UNSCમાં ભારતે સંભાળ્યો કાર્યભાર, કહ્યું- આતંકની વિરુદ્ધ ચૂપ નહીં રહીએ

UNSCમાં ભારતે સંભાળ્યો કાર્યભાર, કહ્યું- આતંકની વિરુદ્ધ ચૂપ નહીં રહીએ
ભારત ઓગસ્ટ 2021માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષ હશે અને પછી 2022માં ફરી એક મહિના માટે પરષિદની અધ્યક્ષતા કરશે

ભારત ઓગસ્ટ 2021માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષ હશે અને પછી 2022માં ફરી એક મહિના માટે પરષિદની અધ્યક્ષતા કરશે

  • Share this:
    નવી દિલ્હીઃ ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ર્ળ સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતે અસ્થાયી સભ્ય તરીકે આઠમી વાર પોતાનો કાર્યભાર શરૂ કરવાની સાથે ભારતીય તિરંગો ઝંડો લગાવવામાં આવ્યો. ભારત (India) સંયુક્ત રાષ્ટ્રની આ શક્તિશાળી પરષિદમાં બે વર્ષ માટે અસ્થાયી સભ્ય તરીકે પોતાનો કાર્યકાળ શરૂ કરી રહ્યો છે. 2021માં 4 જાન્યુઆરી ઓફિશિયલ રીતે પહેલો કાર્ય દિવસ રહ્યો. સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી. એસ. તિરુમૂર્તિ (TS Tirumurti)એ તિરંગો ફરકાવ્યા બાદ કહ્યું કે સ્થાયી પ્રતિનિધિ તરીકે ધ્વજારોહાણ સમારોહમાં ભાગ લેવો મારા માટે સન્માનની વાત છે.

    તિરુમૂર્તિએ કહ્યું કે, અમે અમારા કાર્યકાળનો ઉપયોગ માનવ કેન્દ્રીત અને સમાવેશી ઉકેલ માટે કરીશું જેથી આંતરરાષ્ટ્રીય સ્તર પર શાંતિ અને સુરક્ષા કાયમ રહે. ભારત વિકાસશીલ દેશોનો અવાજ બનશે. માનવતાના દુશ્મના આતંકવાદની વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આપણે પાછળ નહીં હટીએ. ધ્વજારોહણ સમારોહને સંબોધિત કરતાં તેઓએ કહ્યું કે, શાંતિ કાયમ રાખવી, શાંતિ સ્થાપિત કરવા માટે પ્રયાસ કરવા, સમુદ્રી સુરક્ષા, મહિલા અને યુવા ખાસ કરીને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોમાં અને માનવીય મૂલ્યો પર આધારિત ટેકનીકના મુદ્દા પર પરષિદના સભ્યોના રૂપમાં પોતાનું ધ્યાન કેન્દ્રીત કરશે.



    આ પણ વાંચો, લગભગ બે મહિનાથી ‘ગુમ’ છે ચીની અબજપતિ જૈક મા, કંપનીની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ

    તેઓએ કહ્યું કે, કોરોના વાયરસ મહામારીથી લડવા માટે સમગ્ર દુનિયાએ હાથ મિલાવ્યા છે. વાયરસ સંક્રમણે માનવીય જિંદગીને પાટા પરથી ઉતારી દીધી છે અને એવા સમયમાં આપણે ભારતીય દર્શનશાસ્રી સ્વામી વિવેકાનંદનું એ કથન યાદ રાખવું જોઈએ કે જીવનના ક્રમમાં દરેક દેશને યોગદાન આપવું જોઈએ. નોંધનીય છે કે, ભારતની સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નોર્વે, કેન્યા, આયરલેન્ડ અને મેક્સિકો અસ્થાયી સભ્ય બન્યા છે.

    નવા અસ્થાયી સભ્ય દેશ અસ્થાયી સભ્યો ઈસ્ટોનિયા, નાઇઝર, સેન્ટ વિન્સેટ અને ગ્રેનાડા, ટ્યૂનિશિયા, વિયતનામ અને પાંચ સ્થાગી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાની સાથે આ પરિષદનો હિસ્સો હશે. ભારત ઓગસ્ટ 2021માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષ હશે અને પછી 2022માં ફરી એક મહિના માટે પરષિદની અધ્યક્ષતા કરશે.

    આ પણ જુઓ, Viral Video: જ્યારે પાર્કમાં રમતા બાળકે લાકડી સમજીને જીવતા સાપને ઉઠાવી લીધો

    પરિષદના અધ્યક્ષ દરેક સભ્ય એક મહિના માટે બને છે, જે દેશોના અંગ્રેજી વર્ણમાલાના નામ મુજબ નક્કી કરવામાં આવે છે. ઝંડા લગાવવાની પરંપરાની શરૂઆત કઝાકિસ્તાનએ 2018માં કરી હતી.
    Published by:Mrunal Bhojak
    First published:January 05, 2021, 07:10 am