Home /News /national-international /Swami Vivekananda Jayanti 2023: જ્યારે એક વેશ્યા સ્વામી વિવેકાનંદની સામે આવી ગઈ અને ન થવાનું થઈ ગયું
Swami Vivekananda Jayanti 2023: જ્યારે એક વેશ્યા સ્વામી વિવેકાનંદની સામે આવી ગઈ અને ન થવાનું થઈ ગયું
swami vivekananda
વિવેકાનંદ સંન્યાસી બનવાની પ્રક્રિયામાં પોતાની યૌન ઈચ્છાઓ પણ દબાવી રાખી હતી, એટલા માટે તેમણે વૈશ્યાને પડછાયાથી બચવા માટે પોતાની જાતને એક રુમમાં બંધ કરી લીધી અને બહાર આવવાની ના પાડી દીધી.
ભારતના પ્રસિદ્ધ આધ્યાત્મકિ ગુરુ સ્વામી વિવેકાનંદની આજે જયંતિ છે, જેને દેશ યુવા દિવસ તરીકે મનાવી રહ્યા છે. વિવેકાનંદે ખૂબ જ નાની ઉંમરમાં સંન્યાસ ધારણ કરી લીધો હતો. જ્યારે તેઓ સંન્યાસી બનવાની પ્રક્રિયામાં હતા, ત્યારે એક વેશ્યાએ તેમને સંન્યાનો સાચો અર્થ સમજાવ્યો હતો.
શું છે સમગ્ર કહાની
ઓશોની કહાનીઓમાં વિવેકાનંદના આ જીવન પ્રસંગનું વર્ણન મળે છે. બન્યું એવું છે કે, જયપુરના રાજા, જે વિવેકાનંદના બહુ મોટા પ્રશંસક હતા, તેમને એક વાર આમંત્રણ મોકલવામાં આવ્યું. શાહી પરંપરા અનુસાર, વિવેકાનંદનું સ્વાગત કરવા માટે રાજાએ કેટલીય નૃત્યાંગના બોલાવી, તેમાં એક ગણિકા પણ હતી.
બાદમાં રાજાને પોતાની ભૂલનો અનુભવ થયો કે, કોઈ સંન્યાસીની મેજબાની કરતી વખતે વૈશ્યાને ન બોલાવી જોઈએ. સંન્યાસીઓ માટે તે અશુદ્ધ મનાય છે. જો કે, જ્યાં સુધીમાં રાજાને આ વાતનો અનુભવ થાય, ત્યાં સુધીમાં તો બહુ મોડુ થઈ ચુક્યું હતું. રાજાએ પહેલા જ વૈશ્યાને મહેલમાં બોલાવી હતી અને બધી વ્યવસ્થા કરી રાખી હતી.
વિવેકાનંદને જ્યારે આ વાતની ખબર પડી તો, તે પરેશાન થઈ ગયા, કેમ કે તેઓ હજૂ સંપૂર્ણ સંન્યાસી થયા નહોતા. એટલા માટે સ્ત્રી પ્રત્યેના આકર્ષણથી બચવાની પુરી કોશિશ કરતા હતા. જો તેઓ પૂર્ણ સંન્યાસી થઈ ગયા હોય તો, તેમને કોઈ ફરક ન પડત, કે તેમની મેજબાનીમાં કોઈ વૈશ્યાને બોલાવે.
વિવેકાનંદ સંન્યાસી બનવાની પ્રક્રિયામાં પોતાની યૌન ઈચ્છાઓ પણ દબાવી રાખી હતી, એટલા માટે તેમણે વૈશ્યાને પડછાયાથી બચવા માટે પોતાની જાતને એક રુમમાં બંધ કરી લીધી અને બહાર આવવાની ના પાડી દીધી.
મહારાજા આવ્યા અને તેમણે વિવેકાનંદ પાસે ક્ષમા માગી. તેમણે કહ્યું કે, તેમણે પહેલા ક્યારેય સંન્યાસીની મેજબાની નથી કરી એટલા માટે તેમને નહોતી ખબર કે શું કરવું જોઈએ. તેમણે વિવેકાનંદને બહાર આવવા માટે કહ્યું કે તે દેશની સૌથી મોટી વૈશ્યા છે અને તેમને અચાનક પાછા મોકલવા એ તેમનું અપમાન થશે. પણ વિવેકાનંદ અત્યંત ગુસ્સામાં આવી ગયા અને તેમણે કહ્યું કે, એક વૈશ્યા સામે તેઓ ક્યારેય નહીં આવે.
તેમની વાત સાંભળીને વૈશ્યા નિરાશ થઈ ગઈ અને વિવેકાનંદ માટે ગીત ગાવાનું શરુ કર્યું. તેણે ગીત દ્વારા કહ્યું કે, હું જાણુ છું કે, હું આપના યોગ્ય નથી, પણ આપ મારા પર થોડી દયા કરી શકતા હતા. હું જાણુ છું કે, હું રસ્તા પરની ગંદકી છું, પણ આપને મારા પર નફરત કરવાની જરુર નથી. મારુ કોઈ અસ્તિત્વ નથી, હું અજ્ઞાની છું. પાપી છું, પણ આપ તો એક સંત છો, તો પછી આપ મારાથી શા માટે ડરો છો.
આ સાંભળીને અચાનક વિવેકાનંદને પોતાની ભૂલ સમજાઈ. તેમને લાગ્યું કે, વેશ્યાનો સામનો કરવામાં આટલો ડર કેમ લાગે છે? તેમાં શું ખોટુ છે?
ત્યારે તેમને અનુભવ થયો કે, તેમના મનમાં જ વેશ્યાના આકર્ષણનો ડર છે. જો તેઓ આ ડર છોડી દેશે તો તેમનું મન શાંત થઈ જશે અને તે સંન્યાસ તરફ અગ્રેસર થશે. ગીત સાંભળીને તેમણે તરત દરવાજો ખોલ્યો અને વેશ્યાને પ્રણામ કર્યા, વેશ્યાને કહ્યું કે, ભગવાને આજે એક મોટુ રહસ્ય ખોલી દીધું. મને ડર હતો કે, મારી અંદર કોઈ વાસના ન જાગે, પણ આપે મને હરાવી દીધો. મેં આવો શુદ્ધ આત્મા ક્યારેય નથી જોયો. બાદમાં તેમણે કહ્યું કે, હવે હું આપની સાથે એકલો રહું તો પણ મારા મનમાં કોઈ જાતનો ડર નહી રહે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર