શ્રીનગર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગુરુવારે અહીં ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી સુરક્ષા અધિકારીઓને નિર્દેશ આપ્યો કે એવું અભિયાન ચલાવવામાં આવે જેનાથી કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનમાં ઝડપ આવે. સાથે જ જમ્મુ કાશ્મીરના સામાન્ય લોકોના જીવનમાં સુધાર લાવવા માટે કામ કરે.
અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે અહીં આવેલા ડોભાલે સુરક્ષા અધિકારીઓ અને નોકરશાહો સાથે અનેક બેઠક કરી, આ દરમિયાન તેઓએ આદેશ આપ્યા કે આતંકવાદી સંગઠનોથી ડર્યા વગર સામાન્ય નાગરિક પોતાની દિનચર્યા યોગ્ય રીતે વીતાવી શકે.
અધિકારીઓએ જણાવ્યું કે NSAએ સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી અને અધિકારીઓને આદેશ આપ્યા કે આતંકવાદ રોકવાની કાર્યવાહી ઝડપી બને અને ઘાટીના કેટલાક ભાગમાં મુખ્ય આતંકવાદી અભિયાનોને નિશાન બનાવવામાં આવે. તેઓએ કહ્યું કે ડોભાલે ચેતાવણી આપી છે કે આતંકવાદ વિરુદ્ધ અભિાયન વિરુદ્ધ સુનિશ્ચિત કરવામાં આવે કે નાગરિકોના જાનમાલને નુકશાન ન પહોંચે. તેઓએ કહ્યું કે આ પહેલ શરૂ કરવા પાછળનું કારણ આતંકવાદી દ્વારા નાગરિકો, સફરજન ઉત્પાદકોને ધમકાવી રહ્યાં છે અને જબરજસ્તી કર્ફ્યૂ જેવી સ્થિતિ ઉભી કરી રહ્યાં છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર