દેશમાં પ્રથમ વખત પુરુષો કરતાં મહિલાઓની વસ્તી વધી, પ્રજનન દર પણ ઘટ્યો
દેશમાં પ્રથમ વખત પુરુષો કરતાં મહિલાઓની વસ્તી વધી, પ્રજનન દર પણ ઘટ્યો
પ્રતીકાત્મક તસવીર shutterstock
દેશમાં પ્રથમ વખત મહિલાઓની વસ્તીમાં વધારો થયો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના ડેટા અનુસાર હવે દર 1000 પુરુષોએ 1,020 મહિલાઓ છે. 2015-16માં આ આંકડો પ્રતિ હજાર પુરુષોએ 991 સ્ત્રીઓનો હતો.
નવી દિલ્હી: દેશમાં (India) પહેલી વખત પુરુષોની સરખામણીમાં મહિલાઓની (sex ratio) વસ્તી વધી છે. હવે દર 1,000 પુરુષોએ 1,020 મહિલાઓ છે. આઝાદી પછી પણ આ પ્રથમ વખત છે જ્યારે, પુરુષોની સરખામણીમાં મહિલાઓની વસ્તી 1000થી વધુ થઈ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5)માં આ આંકડો સામે આવ્યો છે. અગાઉ 2015-16માં હાથ ધરાયેલા NFHS-4માં, આ આંકડો દર 1,000 પુરુષોએ 991 સ્ત્રીઓનો હતો.
આટલું જ નહીં, જન્મ સમયે સેક્સ રેશિયોમાં પણ સુધારો થયો છે. 2015-16માં દર 1000 બાળકો દીઠ 919 છોકરીઓ હતી, જે 2019-21માં વધીને 1000 બાળકો દીઠ 929 છોકરીઓ થઈ ગઈ છે.
ગામમાં સેક્સ રેશિયો વધ્યો
NFHS-5ના ડેટામાં એ પણ બહાર આવ્યું છે કે, શહેરોની સરખામણીએ ગામડાઓમાં સેક્સ રેશિયોમાં સુધારો સારો રહ્યો છે. ગામડાઓમાં દર 1,000 પુરુષોએ 1,037 સ્ત્રીઓ છે. જ્યારે શહેરોમાં 985 સ્ત્રીઓ છે. NFHS-4માં પણ આ જ વાત બહાર આવી છે. તે સર્વે અનુસાર, ગામડાઓમાં 1,000 પુરૂષો દીઠ 1,009 સ્ત્રીઓ અને શહેરોમાં 956 સ્ત્રીઓ હતી.
23 રાજ્યોમાં 1000 પુરૂષો માટે મહિલાઓની વસ્તી 1000થી વધુ છે
દેશમાં 23 રાજ્યો એવા છે જ્યાં, દર 1000 પુરૂષો પર મહિલાઓની વસ્તી 1,000થી વધુ છે. ઉત્તર પ્રદેશમાં દર હજાર પુરુષોએ 1017 સ્ત્રીઓ, બિહારમાં 1090, દિલ્હીમાં 913, મધ્યપ્રદેશમાં 970, રાજસ્થાનમાં 1009, છત્તીસગઢમાં 1015, મહારાષ્ટ્રમાં 966, પંજાબમાં 938, હરિયાણામાં 926, ઝારખંડમાં 1050 સ્ત્રીઓ છે.
આઝાદી બાદ સેક્સ રેશિયો કથળી રહ્યો હતો
1901માં, લિંગ ગુણોત્તર દર હજાર પુરુષોએ 972 સ્ત્રીઓનો હતો. પરંતુ આઝાદી પછી આ સંખ્યામાં ઘટાડો થયો. 1951માં, આ આંકડો ઘટીને 946 સ્ત્રીઓ પ્રતિ હજાર પુરૂષો થઈ ગયો. 1971માં તે વધુ ઘટીને 930 પર આવી ગયો. 2011ની વસ્તીગણતરી મુજબ, આ આંકડો થોડો સુધર્યો અને પ્રતિ હજાર પુરૂષોએ સ્ત્રીઓની વસ્તી 940 સુધી પહોંચી.
પ્રજનન દર પણ ઘટ્યો
NFHS-5 સર્વે અનુસાર, દેશમાં પ્રજનન દરમાં પણ ઘટાડો નોંધાયો છે. પ્રજનન દર વસ્તીના વિકાસ દરને દર્શાવે છે. સર્વે મુજબ દેશમાં પ્રજનન દર ઘટીને 2 પર આવી ગયો છે. 2015-16માં તે 2.2 હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર