Home /News /national-international /National Family Health Survey: માસિક દરમિયાન સ્વાસ્થ્યની જાળવણી અંગે મહિલાઓમાં જાગૃતિ વધી, પણ ગુજરાતમાં સુધારાની જરૂર

National Family Health Survey: માસિક દરમિયાન સ્વાસ્થ્યની જાળવણી અંગે મહિલાઓમાં જાગૃતિ વધી, પણ ગુજરાતમાં સુધારાની જરૂર

માસિક દરમિયાન સ્વાસ્થ્યની કાળજી

Menstrual hygiene awareness: નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડાઓ દર્શાવે છે કે દેશમાં મહિલાઓની માસિક જેવા વિષયમાં અંગત સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ વધી છે.

    નવી દિલ્હી: કેન્દ્ર સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સિસ દ્વારા ભારતમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કરવામાં આવતો હોય છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના પરિણામો દેશમાં સ્વાસ્થ્ય વિભાગની સ્થિતિ અને સુધારાવાદી નીતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં ઉપયોગી બને છે. અત્યાર સુધી દેશમાં 5 વખત નેશનલ ફેમિલી હેલ્થ સર્વે થઇ ચુક્યો છે. છેલ્લે 2019 માં શરૂ થયેલ પાંચમો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કોરોનાના કારણે 2020માં જાહેર કરવામાં આવ્યો હતો.

    શેના પર થાય છે સર્વે?


    નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં મહિલાઓના પર્સનલ હાઇજીન, માસિક વગેરે બાબતોની સમજ અને સ્વાસ્થ્ય અંગે શિક્ષણ, બાળકો અને માતાઓનું સ્વાસ્થ્ય વગેરે જેવી બાબતો પર ખાસ લક્ષ્ય રાખવામાં આવે છે. આ વખતે પાંચમા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં મહિલાઓનાં માસિક સંબંધિત સ્વાસ્થ્યને લગતા કેટલાક નિરીક્ષણો જાહેર કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ આ અંગેની માહિતી વિગતવાર.

    મહિલાઓની અંગત સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ વધી


    NFHS દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ દર્શાવે છે કે માસિક સંબંધિત શિક્ષણમાં વધારો થયો છે. મહિલાઓ હવે વધારે જાગૃત બની છે અને વધારે ધ્યાન રાખે છે. પરંતુ હજુ કેટલાક રાજ્યોમાં 3 માંથી 1 મહિલા માસિક સંબંધિત શિક્ષણ અને જાગૃતિ અભાવે અસુરક્ષિત સાધનોનો ઉપયોગ કરે છે.

    આ પણ વાંચો: માસિકના સમય દરમિયાન આ રીતે રાખો સ્વચ્છતાનુ ધ્યાન, અહીં છે તમામ વિગત

    અગાઉનાં NFHS કરતા આંકડા સારા


    અગાઉ 2015-16 માં થયેલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર 52% મહિલાઓ માસિક દરમિયાન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક એવા સાધનોનો ઉપયોગ કરતી હતી. જયારે આ વખતે આ આંકડો ઘટ્યો છે. પાંચમા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર હવે 27% જેટલી મહિલાઓ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક એવા માધ્યમનો ઉપયોગ કરે છે.

    કુલ 50% મહિલાઓએ કહ્યું હતું કે તેઓ, કોઈ તબક્કે કપડાનો ઉપયોગ કરતી હતી. ગ્રામીણ મહિલાઓમાંથી 57% મહિલાઓ આ પ્રકારે કપડાનો ઉપયોગ કરે છે તેવી કબૂલાત કરી હતી.

    2015માં 22% મહિલાઓ માસિક દરમિયાન અસ્વચ્છ માધ્યમોનો ઉપયોગ કરતી હતી જયારે હવે પાંચમા NFHS માં આ આંકડો ઘટીને 10% થઇ ગયો હતો.

    સેનેટરી નેપ્કીન્સનો ઉપયોગ વધ્યો


    શહેરી વિસ્તારોમાં 77.6 અને ગ્રામ્ય વિસ્તારોમાં 58.9 ગૃહિણીઓ સેનેટરી નેપ્કીન્સનો ઉપયોગ કરે છે જે અગાઉ કરતા ઘણી સારી સ્થિતિ છે અને આંકડાઓ સતત વધ્યા છે.

    આ પણ વાંચો: પીરિયડ્સ દરમિયાન વાપરો આ રીયુઝેબલ પ્રોડક્ટ્સ, પર્યાવરણને પણ નહીં કરે નુકસાન

    પોન્ડીચેરી અને આંદામાન નિકોબાર સૌથી ઉપર


    મહિલાઓના માસિક સંબંધિત સ્વાસ્થ્યની સૌથી વધારે કાળજી અંદામાન નિકોબાર ટાપુઓમાં લેવાઈ રહી હોય એવું આંકડાઓ પરથી દેખાઈ રહ્યું છે કારણ કે પોન્ડીચેરીમાં 99.1 ટકા અને અંદામાન નિકોબારમાં 98.8 ટકા મહિલાઓ સ્વચ્છ અને આરોગ્યપ્રદ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ લક્ષદીપ, તમિલનાડુ અને દિલ્હીનો ક્રમ આવે છે. જ્યાં અનુક્રમે 98.3, 98.4 અને 97.1 મહિલાઓ માસિક દરમિયાન સ્વચ્છ અને આરોગ્યપ્રદ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.

    બિહાર અને મધ્ય પ્રદેશમાં સ્થિતિ ખરાબ


    આ આંકડાઓમાં સૌથી ખરાબ સ્થિતિ બિહાર અને મધ્યપ્રદેશની લાગી રહી છે. કારણ કે બિહારમાં 59.2 ટકા અને મધ્યપ્રદેશમાં 60.9 ટકા મહિલાઓ માસિક દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે છે.

    ગુજરાતની સ્થિતિ કેવી?


    ગુજરાત રાજ્યમાં 66.9 ટકા મહિલાઓ માસિક દરમિયાન સ્વાસ્થ્યની કાળજી રાખી શકે છે. જે જમ્મુ કાશ્મીર કરતા પણ ખરાબ આંકડા છે કારણ કે જમ્મુ કાશ્મીરમાં 74.5 % મહિલાઓ સ્વાસ્થ્યપ્રદ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.

    વિવિધ પ્રકારનાં માધ્યમ


    પીરિયડ્સ દરમિયાન ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારનાં સાધનોમાંથી 49.6 મહિલાઓ હજુ પણ કપડાનો ઉપયોગ કરે છે. તો સેનેટરી નેપ્કીન્સનો 64.4% ઉપયોગ થાય છે. ટેમ્પોન્સનો 1.7% અને 0.3% મેન્સ્ટ્રુઅલ કપ્સનો ઉપયોગ થાય છે.

    શિક્ષિત મહિલાઓ જાગૃત


    માસિક દરમિયાન સ્વાસ્થ્ય અંગે શિક્ષિત મહિલાઓ વધારે જાગૃત હોય છે કારણ કે 90% મહિલાઓ જેઓ શિક્ષિત છે તેઓ સ્વાસ્થ્યની કાળજી લે છે જયારે અશિક્ષિત મહિલાઓમાં આ પ્રમાણ 44% છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Women Health

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन