નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રીંગ કેસ (National Herald case)મામલે આજે ઇડી (ED)સામે હાજર થયા છે. તેમની પૂછપરછ શરુ થઇ ગઇ છે. રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા ઘણા નેતાની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસે ભાજપા પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે પૂર્વ પાર્ટી પ્રમુખ પાછળ હટશે નહીં.
કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે આજે દેશમાં જે થઇ રહ્યું છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. પીએમ દેશને સંદેશ આપે કે હિંસા બર્દાશ્ત કરવામાં આવશે નહીં. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ઇડી સામે હાજર થતા પહેલા તેમના પ્રત્યે અકજુટતા વ્યક્ત કરવા માટે પાર્ટી મુખ્યાલયમાં ભેગા થયા છીએ.
#WATCH | Congress leader Rahul Gandhi accompanied by party leaders and workers marches to the Enforcement Directorate office in Delhi to appear before it in the National Herald case pic.twitter.com/8sd7VctfEG
સુરજેવાલાએ કહ્યું - ભાજપની જેમ દેશની સંપત્તિઓ વેચી નથી
કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલે કહ્યું હતું કે નેશનલ હેરાલ્ડમાં કોઈ જ કૌભાંડ થયું નથી. નેશનલ હેરાલ્ડ કંપનીએ યંગ ઈન્ડિયા કંપનીની લોન ચુકવી છે અને કર્મચારીઓને પગાર આપ્યો છે. અમે ભાજપ સરકારની જેમ સરકારી સંપત્તિઓને વેચી નથી
સંબિત પાત્રાનો કટાક્ષ - ભ્રષ્ટાચાર પણ સત્યાગ્રહ કરી રહ્યો છે
નેશનલ હેરાલ્ડ કેસ મામલે બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કર્યો છે. સંબિત પાત્રાએ કહ્યું કે દુનિયા જોઈ રહી છે કે કેવી રીતે ભ્રષ્ટાચાર પણ સત્યાગ્રહ કરી રહ્યો છે. મહાત્મા ગાંધીએ દુનિયાને સચ્ચાઇ માટે લડવાનું શીખવાડ્યું જ્યારે કોંગ્રેસે ભ્રષ્ટાચારની ઉજવણી કરવામાં લાગી છે. ગાંધી પરિવાર જામીન પર બહાર છે, આ રાજનીતિક મામલો નથી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે પીટીઆઈ ભાષાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે રાહુલ ગાંધીને મોકલાવેલ ઇડીનું સમન્સ નિરાધાર છે અને એવું લાગે છે કે ભાજપા નેતા કે પાર્ટી દ્વારા શાસિત રાજ્ય તપાસ એજન્સીના અધિકાર ક્ષેત્રમાં આવતા નથી. તપાસ એજન્સી સામે હાજર થવાના નિર્દેશને લઇને કોંગ્રેસના શક્તિ પ્રદર્શનના નિર્ણય વિશે પૂછવા પર ચિદમ્બરમે કહ્યું કે હું એક કોંગ્રેસ સભ્ય અને વકીલના રૂપમાં પોતાની વાત રાખવા માંગું છું. રાહુલ ગાંધીને પીએમએલએ અંતર્ગત મોકલાવેલ ઇડીનું સમન્સ નિરાધાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર