી આવી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર