Home /News /national-international /

National Milk Day 2020: જાણો કોના સન્માનમાં અને ક્યારથી આ દિવસ મનાવવાની થઈ શરૂઆત

National Milk Day 2020: જાણો કોના સન્માનમાં અને ક્યારથી આ દિવસ મનાવવાની થઈ શરૂઆત

ભારતની શ્વેત ક્રાંતિના જનક ડૉક્ટર વર્ગિસ કુરિયન.

National Milk Day 2020: ડૉક્ટર કુરિયન એન્જિનિયર તરીકે ભારતીય સૈન્યમાં જોડાવા માંગતા હતા પરંતુ ભગવાને તેમના ભાગ્યમાં કદાચ બીજું કામ લખ્યું હતું.

  નવી દિલ્હી: 26 નવેમ્બરને દર વર્ષે નેશનલ મિલ્ક ડે (રાષ્ટ્રીય દૂધ દિવસ) તરીકે મનાવવામાં આવે છે. ડૉક્ટર વર્ગિસ કુરિયન (Dr Verghese Kurien) કે જેમને ભારતમાં શ્વેત ક્રાંતિના જનક (the father of White Revolution in India) કહેવામાં આવે છે, તેમનો આ દિવસે જન્મ થયો હતો. આ જ દિવસને દર વર્ષે રાષ્ટ્રીય દૂધ દિવસ (National Milk Day) તરીકે મનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દૂધ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. દૂધમાં અનેક પ્રકારના પોષક તત્વોની સાથે સાથે વિટામીન એ, વિટામીન ડી, વિટામીન બી12, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, જિંક, ફોસ્ફરસ, આયોડિન, પોટશિયમ, પ્રોટિન વગેરે તત્વો હોય છે. તો જાણીએ રાષ્ટ્રિય દૂધ દિવસનો ઇતિહાસ અને શ્વેત ક્રાંતિના જનક એવો ડૉક્ટર વર્સિગ કુરિયન વિશે અજાણી વાતો.

  રાષ્ટ્રીય દૂધ દિવસનો ઇતિહાસ

  ભારતીય ડેરી એસોસિએશન (Indian Dairy Assocaition) તરફથી વર્ષ 2014થી આ દિવસ મનાવવામાં આવે છે. પ્રથમ નેશનલ મિલ્ક ડે 26 નવેમ્બર, 2014ના રોજ મનાવવામાં આવ્યો હતો. જેમાં 22 રાજ્યોના વિવિધ દૂધ ઉત્પાદકોએ ભાગ લીધો હતો.

  કોણ હતા વર્ગિસ કુરિયન?

  દૂધ ક્રાંતિના જનક એવા ડૉક્ટર વર્ગિસ કુરિયનનો જન્મ 26 નવેમ્બર, 1921ના રોજ કેરળના કોઝિકોડમાં એક સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. ડૉક્ટર કુરિયન ભણવામાં ખૂબ હોંશિયાર હતા. તેમણે 1940માં લોયોલા કૉલેજમાંથી સાયન્સમાં સ્નાતકની ડીગ્રી મેળવી હતી. જે બાદમાં ચેન્નાઇની Guindy કૉલેજે ઑફ એન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગની ડીગ્રી મેળવી હતી. જે બાદમાં તેમણે ડેરી એન્જિનિયરિંગ વિશે અભ્યાસ કર્યો હતો. જોકે, સૂત્રોનું કહેવું છે કે તેઓને આ અભ્યાસથી ખુશ ન હતા.

  ડૉક્ટર કુરિયન એન્જિનિયર તરીકે ભારતીય સૈન્યમાં જોડાવા માંગતા હતા પરંતુ ભગવાને તેમના ભાગ્યમાં કદાચ બીજું કામ લખ્યું હતું.

  ડૉક્ટર વર્ગિસ કુરિયન, ત્રિભોવનદાસ પટેલ


  વર્ષ 1949માં સરકારે તેમને ગુજરાતના આમંદ ખાતે એક ડેરીમાં કામ માટે મોક્લયા હતા. અહીં મન ન લાગતા તેઓ સરકારી નોકરી છોડવાના જ હતા ત્યારે ત્રિભોવનદાસ પટેલે તેમને આવું કરતા અટકાવ્યા હતા. તેમણે ડૉક્ટર વર્ગિસ કુરિયન પાસેથી ટેક્નિકલ બાબતોમાં મદદ કરવાની કહ્યું હતું. જે બાદમાં ડૉક્ટર વર્ગિસ કુરિયન અને ત્રિભોવનદાસ પટેલે સાથે મળીને કેરા ડિસ્ટ્રિક્ટ કૉપરેટિવ મિલ્ક પ્રોડ્યૂસર્સ યૂનિયન લિમિટેડ (Kaira District Cooperative Milk Producers’ Union Limited) અંતર્ગત દૂધ સહકારી ચળવળ શરૂ કરી હતી. આજે તે અમૂલના નામે ઓળખાય છે. દુનિયા આજે વર્ગીસ કુરિયનને 'મિલ્કમેન' તરીકે ઓળખે છે.

  ડૉક્ટર કુરિયનની મદદથી નવી મશીનરી ખરીદવામાં આવી હતી. જેનાથી1948ના વર્ષમાં દૂધની કેપેસિટી 200 લીટર હતી તે વર્ષ 1952માં વધીને 20,000 લીટર સુધી પહોંચી હતી. જે બાદમાં આણંદનું સહકારી મોડલ પ્રસિદ્ધ થવા લાગ્યું હતું.  એક હકીકત એવી પણ છે કે 'અમૂલ' નામ ડૉક્ટર વર્ગિસ કુરિયન તરફથી આપવામાં આવ્યું ન હતું. 1957ના વર્ષમાં લેબોરેટરીમાં કામ કરતા કેમિસ્ટે આ નામ આપ્યું હતું. આ શબ્દ સંસ્કૃતના 'અમૂલ્ય' તરથી આવ્યો છે, જેનો મતલબ જેની કિંમત ન આંકી શકાય તેવો થાય છે.

  ડૉક્ટર વર્ગિસ કુરિયનને અનેક એવોર્ડ્સથી સન્માનિત કરાયા છે. જેમાં રેમન મેગ્સેસ એવોર્ડ, વેટલર પીસ પ્રાઇસ, વર્લ્ડ ફૂડ પ્રાઈઝ, પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ સામેલ છે.

  રાષ્ટ્રીય દૂધ દિવસનું મહત્વ:

  રાષ્ટ્રીય દૂધ દિવસ દૂધ તેમજ દૂધ ઉદ્યોગ અંગે ચાલી રહેલી પ્રવૃત્તિઓના પ્રચાર તેમજ લોકો વચ્ચે દૂધ તેમજ દૂધના ઉત્પાદનોનાં મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Anand, Milk, અમૂલ

  આગામી સમાચાર