કોરોના મહામારીના આ કપરા કાળમાં આપણને ફરી એક વખત વિશ્વભરમાં ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓ દ્વારા દરેક દર્દીના જીવ બચાવવા કરાયેલા પ્રયાસો અને યોગદાનની યાદ અપાવે છે. ડોક્ટરોના આ યોગદાન અને તેમના પદની મહાનતાને ઉજવવા માટે વિશ્વભરમાં અલગ અલગ દિવસે ડોક્ટર્સ ડે મનાવવામાં આવે છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા દર વર્ષે 1 જુલાઇએ રાષ્ટ્રીય ડોક્ટર દિવસનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ ફરી તે ડોક્ટરો માટે સમર્પિત કરાયું છે, જેઓ સામાન્ય દર્દીઓ અને આ મહામારીના સમયમાં પોતાના જીવના જોખમે દર્દીઓની સેવા કરી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક રીતે બજાવી રહ્યા છે.
કોવિડ-19 મહામારી તેવા ડોક્ટરો અને પેરામેડિક્સ માટે પણ મુશ્કેલીનો સમય છે, જેમણે આ વાયરસના કારણે પોતાના પરીવારના સદસ્યો ગુમાવી દીધા છે. કોરોનાની બીજી લહેરમાં આવો જ કપરો સમય હતો, પરંતુ આવી વિષમ પરીસ્થિતિમાં પણ ડોક્ટરોના અથાગ પરીશ્રમ અને યોગદાનને ખરેખર નમન છે.
કોવિડ-19ના એક ગંભીર દર્દીની આઇસીયુમાં સારવાર કરવી એક ડોક્ટર માટે શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે ખૂબ કપરી કામગીરી છે. NIH (નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ)ના આંકડાઓ અનુસાર, ક્રિટીકલ કેરમાં કામ કરતા ડોક્ટરોનો બર્ન આઉટ રેટ અન્ય કરતા વધુ છે.
આઇએમએ પરોપકારી ફંડ
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને આઇએમએ બેનેલોવેન્ટ ફંડની રચનાની જાહેરાત કરી છે. જે સંપૂર્ણ રીતે તેના સંલગ્ન ડોક્ટરો માટે સમર્પિત હશે કે જેમનું કોરોનામાં ડ્યૂટી દરમિયાન અવસાન થયું છે. એસોસિયેશનનો ઉદ્દેશ્ય પોતાના સદસ્યો અને જનતા, ખાસ કરીને માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ પાસેથી દાન લઇને ફંડ ઉભું કરવાનો છે.
આઇએમએ પરોપરકારી ફંડ દ્વારા મળેલ દાનની જે રકમ હશે, તે એસોસિયેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા નક્કી કરવામાં આવશે. જેની પુષ્ટિ રાષ્ટ્રીય કાર્ય સમિતિ દ્વારા કરાશે અને દાનની રકમ લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
મૃતકની ઉંમર 70 વર્ષથી ઓછી હોવી જોઇએ અને મૃત્યુની તારીખ દરમિયાન તે આઇએમએનો આજીવન સદસ્ય હોવો જરૂરી છે. મૃત્યુનું કારણ કોવિડ-19 હોવું જોઇએ અને કોવિડ-19 ચેપ ડ્યુટી દરમિયાન લાગેલો હોવો જોઇએ. સાથે જ પીડિત કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા કોઇ પ્રકારનો લાભ કે રકમ મળવાપાત્ર ન હોવો જોઇએ.
જો તમે પણ કોવિડ-19માં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા ડોક્ટરોના પરીવારની મદદ કરવા ઇચ્છો છો તો આઇએમએની વેબસાઇટ https://ima-india.org/ima-covid-donate/ પર જઇ અને મહામારીમાં લાખો લોકોના જીવ બચાવનાર ડોક્ટરો માટે યોગદાન આપી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર