Home /News /national-international /National Awards 2022: અજય દેવગનથી લઈને સુરૈયા સુધી, અહીં જૂઓ વિનર્સનું લિસ્ટ

National Awards 2022: અજય દેવગનથી લઈને સુરૈયા સુધી, અહીં જૂઓ વિનર્સનું લિસ્ટ

આશા પારેખને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ આપવામાં આવ્યો.

68મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર શુક્રવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આપવામાં આવશે. આ સમારંભમાં ઘણા સિતારાઓને સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્વોપદી મુર્મૂ વિજ્ઞાન ભવનમાં આયોજિત કરવામાં આવનારા આ કાર્યક્રમમાં દેશના સિલેક્ટેડ સ્ટાર્સને સન્માનિત કરશે. જેને લઈને લોકોમાં ઉત્સુકતા છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તાજેતરમાં જ આ વર્ષે રાષ્ટ્રી ફિલ્મ એવોર્ડના વિજેતાઓના નામની જાહેરાત કરી હતી.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: 68મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ શુક્રવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આપવામાં આવ્યો છે. આ સમારંભમાં ઘણા સિતારાઓને સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મૂની હાજરીમાં વિજ્ઞાન ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના ઘણા સ્ટાર્સને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તાજેતરમાં જ આ વર્ષે રાષ્ટ્રી ફિલ્મ એવોર્ડના વિજેતાઓના નામની જાહેરાત કરી હતી.

    રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2022માં 52મો દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ તે પુરસ્કારોમાંથી એક હશે જે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવ્યો છે. દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને ભારતીય સિનેમામાં તેમના આજીવન યોગદાન માટે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

    શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ તમિલ ફિલ્મ સુર્યા માટે સૂરરાય પોટ્રુને મળ્યો હતો અને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ સુર્યાને ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે મળ્યો હતો. ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે ફિલ્મ અવિજાત્રિક માટે શ્રેષ્ઠ બંગાળી ફિલ્મનો એવોર્ડ સ્વીકાર્યો. આ તેમનો 5મો નેશનલ એવોર્ડ છે. ફિલ્મના દિગ્દર્શક સુભ્રજીત મિશ્રાએ પણ આ એવોર્ડ સ્વીકાર્યો છે.

    આ પણ વાંચો:Nora Fatehi: યેલો કલરના સેક્સી આઉટફિટમાં નોરા ફતેહીએ ઈન્ટરનેટ પર મચાવી સનસની

    68મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: ફીચર ફિલ્મ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ

    સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર તુલસીદાસ જુનિયરને આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ ફિલ્મના નિર્માતા સુનીતા ગોવારિકર અને નિર્દેશક મૃદુલ તુલસીદાસે સ્વીકાર્યો.

    વિજેતાઓની યાદી

    નોન ફીચર ફિલ્મની શ્રેણીમાં શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ - વિશાલ ભારદ્વાજ.
    બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન - સૂરારાય પોટ્રુ માટે જીવી પ્રકાશ કુમાર અને વૈકુંઠપુરમુલુ માટે થમન એસ.
    ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ એવોર્ડ – ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ.
    ફીચર ફિલ્મ કેટેગરીમાં શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી એવોર્ડ - મલયાલમ ફિલ્મ શક્તિકુન્ના કલપ્પા માટે નિખિલ એસ પ્રવીણ.
    નોન ફીચર ફિલ્મની શ્રેણીમાં શ્રેષ્ઠ દિગ્દર્શનનો પુરસ્કાર – ફિલ્મ ઓહ માટે આરવી રામાણી.
    શ્રેષ્ઠ કલા અને સંસ્કૃતિ મૂવી- દિગ્દર્શક ગિરીશ કસરાવલ્લીએ કન્નડ ફિલ્મ નદાદા નવનીતા માટે તેમનો 15મો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો. કાસરવલ્લી પદ્મશ્રી વિજેતા પણ છે.
    બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનર - નચિકેત બર્વે અને મહેશ શેરલાને અજય દેવગન સ્ટારર 'તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર' માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનરનો એવોર્ડ મળ્યો.

    શ્રેષ્ઠ અભિનેતા - અજય દેવગન અને સુરૈયા
    શ્રેષ્ઠ અભિનેત્રી - અપર્ણા બાલામુરલી
    શ્રેષ્ઠ સહાયક અભિનેતા - બીજુ મેનન
    શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - લક્ષ્મી પ્રિયા ચંદ્રમૌલી.
    બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનર - નચિકેત બર્વે અને મહેશ શેરલાને અજય દેવગન સ્ટારર 'તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર' માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનરનો એવોર્ડ મળ્યો.
    શ્રેષ્ઠ પટકથા - સૂરરાય પોત્રુ
    બેસ્ટ મેલ પ્લેબેક સિંગર - રાહુલ દેશપાંડે (મરાઠી ફિલ્મ બસંતરાવ માટે)
    બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર - મલયાલમ ફિલ્મ એકે અયપ્પનમ કોશિયુમ માટે નાનચમ્મા.

    બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનર - નચિકેત બર્વે અને મહેશ શેરલાને અજય દેવગન સ્ટારર 'તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર' માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનરનો એવોર્ડ મળ્યો.
    શ્રેષ્ઠ પટકથા - સૂરરાય પોત્રુ
    બેસ્ટ મેલ પ્લેબેક સિંગર - રાહુલ દેશપાંડે (મરાઠી ફિલ્મ બસંતરાવ માટે)
    બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર - મલયાલમ ફિલ્મ એકે અયપ્પનમ કોશિયુમ માટે નાનચમ્મા.
    આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડ
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Award, Award function

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन