દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નેશનલ હેરાલ્ડ કેસની તપાસ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 25 જુલાઈની જગ્યાએ 26 જુલાઈએ બોલાવ્યા છે. સમાચાર એજન્સી ANIએ સૂત્રોના હવાલે આ માહિતી આપી છે. આ કેસમાં પૂછપરછ માટે સોનિયા ગાંધીને નવું સમન્સ જારી કરવામાં આવ્યું. આ પહેલા ગુરૂવારે તપાસ એજન્સીએ સોનિયા ગાંધીને સવાલ-જવાબ કર્યા હતા..
અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોવિડથી સ્વસ્થ થઈ રહેલા સોનિયા ગાંધીની પૂછપરછ લગભગ બે કલાક સુધી ચાલી હતી અને તેમની વિનંતી પર પૂછપરછ સમાપ્ત કરવામાં આવી હતી. પૂછપરછ ટીમમાં મહિલા અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સોનિયા ગાંધીની પણ એ જ સહાયક નિયામક સ્તરના તપાસ અધિકારીએ પૂછપરછ કરી હતી જેમણે આ કેસમાં રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી.
આ તપાસ કોંગ્રેસ સાથે જોડાયેલી 'યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ' કંપનીમાં કથિત નાણાકીય ગેરરીતિઓ સાથે સંબંધિત છે. 'યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ' પાસે નેશનલ હેરાલ્ડ અખબારનું માલિકી હક છે. આ મુદ્દે ગાંધી પરિવારની ઇડીની પૂછપરછ પર કોંગ્રેસ સરકાર આકરા પ્રહારો કરી રહી છે. સંસદના ચોમાસુ સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે દિલ્હી સહિત દેશભરમાં પ્રદર્શન કર્યું હતું.
ગુરુવારે સોનિયા ગાંધીની પૂછપરછ અંગે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમની 2-3 કલાક પૂછપરછ કરી અને પછી તેમને જવાની પરવાનગી આપી, કારણ કે તેમની પાસે પૂછવા માટે વધુ કંઈ નહોતું. જયરામ રમેશે કહ્યું કે, ઇડીએ કહ્યું કે અમારી પાસે કોઈ પ્રશ્ન નથી, તમે જઈ શકો છો. પરંતુ તેમણે કહ્યું કે તમારી પાસે જેટલા પ્રશ્નો છે તે પૂછો, હું રાત્રે 8-9 વાગ્યા સુધી રોકાવવા તૈયાર છું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર