નેશનલ વોર મેમોરિયલ સેનાને સમર્પિત કરતાં PM મોદીએ કહ્યું, હું જવાનોના બલિદાનને નમન કરું છું

નેશનલ વોર મેમોરિયલ

દિલ્હીમાં બનાવવામાં આવેલા નેશનલ વોર મેમોરિયલને સેનાને સમર્પિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: શહીદોના સન્માનમાં દિલ્હીમાં બનાવવામાં આવેલા નેશનલ વોર મેમોરિયલને સેનાને સમર્પિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. આ પ્રસંગે પૂર્વ જવાનોને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું કે, તમે બધા ભૂતપૂર્વ નહીં અભૂતપૂર્વ છો. લાખો જવાનોની વીરતા અને સમર્પણને કારણે આપણી સેના સૌથી મોટી સેનામાંથી એક છે.

  તેમણે કહ્યું કે, જ્યારે દેશ પર સંકટ આવ્યું છે ત્યારે જવાનોએ પહેલો ઘા પોતે ઝીલ્યો છે. ચેલેન્જનો સ્વીકાર કર્યો છે અને તેનો સૌથી અસરકારક જવાબ પણ આપ્યો છે. હું પુલવામામાં શહીદ થયેલા જવાનોના બલિદાનને નમન કરું છું. હું રાષ્ટ્રના દરેક મોર્ચે ઉભેલા વીરોને નમન કરું છું. નવું ભારત નવી નીતિ અને નવી રીતિ સાથે આગળ વધી રહ્યું છે.

  પીએમ મોદીએ કહ્યું કે, જેની દાયકાઓથી રાહ જોવાઇ રહી હતી તે પૂરી થશે. આઝાદીના સાત દાયકા બાદ ભારત માટે બલિદાન આપનારા વીરોની યાદમાં આ મેમોરિયલ તેમને સમર્પિત કરવામાં આવી રહ્યું છે. આમાં હજારો શહીદોના નામ અંકિત છે.

  આ પણ વાંચો: જ્યારે આઝાદીના 70 વર્ષ બાદ મહિલા સરપંચે ફરકાવ્યો તિરંગો, પોતાને ગુલામ માનતા હતા ગામ લોકો

  આ મેમોરિયલની માગ કેટલાય દાયકાથી થઇ રહી હતી, પરંતુ તમારા આશીર્વાદથી 2014માં આને બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ સ્મારક એ વાતનું પણ પ્રતીક છે કે, સંકલ્પ લઇને તેને સિદ્ધ કેવી રીતે કરાય છે. 'વન રેન્ક વન પેન્શન' હેઠળ 35 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. 'વન રેન્ક વન પેન્શન'થી તમારા બધાના પેન્શનમાં 40 ટકાનો વધારો પણ થયો છે.

  આ પ્રસંગે રક્ષા મંત્રી નિર્મલા સીતારમને કહ્યું, આ વોર મેમોરિયલ માત્ર આપણા શહીદોની શહાદતને યાદ કરવા માટે છે. સ્વતંત્રતા બાદ 22,500 જવાનોએ રાષ્ટ્ર માટે શહાદત આપી. આ બધા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક આવા વોર મેમોરિયલની જરૂર હતી. આ મેમોરિયલ તે બધાને યાદ કરે છે અને તેમને શ્રદ્ધાંજલિ આપે છે.
  Published by:Azhar Patangwala
  First published: