Home /News /national-international /રાહુલ ગાંધી હવે મોદી- શાહ પાસેથી કઈક શીખે, ભૂતકાળમાં તેઓ કોઈપણ હંગામા વગર ED સમક્ષ થયા હતા હાજર  

રાહુલ ગાંધી હવે મોદી- શાહ પાસેથી કઈક શીખે, ભૂતકાળમાં તેઓ કોઈપણ હંગામા વગર ED સમક્ષ થયા હતા હાજર  

રાહુલ ગાંધી ફાઈલ તસવીર

National Herald scam case Rahul Gandhi: બાર વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે (supreme court) રચેલી SIT દ્વારા નરેન્દ્ર મોદીની (Narendra Modi) પૂછપરછ કરવામાં આવી હતી.

નેશનલ હેરાલ્ડ કૌભાંડ કેસમાં (National Herald scam case) ED રાહુલ ગાંધીની (Rahul Gandhi) પૂછપરછ કરી રહી છે. જેના કારણે કોંગ્રેસ છેલ્લા એક સપ્તાહથી હંગામો કરી રહી છે. બાર વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે (supreme court) રચેલી SIT દ્વારા નરેન્દ્ર મોદીની (Narendra Modi) પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે નરેન્દ્ર મોદીએ તેમના એક પણ સમર્થકને સાથે આવવા દીધો ન હતો. તેઓ ધરપકડની તૈયારી સાથે આવ્યા હતા, તો સોહરાબુદ્દીન કેસમાં (Sohrabuddin case) અમિત શાહે ધરપકડ (Amit Shah) માટે સરેન્ડર કર્યું હતું. શું આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી કોઈ પ્રેરણા લેશે કે નહીં?

ચાર દિવસ બાદ રાહુલ ગાંધી ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ સમક્ષ હાજર થયા છે. ચાર દિવસ બાદ કોંગ્રેસના કાર્યકરો આ હંગામો બંધ કરી દેશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ આ પ્રકારે કંઈ જ થયું નથી. 13થી 15 જૂન સુધી, પ્રથમ તબક્કામાં રાહુલ ગાંધીને સવાલ પૂછવામાં આવ્યા હતા. તે સમયે કોંગ્રેસના કાર્યકરોએ જે હંગામો મચાવ્યો હતો, તે પ્રકારનું દ્રશ્ય આજે પણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ કાર્યકરોએ ધક્કામુક્કી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પોલીસ બેરિકેડ તોડ્યું હતું. ઉપરાંત જંતર મંતર પર પ્રદર્શન પણ કર્યું હતું. આ ઉગ્ર પ્રદર્શનમાં મોટા નેતાઓ પણ શામેલ થયા હતા.

ED વિરુદ્ધ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
દેશના તમામ વિસ્તારમાંમાંથી કોંગ્રેસના નેતાઓ આ પ્રદર્શનમાં શામેલ થઈ રહ્યા છે. દિલ્હી બહાર પણ હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. અનેક નેતાઓ દિલ્હીની યાત્રા કરી રહ્યા છે. ગયા સપ્તાહની જેમ આ વખતે પણ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સરકારી કામકાજ છોડીને દિલ્હીમાં હાજર થઈ ગયા છે. કાર્યકર્તાઓ અને નેતાઓ બંનેને બહારથી બોલાવવામાં આવી રહ્યા છે. આ પ્રદર્શનમાં દિલ્હીના કોંગ્રેસના એકપણ ધારાસભ્ય કે સાંસદ હાજર નથી. હંગામો બંધ કરવા મોદી સરકાર અને તપાસ એજન્સીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. આજે કોંગ્રેસના નેતાઓએ પણ અગ્નિપથ યોજનાને લઈને ટ્રેનો રોકી હતી. કોંગ્રેસના નેતાઓએ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ પણ કરી હતી.

આ પણ વાંચોઃ-Mohan bhagwat: સંઘ પ્રમુખના ઈરાદા સમજો, નિવેદન બાબતે વાતનું વતેસર ન કરો

નેશનલ હેરાલ્ડ ગોટાળામાં તપાસ શરૂ
નેશનલ હેરાલ્ડ યંગ ઈન્ડિયા કેસમાં ED તપાસ કરી રહી હોવાથી કોંગ્રેસ આકુળવ્યાકુળ થઈ છે. નેશનલ હેરાલ્ડ એસોસિએટેડ જર્નલ્સ રૂ.2000 કરોડની સંપત્તિ ધરાવે છે. જેને યંગ ઇન્ડિયા કંપનીએ માત્ર રૂ.50 લાખમાં ટેકઓવર કરી હતી. આ તમામ બાબતોની માલિકી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પાસે છે. આ સમગ્ર મામલો મની લોન્ડરિંગનો છે.

કોંગ્રેસે આપેલ નિવેદન
કોંગ્રેસ તપાસ રિપોર્ટ અને કોર્ટના નિર્ણયની રાહ જોવાને બદલે EDની તપાસનો વિરોધ કરી રહી છે. પહેલા ત્રણ દિવસે શહેરના રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા અને પોલીસકર્મીઓને માર મારવામાં આવ્યો હતો. ગયા બુધવારે પૂછપરછથી કંટાળીને રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધીની કાળજી લેવાના નામે ED પાસે ચાર દિવસની રજા માંગી હતી. આ ચાર દિવસમાં રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજનાને લઈને મોદી સરકારનો વિરોધ કરવા માટે યુવાનોને ઉશ્કેર્યા હતા. પ્રિયંકા ગાંધીએ યુવાનોને મોદી સરકારને ઉથલાવી દેવાની અપીલ કરી હતી.

તપાસથી શા માટે ડરી રહ્યા છે?
કોંગ્રેસ હંમેશા બંધારણ અને તપાસ એજન્સીઓની સ્વતંત્રતાની વાતો કરે છે. પાર્ટીના નેતા રાહુલ ગાંધી પર સવાલ થતાં જ કોંગ્રેસના અચાનક સૂર શા માટે બદલાઈ ગયા છે? શું નેહરુ-ગાંધી પરિવાર આ દેશના બંધારણ અને કાયદાથી વધુ મહત્વના છે? ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો હોય તો તેઓ ગાંધી-નહેરૂના પરિવારના સભ્યો હોય તો શું તપાસ ના થવી જોઈએ? કોંગ્રેસના નેતાઓ આ મામલે કોર્ટનો પણ સંપર્ક કર્યો છે, પરંતુ ત્યાંથી કોઈ પ્રકારની રાહત મળી નથી.

કોંગ્રેસના સમયમાં મોદી અને શાહ સામે તપાસ થઈ હતી
શું કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસ નેતાઓને કંઈ યાદ નથી રહેતું? શું તે ભૂલી ગયા છે કે બાર વર્ષ પહેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ તપાસ એજન્સીઓ સમક્ષ હાજર થયા હતા, પરંતુ તેઓએ કોઈ હોબાળો મચાવ્યો નહોતો. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. તે સમયે સીબીઆઈના દસ્તાવેજો લીક થયા હતા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, CBIના અધિકારીઓ તેમના રાજકીય આકાઓના દબાણ હેઠળ મોદી અને અમિત શાહને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

રાહુલ ગાંધી ફાઈલ તસવીર


કોંગ્રેસે મોદીની ઘેરાબંધી કરી
સીબીઆઇ ઉપરાંત કોંગ્રેસે એનજીઓ બ્રિગેડનો ઉપયોગ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટની સામે એવી કાયદાકીય યુક્તિઓ રજૂ કરી છે કે, ગુજરાત રમખાણો જેવા કેસોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા SITની રચના કરવામાં આવી હતી. એટલું જ નહીં, ગુજરાત રમખાણોના ષડયંત્રનો આક્ષેપ કરતી ઝાકિયા જાફરીની અરજીની તપાસની જવાબદારી પણ એ જ SITને સોંપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-હવે બે કાયદા, બે પ્રધાન કે બે નિશાન નથી, તો પછી કાશ્મીરમાં અલગ પોલીસ મેડલનો આગ્રહ શા માટે?

મોદી વિરોધીઓ કોંગ્રેસના સહયોગીઓ હતા
તિસ્તા સેતલવાડ પહેલાથી જ પોતાની એનજીઓ સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસની મદદથી મોદી વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા હતા. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ શાસન દરમિયાન 2007માં તિસ્તા સેતલવાડને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તિસ્તા સેતલવાડ સોનિયા ગાંધીની આગેવાની હેઠળની સુપર કેબિનેટ સંચાલિત સંસ્થા, રાષ્ટ્રીય સલાહકાર પરિષદ સાથે પણ સંકળાયેલા હતા. સોનિયા ગાંધીની આગેવાની હેઠળની NAAC દ્વારા સાંપ્રદાયિક હિંસા બિલની મુસદ્દા સમિતિ સ્થાપિત કરવામાં આવી હતી, તિસ્તા આ વિવાદાસ્પદ સમિતિના સભ્ય હતા.

મોદી SIT સામે રજૂ થયા હતા
નરેન્દ્ર મોદીને ખબર હતી કે, કોંગ્રેસ તેમના વિરુદ્ધ દાવપેચ રમી રહી હતી. તેમ છતાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપ્યું ન હતું અને કોઈપણ ખચકાટ વગર હાજર થઈ ગયા હતા. નરેન્દ્ર મોદી આઠ વર્ષથી વધુ સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. માર્ચ 2010ના છેલ્લા સપ્તાહમાં SITએ મોદીને સમન્સ પાઠવવાનો નિર્ણય લીધો હતો. SITના એક અધિકારી સમન્સની કોપી લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા.

નરેન્દ્ર મોદીને 13 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી
બે દિવસ બાદ, 27 માર્ચ 2010ના રોજ નરેન્દ્ર મોદીને તપાસ અધિકારીઓના પ્રશ્નોના જવાબ આપવા માટે SITની ઓફિસમાં આવવાનું કહેવામાં આવ્યું. એવું કહેવામાં આવ્યું હતું કે, ટૂંકી નોટીસ પર હાજર થવામાં સમસ્યા હોય તો વધુ થોડા દિવસોનો સમય પણ આપી શકાય છે. તેમ છતાં નરેન્દ્ર મોદીએ SIT સમક્ષ હાજર થવામાં એક દિવસનો પણ વિલંબ કર્યો ન હતો. પોતાના સેક્રેટરી મારફત એસઆઈટીને જાણ કરી હતી કે, તે 27 તારીખે સવારે SIT સમક્ષ હાજર થશે.

આ પણ વાંચોઃ-મુઘલો દ્વારા અનેક વખત ધ્વસ્ત કરવામાં આવ્યું વિશ્વનાથ મંદિર! જાણો કઇ રીતે નિર્માણ પામી જ્ઞાનવાપી મસ્જિદ

નરેન્દ્ર મોદીએ કોઈ બહાના ના કાઢ્યા
રાહુલ ગાંધી કોઈ રાજ્યના મુખ્યમંત્રી નથી અને કોઈ કામ પણ નહોતું. તેમ છતાં, રાહુલ ગાંધી પ્રથમ સમન્સ પર હાજર થવા માટે સંમત થયા ન હતા. પરંતુ તેના બદલે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. સોનિયા ગાંધી કોવિડ પછીની આરોગ્ય સમસ્યાઓને કારણે ED સમક્ષ હાજર થયા ન હતા. તેમને સારવાર માટે ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વ્યસ્ત દિનચર્યા હોવા છતાં નરેન્દ્ર મોદીએ એસઆઈટીને એક પણ દિવસની મુદત માટે પૂછ્યું ન હતું.

કાર્યકર્તાઓને આવવાની મનાઈ
27 માર્ચે સવારે 11 વાગ્યાની આસપાસ નરેન્દ્ર મોદી ગાંધીનગરના જૂના સચિવાલયના બ્લોક નંબર 11ના પહેલા માળે પહોંચી ગયા હતા. નરેન્દ્ર મોદી SIT ઓફિસ પહોંચ્યા ત્યારે તેમની સાથે કાર્યકરોની ભીડ નહોતી. તથા પાર્ટીના અન્ય કોઈ નેતા કે મંત્રી પણ હાજર નહોતા. પચાસથી વધુ પત્રકારો અને એક ડઝનથી વધુ ઓબી વાન હતી. પત્રકારના જીવનમાં આવા પ્રસંગો ભાગ્યે જ આવે છે, જ્યારે મુખ્યમંત્રીની પૂછપરછને કવર કરવાની તક મળે છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સતત બે વિધાનસભા ચૂંટણી જીતીને દેશભરમાં નામના મેળવી હતી.

એકલા જ હાજર થયા હતા
નરેન્દ્ર મોદી સચિવાલયના કોઈપણ અધિકારીને પોતાની સાથે લાવ્યા ન હતા. તેમની સાથે માત્ર તેમના સુરક્ષા કર્મચારીઓ હાજર હતા. નરેન્દ્ર મોદીએ તે સુરક્ષાકર્મીઓને પણ SIT ઓફિસની બહાર જ રાખ્યા હતા. તેઓ સીડીઓ ચઢીને પહેલા માળે ગયા હતા. પ્રોટોકોલ માટે નરેન્દ્ર મોદી સાથે તત્કાલિન પોલીસ અધિક્ષક પિયૂષ પટેલ હતા. SITના વડા આર કે રાઘવન ચેમ્બરમાં પ્રવેશ કરે તે પહેલા નરેન્દ્ર મોદીએ પિયૂષ પટેલને પણ પરત મોકલી દીધા હતા.

એ. કે. મલ્હોત્રાએ કરી પૂછપરછ
નરેન્દ્ર મોદી એકલા તે રૂમમાં ગયા હતા, તે રૂમમાં SIT સભ્ય એ. કે. મલ્હોત્રા પહેલેથી જ હાજર હતા. પોલીસ સબ ઈન્સ્પેક્ટર આશુતોષ પરમાર કમ્પ્યુટર પર નરેન્દ્ર મોદીનું નિવેદન ટાઈપ કરી રહ્યા હતા. થોડા સમય પહેલા મલ્હોત્રા અને પરમાર મીડિયાથી નજર ચૂકવીને આ રૂમમાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલી આ તપાસ દરમિયાન કોઈપણ પ્રકારનો વિવાદ ના થાય તે માટે મીડિયાને દૂર રાખવામાં આવી હતી.

મોદી એકદમ સહજ અને સરળ હતા
તપાસ દરમિયાન નરેન્દ્ર મોદીના ચહેરા કોઈપણ પ્રકારની ગભરાહટ નહોતી અને ડર પણ નહોતો. રાઘવન ચેમ્બરમાં નહોતા તેઓ અમદાવાદમાં IPS મેસમાં બેઠા હતા પૂછપરછનો સમગ્ર મામલો મલ્હોત્રાને સોંપવામાં આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદી રાઘવનની ખુરશીની બરાબર સામે ટેબલની જમણી બાજુની ખુરશી પર બેઠા હતા. મલ્હોત્રા સામેના ટેબલની ડાબી બાજુએ બેઠા હતા અને આશુતોષ લેપટોપ લઈને મલ્હોત્રા પાસે બેઠો હતો.

કોઈપણ સવાલને ટાળ્યો નહોતો
સવાલ જવાબ શરૂ થાય તે પહેલા નરેન્દ્ર મોદીએ મલ્હોત્રાને પૂછ્યું હતું કે, શું ગુજરાતમાં કોઈ સમસ્યા છે, તમે ક્યાં રહો છો? મલ્હોત્રાએ સવાલનો જવાબ આપ્યો, પણ મનમાં વિચાર્યું કે, નરેન્દ્ર મોદીને પૂછપરછનો કોઈ ભય નથી. જ્યારે નરેન્દ્ર મોદી તમામ સવાલનો જવાબ આપતા હતા, તે સમયે મલ્હોત્રાના મનમાં આ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી. તમામ સવાલોના સંતુષ્ટ જવાબ આપ્યા હતા.

નવરાત્રીના ઉપવાસ દરમિયાન હાજર થયા હતા
સતત સાંજના સાત વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આઠ કલાક થઈ ગયા હોવા છતાં નરેન્દ્ર મોદીના ચહેરા પર થાક નહોતો. આ દરમિયાન મલ્હોત્રાએ એક વખત ચા માંગી હતી, પરંતુ મોદીએ ના પાડી હતી. ચૈત્ર નવરાત્રી ચાલી રહી હતી અને નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ ઉપવાસ કરી રહ્યા હતા. આ વખતે પણ તેમણે ભોજન કર્યું ન હતું. માત્ર લીંબુ પાણી પીધું હતું. નરેન્દ્ર મોદી ઘરેથી પાણી લઈને આવ્યા હતા. મલ્હોત્રા પણ ઉપવાસ કરી રહ્યા હતા અને તેઓ પણ થાકી ગયા હતા જેથી તેમણે થોડો સમય બ્રેક લીધો હતો.

સાંજે લગભગ 7 વાગ્યે નરેન્દ્ર મોદી SIT ઓફિસમાંથી બહાર આવ્યા હતા. મીડિયાકર્મીઓને લાગી રહ્યું હતું કે, નરેન્દ્ર મોદીની પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ બે કલાક બાદ ફરી તેઓ પૂછપરછ માટે હાજર થઈ ગયા હતા. સાંજે સ્નાન કરીને તેમણે માતા ભવાનીની પૂજા કરી હતી. આ કપરા સમયમાં પણ નરેન્દ્ર મોદીએ માતાની પૂજા માટે સમય કાઢ્યો હતો.

રાત્રે બે વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી
રાત્રે 9 વાગ્યાની આસપાસ નરેન્દ્ર મોદી SIT ઓફિસમાં પરત ફર્યા હતા. તે સમયે મલ્હોત્રાએ નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, તેઓ થાકેલા હોય તો થોડા સમય બાદ પૂછપરછ કરવી. પૂછપરછ માટે બીજા કોઈ દિવસે બોલાવવામાં આવશે. ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જો તમે થાક્યા નથી તો હું સવાલોના જવાબ આપવા તૈયાર છું. ત્યારબાદ સવાલોનો સિલસિલો ફરી શરૂ થયો હતો અને રાત્રે બે વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-જન પ્રતિનિધિ તરીકે પીએમ મોદીના બે દાયકા પૂરા, અમેઠીમાં બતાવ્યો નેહરુ-ગાંધી પરિવારને અરીસો!

નિવેદનમાં કોઈ ફેરફાર નથી કર્યો
ખાસ વાત એ હતી કે, સવાલ-જવાબ હિન્દીમાં કરવામાં આવી રહ્યા હતા પરંતુ નિવેદન અંગ્રેજીમાં ટાઈપ થઈ રહ્યું હતું. હકીકતમાં SITના તમામ દસ્તાવેજો સુપ્રીમ કોર્ટને આપવાના હતા. આ પરિસ્થિતિમાં, નિવેદનોનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. મલ્હોત્રાએ મોદીને એક બાદ એક કુલ 71 પ્રશ્નો પૂછ્યા હતા. આ સવાલ જવાબની પ્રક્રિયા 18 પેજમાં ટાઈપ કરવામાં આવી હતી. સવાલ જવાબ બાદ નરેન્દ્ર મોદીએ નિવેદન વાંચ્યુ હતું અને કોઈપણ સુધારા વગર તેના પર સહી કરી હતી. ત્યારબાદ બંને ઊભા થયા અને મલ્હોત્રા નરેન્દ્ર મોદીને ડ્રોપ કરવા રૂમની બહાર આવ્યા હતા.

ધરપકડની તૈયારી સાથે આવ્યા હતા નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીને સવાલોના જવાબ આપવામાં કોઈ મુશ્કેલી ન હતી. હકીકતમાં તેઓ માનસિક તૈયારી સાથે SITની સામે આવ્યા હતા. SITએ તેમને સમન્સ પાઠવ્યાના એક દિવસ બાદ અને SIT સમક્ષ હાજર થયાના એક દિવસ પહેલા તેમણે તેમના પક્ષના બે અગ્રણી અધિકારીઓને બોલાવ્યા હતા. નજીકના રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ, મોદીએ ભાજપના તત્કાલિન ગુજરાત એકમના પ્રમુખ આરસી ફળદુ અને સંગઠન મહાસચિવ ભીખુભાઈ દલસાનિયાને ફોન કર્યો હતો. ફોન પર કહ્યું હતું કે, ભલે મારી ધરપકડ થઈ જાય, તમે લોકો રાજ્યના નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં એક પણ દિવસનો વિલંબ ના કરશો. નરેન્દ્ર મોદી આટલી હદે માનસિક તૈયાર હતા, તો SITના પ્રશ્નો તેમને કઈ રીતે પરેશાન કરી શકે?

તપાસ પર કોઈ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી
નરેન્દ્ર મોદીએ ગુજરાત રમખાણોની SITની તપાસ પર કે તેમની સામેના આરોપો અંગે એકપણ વાર ટિપ્પણી કરી નથી. નરેન્દ્ર મોદીએ લગભગ સાડા ત્રણ વર્ષ બાદ આ અંગે પોતાનું મૌન તોડ્યું હતું. 27 ડિસેમ્બર 2013ના રોજ, અમદાવાદ કોર્ટે SITનો ક્લોઝર રિપોર્ટ સ્વીકાર્યો હતો. જેમાં નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણો સંબંધિત તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તે દિવસે, મોદીએ પહેલીવાર આ બાબત વિશે વિગતવાર બ્લોગ લખ્યો અને કહ્યું – સત્યમેવ જયતે.

સોનિયા ગાંધીના મોદી પર પ્રહાર
આ દરમિયાન નરેન્દ્ર મોદી અને તેમના નજીકના સાથી અમિત શાહની ધીરજની ફરી એકવાર પરીક્ષા લેવામાં આવી હતી. ચાર મહિનામાં જ નરેન્દ્ર મોદી SIT સમક્ષ હાજર થયા હતા. CBI વર્ષ 2006ના સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહી હતી. મોદી અને અમિત શાહને આ કેસમાં ફસાવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર હતી. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ વર્ષ 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોદીને મોતના સોદાગર પણ કહ્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસ સોહરાબુદ્દીનના અંતિમ સંસ્કાર સાથે ગુજરાત વિધાનસભામાં પહોંચી નહીં શકે. ચૂંટણીઓમાં મોદીના નેતૃત્વમાં ભાજપને બમ્પર જીત મળી અને કોંગ્રેસને કારમી હાર મળી હતી.

મોદી અને શાહની ધરપકડ કરવાનું ષડયંત્ર
આ કારણોસર કોંગ્રેસ નેતાઓ નારાજ થઈ ગયા હતા અને CBI પર દબાણ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે CBIને પાંજરામાં બંધ પોપટ તરીકે ઓળખાવી હતી. તે સમયે લીક થયેલા CBIના દસ્તાવેજોથી સ્પષ્ટપણે બહાર આવ્યું કે, આ કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓની ધરપકડ કર્યા પછી, પહેલા અમિત શાહની અને બાદમાં મોદીની ધરપકડ કરવાની હતી.

આ પણ વાંચોઃ-સોમનાથ થકી સરદાર પટેલના સપનાઓને નવી ઊંચાઈ આપી રહ્યા છે વડાપ્રધાન મોદી

સીબીઆઈની ચાલનો હતો અંદાજ
અગાઉથી નક્કી સ્ક્રીપ્ટ મુજબ સીબીઆઇએ પોતાની તપાસ આગળ વધારી હતી. એક પછી એક અન્ય પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર મોદી અને અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ માટે તેમને આ કેસમાંથી મુક્ત કરાવવા કે સાક્ષી બનાવવાની લાલચ પણ આપવામાં આવી હતી. મોદી અને અમિત શાહ સીબીઆઈ પણ રાજકીય દબાણથી વાકેફ હતા. પણ તેઓ ચૂપચાપ પોતાનું કામ કરતા હતા.

અમિત શાહે રાજીનામું આપી ધરપકડ વહોરી
તે સમયની મોદી સરકારમાં ગૃહ રાજ્યમંત્રી રહી ચૂકેલા અમિત શાહને એક-બે વાર સમન્સ પાઠવવામાં અને ધરપકડ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ સીબીઆઈએ 23 જુલાઈ, 2010ના રોજ તેમના વિરુદ્ધ સીધી જ સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આવી સ્થિતિમાં અમિત શાહે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપવામાં પણ રાહ જોઈ નહોતી. તેમણે 24 જુલાઈની સવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઘરે રાજીનામું મોકલી આપ્યું હતું. અમિત શાહના રાજીનામાની જાહેરાત ખુદ નરેન્દ્ર મોદીએ કરી હતી. તેઓ તે સમયે દિલ્હી હતા. દિલ્હીમાં પ્રેસ પ્રતિનિધિઓ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, અમિત શાહ પર લાગેલા તમામ આરોપો ખોટા છે, તેમ છતાં, તેઓ રાજકીય શિષ્ટાચારની ઉચ્ચ પરંપરાને અનુસરીને તેમનું રાજીનામું સ્વીકારી રહ્યા છે.

રાહુલ ગાંધી ફાઈલ તસવીર


તે સમયે આજ જેવી સ્થિતિ નહોતી. અત્યારે રાજકીય બેશરમ અને નૈતિક અધોગતિ તબક્કો છે. અત્યારે મંત્રીની ધરપકડ છતાં તેઓ રાજીનામું આપવા તૈયાર નથી, ન તો મુખ્યમંત્રી તેમનું રાજીનામુ માંગી રહ્યા છે. નવાબ મલિક અને સત્યેન્દ્ર જૈન તેના ઉદાહરણો છે.

ભાજપના કાર્યકરોએ હોબાળો કર્યો ન હતો
25 જુલાઈ 2010ની સવારે અમિત શાહે સામેથી ચાલીને સીબીઆઈને સમર્પણની જાહેરાત કરી હતી. બપોરના અરસામાં જ્યારે તેઓ ગાંધીનગર સ્થિત સીબીઆઈની ઓફિસે પહોંચ્યા ત્યારે તેમની સાથે ગણ્યાગાંઠ્યા સાથીઓ જ હતા. વર્તમાન સમયે હજી રાહુલ ગાંધીની ધરપકડ થઈ નથી, ત્યાં કોંગ્રેસના કાર્યકરો ઇડીની સામે થયા છે, પણ તે સમયે ભાજપ દ્વારા સીબીઆઈ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ન હતા.

સાબરમતી જેલમાં રહ્યા હતા અમિત શાહ
હાલ પોતાની ઈચ્છા મુજબ ચુકાદો ન આવે તો આક્ષેપો કરવાની પરંપરા બની ગઈ છે પણ તે સમયે અમિત શાહે પણ ન તો વ્યક્તિગત રીતે એજન્સી પર હુમલો કર્યો હતો કે ન તો કોર્ટ પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા. જે જેલ વિભાગમાં તેઓ ગુજરાતના મંત્રી હતા તે જ જેલ વિભાગમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં બે મહિનાથી વધુ સમય સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહ્યા હતા. બાદમાં ગુજરાત હાઇકોર્ટે તેમને જામીન આપ્યા હતા.

અમિત શાહ ફ્લોર પર ચાદર અને પંખા વગર સુતા હતા
આ પહેલા અમિત શાહની પોલીસ કસ્ટડી સીબીઆઇએ 7 ઓગસ્ટ 2010ના રોજ ગુજરાત હાઇકોર્ટમાંથી મેળવી હતી. કસ્ટડી દરમિયાન તેમને અપમાનિત કરવા અને પરેશાન કરવા માટે તેમને રાત્રે એક ચાદર પણ આપવામાં આવી ન હતી. અમિત શાહને સીબીઆઈ ઓફિસના એક રૂમમાં સૂવાની ફરજ પડી હતી. ત્યાં જમીન પર પ્લાસ્ટર પણ નહોતું, ખરબચડી સપાટી હતી. અમિત શાહને આવા ફ્લોર પર સૂવાની ફરજ પડી હતી, આ સાથે પંખાની વ્યવસ્થા પણ નહોતી.

