દેશમાં પહેલી વખત આજે બાયો-ઇંધણથી ઉડાન ભરશે વિમાન, જાણો તેના ફાયદા

ભારતમાં પહેલી વખત બાયોઇંધણ પ્લેન ઉડાન ભરશે

 • Share this:
  ભારતના વિમાન ઉદ્યોગ માટે આજનો દિવસ ખૂબ ખાસ હશે. દેશમાં પ્રથમ વખત બાયો-ઇંધણથી ચાલનાર વિમાન ઉડાન ભરશે. વિમાનની આ સફર દેહરાદૂનથી દિલ્હી સુધી હશે. આ માટે વિમાન કંપની સ્પાઇસ જેટે ટર્બોપોર્પ, ક્યૂ 400 વિમાન તૈયાર કર્યુ છે.

  અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં કેટલાક કોમર્શિયલ વિમાન પહેલેથી બાયો-ઇંધણથી ઉડાન ભરી ચુક્યા છે. વિકાસશીલ દેશોમાં ભારત પહેલો દેશ છે, જ્યાં વિમાન બાયોઇંધણથી ઉડાન ભરશે.

  આ છે યોજના
  વિમાન પહેલા દેહરદૂન એરપોર્ટથી ઉડ્ડયન ભરશે ત્યારબાદ લગભગ 10 મિનિટ સુધી શહેરની ટોચ પર ચક્કર લગાવશે. જો પરીક્ષણ સફળ રહેશો તો વિમાન ફરી દિલ્હીથી ઉડાન ભરશે. આ ઉડાન પર કેટલીક નિયામક એજન્સીઓની બોર્ડ દેખરેખ રહેશે. પરીક્ષણ સમયે નાગરિક વિમાનન મહાનિર્દેશાલય (ડીજીસીએ), નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરલાઇન્સના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે.

  દુનિયામાં પહેલા ક્યાં ઉડ્યુ બાયો-ઇંધણ વિમાન
  આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન કેરિયર ક્વાન્ટાસ ડ્રીમલાઇનર બોઇંગ 787
  -9 વિમાન દ્વારા લોસ એંજેલિસ અને મેલબર્ન વચ્ચે ફ્લાઇટ ભરી હતી. 15 કલાકની ફ્લાઇટ માટે મિશ્ર ઈંધણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં 10 ટકા બાયો-ઇંધણને ઉમેરવામાં આવ્યુ હતુ.
  - વર્ષ 2011 માં અલાસ્કા એરલાઇન્સે બાયો-ઈંધણથી ચાલતા કેટલાક વિમાન શરૂ કર્યા હતા, જેમાં ઇંધણમાં 50 ટકા ખાદ્યતેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  - સાથે સાથે કેએલએમે વર્ષ 2013માં કેટલાક બાયો-ઇંધણ વિમાન ન્યૂયોર્ક અને ઍમ્સટર્ડમમાં શરૂ કરવામાં આવ્યા હતા.

  ભારતનો હેતુ
  ભારત તેલ આયાત પર તેની નિર્ભરતા ઓછી કરવા માંગે છે આ માટે બાયો-ઈંધણને પ્રચાર કરવાનો હેતુ છે. 10 ઓગસ્ટ, 2018, બાયોઇંધણ, દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાયો-ઇંધણ પર નેશનલ પોલિસી રજૂ કરી હતી. આગામી 4 વર્ષોમાં એથેનોલનું ઉત્પાદન 3 ગણુ વધારવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જો તે બનશે તો તેલની આયાતના ખર્ચમાં 12 હજાર કરોડ રૂપિયાની બચત થઈ જશે.

  આ લાભ થશે
  બાયો-ઇંધણ સબ્જીના તેલ, રિસાયકલ ગ્રીસ, કાઈ, પ્રાણીઓના ચરબી વગેરેથી બને છે. જીવાશમ ઇંધણની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. ખરેખર, એરલાઇન્સ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (આઇએટીએ) ગ્લોબલ એસોસિયેશને લક્ષ્ય રાખ્યું છે કે તેના ઉદ્યોગથી ઉત્પન થનાર કાર્બનને 2050 સુધીમાં 50 ટકા ઘટાડવામાં આવશે. એક અંદાજ પ્રમાણે, બાયોઇંધણનો ઉપયોગથી એવિયેશન ક્ષેત્રમાં ઉત્સર્જિત થનાર કાર્બનને 80 ટકા જેટલો ઓછો કરી શકાય છે.
  Published by:Bhoomi Koyani
  First published: