નવી શિક્ષા નીતિમાં મોટો ફેરફાર, માતૃભાષામાં અભ્યાસ કરી શકશે બાળકો, ભાષાનો વિકલ્પ વધ્યો

News18 Gujarati
Updated: July 29, 2020, 6:24 PM IST
નવી શિક્ષા નીતિમાં મોટો ફેરફાર, માતૃભાષામાં અભ્યાસ કરી શકશે બાળકો, ભાષાનો વિકલ્પ વધ્યો
નવી શિક્ષા નીતિમાં મોટો ફેરફાર, માતૃભાષામાં અભ્યાસ કરી શકશે બાળકો, ભાષાનો વિકલ્પ વધ્યો

કેન્દ્રીય મંત્રીમંડળે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ને મંજૂરી આપી દીધી

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રીમંડળે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 (New National Education Policy 2020)ને મંજૂરી આપી દીધી છે. નવી શિક્ષા નીતિની ઔપચારિક જાહેરાત કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)અને ડો. રમેશ પોખરિયાલ નિશંકે સંયુક્ત રૂપે કરી છે. જાહેરાત દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિને મંજૂરી આપવામાં આવી છે. નવું એકેડમીક સત્ર સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં શરૂ થવા જઈ રહ્યું છે અને સરકારનો પ્રયત્ન પોલિસીને આ પહેલા લાગુ કરવાનો છે.

પ્રેસ બ્રીફિંગ દરમિયાન હાયર એજ્યુકેશન સેક્રેટરી અમિત ખરેએ કહ્યું કે શિક્ષામાં કુલ જીડીપીનો હાલ લગભગ 4.4% ખર્ચ થઈ રહ્યો છે. તેને 6% કરવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ.

આ પણ વાંચો - રાફેલની ભારતમાં લેન્ડિંગ પછી આ ભારતીય ક્રિકેટરે કહ્યું - પડોશી દેશોમાં આવી ગયો ભૂકંપ

નવી શિક્ષા નીતિમાં મોટો ફેરફાર કરતા ભાષાના વિકલ્પને વધારવામાં આવ્યો છે. સ્ટૂડન્ટ્સ 2 થી 8 વર્ષની ઉંમરમાં જલ્દી ભાષા શીખી જાય છે. તેથી તેને શરૂઆતમાં જ સ્થાનીય ભાષાની સાથે ત્રણ અલગ-અલગ ભાષામાં શિક્ષા આપવાની જોગવાઈ રાખવામાં આવી છે. નવી શિક્ષા નીતિમાં સ્ટૂડન્ટ્સને છઠ્ઠાથી આઠમાં ધોરણ વચ્ચે ઓછામાં ઓછો બે વર્ષનો લેંગ્વેજ કોર્સ પણ પ્રસ્તાવિત છે.કેન્દ્રીય મંત્રી કાશ જાવડેકરે આશા વ્યક્ત કરી છે કે નવી શિક્ષા નીતિ સમાજના બધા વર્ગો દ્વારા સ્વિકાર કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટે 21મી સદી માટે એક નવી શિક્ષા નીતિને મંજૂરી આપી છે. આ મહત્વપૂર્ણ છે કે કારણ કે 34 વર્ષમાં શિક્ષા નીતિમાં કોઈ ફેરફાર થયો નથી.
Published by: Ashish Goyal
First published: July 29, 2020, 6:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading