Home /News /national-international /

Doctors Day 2021: મળો એક એવા દીવાન પરિવારને કે જેમની 4 પેઢીમાં છે 45 ડૉકટર, 88 વર્ષથી કરે છે લોકોની સેવા

Doctors Day 2021: મળો એક એવા દીવાન પરિવારને કે જેમની 4 પેઢીમાં છે 45 ડૉકટર, 88 વર્ષથી કરે છે લોકોની સેવા

પ્રતિકાત્મક તસવીર

દર વર્ષે 1 જુલાઈના રોજ ડૉકટર દિવસ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય ડૉકટર દિવસ જાણીતા ડૉકટર અને બંગાળના પ્રચલિત ડૉ. વિધાનચંદ્ર રાયને સમર્પિત છે

ગ્વાલિયર : મધ્યપ્રદેશના ગ્વાલિયરનો દીવાન પરિવાર ખૂબ જ અનોખો પરિવાર છે. આ પરિવાર 88 વર્ષથી દર્દીઓની સેવા કરી રહ્યો છે. આ પરિવારમાં ચાર પેઢીઓમાં 45 ડૉકટર છે. જેમાં 11 ડૉકટર પુત્રીઓના પરિવારમાંથી છે. આ પરિવારની પાંચમી પેઢી પણ ડૉકટર બનશે. આજે ડૉકટર્સ ડેના (National Doctors Day)રોજ આવો જાણીએ આ અનોખા પરિવારની કહાની.

ભોપાલથી પ્રકાશિત અખબાર દૈનિક ભાસ્કર અનુસાર ગ્વાલિયરના હુજરાત રોડ પર સ્થિત છે દીવાન હાઉસ. દીવાન હાઉસની કહાની પરિવારની પહેલી પેઢી ઓએસ દીવાનથી શરૂ થાય છે, જેમણે 1933માં ડૉકટરીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમની પેઢીએ પણ ડૉકટર બનવાનું જ પસંદ કર્યું છે. ચોથી પેઢીના તેમના પપૌત્ર 24 વર્ષના આદિત્ય ગયા વર્ષે જ ડૉકટર બન્યા છે. તેમની પપૌત્રી પ્રિયંકા આ વર્ષે MBBSના ફાઈનલ યરની પરીક્ષા આપશે.

કોના નામ પર ડૉકટર દિવસ મનાવવામાં આવે છે

દર વર્ષે 1 જુલાઈના રોજ ડૉકટર દિવસ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય ડૉકટર દિવસ જાણીતા ડૉકટર અને બંગાળના પ્રચલિત ડૉ. વિધાનચંદ્ર રાયને સમર્પિત છે. એક ડૉકટરના રૂપે તેમની એક અલગ ઓળખ હતી. માનવામાં આવે છે કે તેમની પાસે આવતા તમામ દર્દીઓ સાજા થઈને પાછા જતા હતા. તેઓ નાડી તપાસીને રોગની પરિસ્થિતિ અને રોગનું નિદાન કરતા હતા. ડૉ. રાય ગાંધીથી લઈને નહેરૂ સુધીના ડૉકટર રહી ચૂક્યા છે.

આ પણ વાંચો - Doctors Day : પ્રધાનમંત્રી મોદીએ IMAને કરી યોગ પર સ્ટડીની અપીલ

બંગાળના નિર્માતા

ડૉ. રાય ફિઝિશિયન અને સર્જન હતા. તેમણે પહેલા કોલકત્તા મેડિકલ કોલેજથી MBBS અને MD કર્યું અને સારુ પરિણામ પ્રાપ્ત કર્યું અને ત્યારબાદ તેઓ વધુ શિક્ષણ માટે લંડન ગયા હતા. લંડનમાં તેમણે MD અને MRCP તથા FRCS ની શિક્ષા મેળવી જે વિરલે ડૉકટરો પાસે હોય છે. તેમને બંગાળના નિર્માતા કહેવામાં આવે છે. તેમના સમયમાં બંગાળાં અનેક ઈન્ડસ્ટ્રીઝ અને શિક્ષણ સંસ્થાન શરૂ કરવામાં આવ્યા.

14 વર્ષ બંગાળના મુખ્યમંત્રી રહ્યા

ડૉ. વિધાનચંદ્ર રાયનો જન્મ 1 જુલાઈ 1882ના રોજ થયો. તેઓ બંગાળના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 1 જુલાઈ 1962ના રોજ તેમનું નિધન થયું હતું. તેઓ સુભાષચંદ્ર બોઝના ખૂબ જ ખાસ રહ્યા તથા મહાત્મા ગાંધી અને નહેરૂના સારા મિત્ર પણ રહી ચૂક્યા છે.

સુભાષની પુત્રીના શિક્ષણ માટે ટ્રસ્ટનું નિર્માણ કરાવ્યું

સુભાષના નિધન બાદ તેમની પુત્રીને યોગ્ય શિક્ષણ મળે અને શિક્ષણનો ખર્ચ નીકળે તે માટે તેમણે એક ટ્રસ્ટ બનાવ્યું હતું. નેતાજીની પુત્રી અનિતાએ શિક્ષણ મેળવવાનું ચાલુ રાખ્યું અને ભણવાનો ખર્ચ પણ ટ્રસ્ટે ઉપાડ્યો હતો.
First published:

Tags: Doctors, Doctors day, Doctors Day 2021, National Doctor's Day 2021

આગામી સમાચાર