Home /News /national-international /Afghanistan મુદ્દે અજીત ડોભાલની અધ્યક્ષતામાં આજે NSAની બેઠક, ચીન અને પાક સામેલ નહીં થાય

Afghanistan મુદ્દે અજીત ડોભાલની અધ્યક્ષતામાં આજે NSAની બેઠક, ચીન અને પાક સામેલ નહીં થાય

આ બેઠક માટે ચીન અને પાકિસ્તાનને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.. (File Photo)

બેઠકમાં ભાગ લેનાર આઠ દેશો વચ્ચે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછીના સુરક્ષા પડકારો પર ચર્ચા થશે અને વાતચીત મુખ્યત્વે પડકારોનો સામનો કરવા માટે વ્યવહારિક બાબતો પર સહકાર આપવા પર કેન્દ્રિત રહેશે.

  નવી દિલ્હી. ભારત બુધવારે અફઘાનિસ્તાન (India on Afghanistan) પર સુરક્ષા અંગેની કોન્ફરન્સ માટે રશિયા, ઈરાન અને પાંચ મધ્ય એશિયાઈ દેશોના ટોચના સુરક્ષા અધિકારીઓની યજમાની કરશે. તમામ અધિકારીઓ અફઘાન કટોકટી બાદ આતંકવાદ, કટ્ટરપંથી અને નશીલા પદાર્થોના વધતા જોખમને પહોંચી વળવા વ્યવહારિક સહયોગ માટે એક સમાન દ્રષ્ટિકોણ લાવવાનો પ્રયત્ન કરશે. સૂત્રોએ જણાવ્યું કે, ચીનને 'અફઘાનિસ્તાન પર દિલ્હી પ્રાદેશિક સુરક્ષા સંવાદ' માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેણે ભારતને પહેલાથી જ જાણ કરી દીધી છે કે તે શેડ્યુલિંગ સમસ્યાને કારણે બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. પાકિસ્તાને પણ આ બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના એનએસએ (National Security Advisor) પણ ભાગ લેશે.

  સૂત્રોએ જણાવ્યું કે, બેઠકમાં ભાગ લેનાર આઠ દેશો વચ્ચે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછીના સુરક્ષા પડકારો પર ચર્ચા થશે અને વાતચીત મુખ્યત્વે પડકારોનો સામનો કરવા માટે વ્યવહારિક બાબતો પર સહકાર આપવા પર કેન્દ્રિત રહેશે. તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનથી લોકોની સરહદ પારની આવનજાવન તેમજ ત્યાં યુએસ દળો દ્વારા છોડવામાં આવેલા સૈન્ય ઉપકરણો અને શસ્ત્રોથી ઉભા થયેલા જોખમની પણ સુરક્ષા અધિકારીઓ દ્વારા ચર્ચા થવાની શક્યતા છે.

  વિદેશ મંત્રાલયે શું કહ્યું?

  વિદેશ મંત્રાલયે કહ્યું કે, બેઠકમાં ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિઝ રિપબ્લિક, રશિયા, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનની વિસ્તૃત ભાગીદારી જોવા મળશે અને દેશોનું પ્રતિનિધિત્વ તેમના સંબંધિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અથવા સુરક્ષા પરિષદના સચિવો દ્વારા કરવામાં આવશે. તેમણે એક નિવેદનમાં કહ્યું, ‘ઉચ્ચ સ્તરીય બેઠકમાં અફઘાનિસ્તાનમાં તાજેતરના ઘટનાક્રમને કારણે ઉભી થયેલી સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તેમાં પ્રાસંગિક સુરક્ષાના પડકારોનો સામનો કરવાના ઉપાય પર ચર્ચા કરવામાં આવશે અને શાંતિ, સુરક્ષા તથા સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં અફઘાનિસ્તાનના લોકોનું સમર્થન કરવામાં આવશે.’

  વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતના પરંપરાગત રીતે અફઘાનિસ્તાનના લોકો સાથે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે અને નવી દિલ્હીએ અફઘાનિસ્તાન સામેની સુરક્ષા અને માનવતાવાદી પડકારોને પહોંચી વળવા માટે એકીકૃત આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાનું આહ્વાન કર્યું છે. આ બેઠક એ દિશામાં એક પગલું છે.

  'કોઈ દેશે તાલિબાનને માન્યતા આપી નથી'

  સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં ભાગ લેનારા કોઈપણ દેશોએ તાલિબાનને માન્યતા આપી નથી અને તેમને અફઘાનિસ્તાનની સ્થિતિ પર સમાન ચિંતા છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની કાર્યવાહી અને ઈરાદા વચ્ચે વિશ્વસનીયતાનું અંતર છે. કોન્ફરન્સમાં ચીનની ગેરહાજરી અંગે સૂત્રોએ જણાવ્યું કે બેઇજિંગ કાર્યક્રમના સમયે કેટલીક ગૂંચવણોને કારણે ભાગ લઈ રહ્યું નથી, પરંતુ કહ્યું કે તેણે દ્વિપક્ષીય અને બહુપક્ષીય માધ્યમો દ્વારા અફઘાનિસ્તાનના મુદ્દા પર ભારત સાથે સંપર્કમાં રહેવાની વાત કરી છે.

  તેમણે કહ્યું કે, 'જો ચીન આમાં સામેલ હોત તો અમને આનંદ થયો હોત, પરંતુ કદાચ CPC સેન્ટ્રલ કમિટીની બેઠક તેની હાજરી ન આપવાનું એક કારણ હોઈ શકે છે.' પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ 2018 અને 2019માં પણ તેમાં ભારતની સંડોવણીને કારણે ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ઈરાનનું પ્રતિનિધિત્વ ત્યાંની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સચિવ રીઅર એડમિરલ અલી શમખાની કરશે, જ્યારે રશિયાનું પ્રતિનિધિત્વ સુરક્ષા પરિષદના સચિવ નિકોલાઈ પી. કરશે.

  આ પણ વાંચો: ‘મારા કેબિનેટ મંત્રી હિન્દી નથી સમજતા’ મિઝોરમના CMએ અમિત શાહને મુખ્ય સચિવ બદલવા કરી વિનંતી

  તેમણે કહ્યું કે કઝાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના અધ્યક્ષ કરીમ માસિમોવ તેમના દેશનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે કિર્ગિસ્તાન તેના સુરક્ષા પરિષદના સચિવ મરાત મુકાનોવિચ ઈમાંકુલોવને મોકલી રહ્યું છે. તાજિકિસ્તાનના સુરક્ષા પરિષદના સચિવ નસરુલો રહમતઝોન મહમુદઝોદા અને તુર્કમેનિસ્તાનના સુરક્ષા બાબતોના કેબિનેટ વાઇસ પ્રેસિડેન્ટ ચારમિરાત કાકાલીએવિચ અમાવોવ પોતપોતાના દેશોનું પ્રતિનિધિત્વ કરશે. તમામ સુરક્ષા અધિકારીઓ સંયુક્ત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવાના છે. ડોભાલ તેમના અતિથિ સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: India Afghanistan News, Taliban news, અજીત ડોવાલ, અફઘાનિસ્તાન

  विज्ञापन
  विज्ञापन