શ્રીલંકા સીરિયલ બ્લાસ્ટમાં નેશનલ તૌહિદ જમાલના હાથની આશંકા

તૌહિદ એક ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન છે. તામિલનાડુમાં તેનું એક જૂથ સક્રિય છે.

News18 Gujarati
Updated: April 22, 2019, 8:59 AM IST
શ્રીલંકા સીરિયલ બ્લાસ્ટમાં નેશનલ તૌહિદ જમાલના હાથની આશંકા
બ્લાસ્ટ બાદની તસવીર
News18 Gujarati
Updated: April 22, 2019, 8:59 AM IST
કોલમ્બો : શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રવિવારે ઇસ્ટર તહેવાર નિમિત્તે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટે આખી દુનિયાને ધ્રુજાવી દીધી છે. સોમવાર સુધી 218 લોકોએ બ્લાસ્ટને કારણે જીવ ગુમાવ્યો છે. બ્લાસ્ટમાં આશરે 500 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ પાછળ 'નેશનલ તૌહિદ જમાત' આતંકી સંગઠનનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તૌહિદ એક ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન છે. તામિલનાડુમાં તેનું એક જૂથ સક્રિય છે. જોકે, હજુ સુધી આ આતંકી સંગઠને બ્લાસ્ટમાં પોતાની જવાબારીનો સ્વીકાર નથી કર્યો. શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટમાં પાંચ ભારતીયોના મોત થયા છે. આ સંદર્ભે 13 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

મૃતકોમાં પાંચ ભારતીયોનો સમાવેશ

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ સંદર્ભે ટ્વિટ કરતા જણાવ્યું કે, "કોલંબો ખાતે આવેલા ઇન્ડિયન હાઇ કમિશન તરફથી એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે ધ નેશનલ હોસ્પિટલ ખાતે ત્રણ ભારતીયોનાં મોત થયા છે. આ ત્રણેયના નામ લક્ષ્મી, નારાયણ ચંદ્રશેખર અને રમેશ છે." અન્ય બે મૃતકોમાં કે.જી. હનુમંનથપ્પા અને એમ રંગપ્પાનો સમાવેશ થાય છે.

ન્યૂઝ એજન્સી આઈએએનએસના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટમાં મૂળ કેરળની પીએસ રઝીના નામની 58 વર્ષની મહિલાનું પણ મોત થયું છે, રઝીમા દુબઈમાં રહે છે.

આ પણ વાંચો : ભારતની ચેતવણીને શ્રીલંકાએ અવગણી, PM વિક્રમસિંઘેએ સ્વીકારી ભૂલ

10 દિવસ પહેલા જાહેર થયું હતું એલર્ટ
Loading...

શ્રીલંકામાં રવિવારે થયેલા બ્લાસ્ટ સંદર્ભે પોલીસે કહ્યું છે કે, 10 દિવસ પહેલા જ આ સંદર્ભે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે મુખ્ય ચર્ચોમાં બ્લાસ્ટ થઈ શકે છે. શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો : બ્લાસ્ટ પહેલા 5 સ્ટાર હોટેલમાં રોકાયા હતા આતંકવાદી, રિપોર્ટમાં ખુલાસો

બ્લાસ્ટ પહેલા થયું હતું રિહર્સલ

સુરક્ષા એજન્સીના જણાવ્યા પ્રમાણે 'નેશનલ તૌહિદ જમાત'ના જહરાન હાસિમ અને તેના સાથીઓએ આત્મઘાતિ હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આ બ્લાસ્ટને અંજામ આપતા પહેલા તેમણે રિહર્સલ પણ કર્યું હતું. સાથે જ 16મી એપ્રિલના રોજ વિસ્ફોટકો ભરેલી એક બાઇક કતાંનકુડી પાસે મૂકી દીધી હતી.

આ પણ વાંચો :  શ્રીલંકા બ્લાસ્ટની ભયાવહ તસવીર : 10 દિ' પહેલા જ અપાયું હતું એલર્ટ

કટ્ટરપંથી સંદેશ માટે જાણીતું છે તૌહિત જમાત

પ્રાપ્ત વિગત પ્રમાણે શ્રીલંકા તૌહિદ જમાત (SLTJ) આક્રમક પ્રચાર અને પ્રસાર માટે જાણીતું છે. દેશના પૂર્વ વિસ્તારોમાં તેમનો પ્રભાવ વધારે જોવા મળ્યો છે. કટ્ટરવાદી સંદેશ ઉપરાંત મહિલાઓને બુરખો પહેરવો, મસ્જિદોનું નિર્માણ કરવું તેમજ શરિયા કાયદાનો ફેલાવો કરવાનું કામ તેમની પ્રાથમિકતા છે.
First published: April 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...