રાહુલ ગાંધી ફાઈલ તસવીર


સીબીઆઈએ નિવેદનની વીડિયો રેકોર્ડિંગની માંગને ફગાવી હતી
અમિત શાહને લઇને કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર કેટલી આક્રમક હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ક્રિમિનલ કેસોમાં વરિષ્ઠ વકીલ કે.ટી.એસ તુલસીને દિલ્હીથી મોકલવામાં આવ્યા હતા. ખાસ કરીને અમિત શાહને ઝડપથી કોઇ રાહત ન મળે અને કોર્ટમાં કોઇ ઢીલ ન રહી જાય એવો ઈરાદો હતો. આ કેટીએસ કે.ટી.એસ તુલસીને કોંગ્રેસે રાજ્યસભામાં મોકલીને ભેટ આપી હતી.

અહીં નોંધનીય છે કે, સીબીઆઇને બે દિવસ માટે અમિત શાહની કસ્ટડી આપવામાં આવી રહી હતી ત્યારે અમિત શાહે તેમના નિવેદનનું વીડિયો રેકોર્ડિંગ કરવાની માગણી કરી હતી, પરંતુ સીબીઆઇએ આ વાતને ફગાવી દીધી હતી.

અમિત શાહ નિર્દોષ છૂટ્યા
મોદીની જેમ અમિત શાહને પણ લાંબી કોર્ટ પ્રક્રિયા બાદ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસ પૂરો થાય તે પહેલાં લગભગ અઢી વર્ષ સુધી સુપ્રીમ કોર્ટની શરતો મુજબ તેમણે ગુજરાત બહાર રહેવું પડ્યું હતું. અમિત શાહનું દિલ્હીમાં રોકાણ આખરે કોંગ્રેસ માટે મુશ્કેલીનું કારણ સાબિત થયું હતું. મોદીની જેમ અમિત શાહ પણ રાષ્ટ્રીય રાજકારણ દાવપેચમાં પારંગત થઈ ગયા હતા. લોકસભાની ચૂંટણીમાં મોદીની લોકપ્રિયતા અને શાહની રણનીતિની જુગલબંધીના કારણે આઝાદી બાદ કોંગ્રેસ પોતાની સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી ગઈ હતી અને ભાજપનો સુવર્ણયુગ શરૂ થયો હતો.

આ પણ વાંચોઃ-Opinion: ઈતિહાસમાંથી શીખો ચન્ની, જેણે પણ મોદીની સુરક્ષા સાથે છેડછાડ કરી, તેને નુકસાન થયું!

હવે મોદી- શાહ સત્તામાં અને કોંગ્રેસ પર તપાસનો ગાળિયો
સમયનું ચક્ર ફરતું રહે છે. મોદી 2014થી દેશના વડાપ્રધાન છે અને અમિત શાહ 2019થી દેશના ગૃહમંત્રી છે. આજે કોંગ્રેસના સોનિયા અને રાહુલ સહિતના અનેક ટોચના નેતાઓ સામે તપાસ ચાલે છે. આજે હવે કોંગ્રેસ એજન્સીઓના દુરુપયોગના આરોપો લગાવે છે. જોકે, મોદી અને અમિત શાહે આવી તપાસનો સામનો ખૂબ હિંમતથી કર્યો હતો અને કોંગ્રેસના નેતાઓ વિલાપ કરે છે. હંગામો કરી રહ્યા છે. સવાલ એ ઊભો થાય છે કે જો કોઈ ગુનો નથી કર્યો તો પછી ડર શેનો છે? ભૂતકાળમાં મોદી અને શાહે તપાસ એજન્સીઓ સમક્ષ હિંમતથી હાજર થયા હતા. રાહુલે ગાંધીએ આ કિસ્સામાં તો મોદી અને શાહ પાસેથી શીખવું જોઈતું હતું, પરંતુ આમ થવાની શક્યતાઓ નહિવત્ છે. અંતે તો રાહુલે દરેક બાબતમાં મોદીથી ઊંઘી દિશામાં જવાનું છે.
Published by:ankit patel
First published:

Tags: Brajesh kumar singh, Brajesh Kumar Singh Blog, Congress president rahul gandhi, Naredndra modi, PM Modi પીએમ મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन