Home /News /national-international /NDAમાં મહિલા કેડેટ્સ માટે થઈ રહ્યા છે ફેરફારો, ફિટનેસ અને હેલ્થ માટે બની રહ્યા છે નવા નિયમો- પૂર્વ સૈન્ય અધિકારી

NDAમાં મહિલા કેડેટ્સ માટે થઈ રહ્યા છે ફેરફારો, ફિટનેસ અને હેલ્થ માટે બની રહ્યા છે નવા નિયમો- પૂર્વ સૈન્ય અધિકારી

મેજર જનરલ અરવિંદ ભાટિયા (રિટાયર્ડ)એ માહિતી આપી. (ફોટો-News18)

મેજર જનરલ ભાટિયાએ જણાવ્યું કે, મહિલા કેડેટ્સ જ્યારે આવતા વર્ષે અહીં જોડાશે ત્યારે તેમના માટે મહિલા ટ્રેનર્સ, ગાયનેકોલોજિસ્ટ્સ સહિત ડોક્ટરો અને અન્ય જરૂરી સપોર્ટ સ્ટાફ પણ નિયુક્ત કરવામાં આવશે.

  નવી દિલ્હી. ભારતીય સેના (Indian Army) ઉપરાંત નેશનલ ડિફેન્સ એકેડમી પણ મહિલા કેડેટના સ્વાગત માટે તૈયાર છે. આ માટે એનડીએમાં કેટલાંય નવા સુધારા થઈ રહ્યા છે. મેજર જનરલ અરવિંદ ભાટિયા (રિટાયર્ડ)એ News18.comને જણાવ્યું કે એનડીએ અલગ કેબિન, વધારાના વોશરૂમના નિર્માણ સાથે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારી રહ્યું છે. આ સાથે, 2022ના મધ્યથી મહિલા કેડેટ્સને આવકારવા માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે.

  મેજર જનરલ ભાટિયા (રિટાયર્ડ)એ ગયા મહિને ઇન્ટીગ્રેટેડ ડીફેન્સ સ્ટાફ (ACIDS)ના સહાયક પ્રમુખ તરીકે હેડક્વાર્ટરથી રિટાયર થયા હતા. તેઓ ત્રણેય સૈન્ય સેવાઓની તાલીમ સંસ્થાઓની કામગીરી, તેમના વહીવટ, અભ્યાસક્રમ અને અન્ય નીતિઓનું ધ્યાન રાખતા હતા.

  News18.comને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ડીફેન્સ ઇન્સ્ટિટયૂટને ખબર હતી કે NDA ટૂંક સમયમાં મહિલા કેડેટ્સની ભરતી કરશે. આ માહિતી તે સમયથી છે જ્યારે સૈનિક સ્કૂલોએ થોડા વર્ષો પહેલા છોકરીઓને પ્રવેશ આપવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, સ્વાભાવિક પ્રગતિ તરીકે સૈનિક શાળાઓમાંથી સ્નાતક થયેલી વિદ્યાર્થીનીઓ એનડીએમાં જોડાવા માગતી હતી એટલે અમે પહેલાંથી જ તૈયારી શરુ કરી નાખી.

  આ વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે પણ આદેશ આપ્યો છે કે આ વર્ષથી NDAમાં મહિલા કેડેટ્સની ભરતી કરી શકાશે. મહિલા કેડેટ્સ માટે એનડીએમાં થનારા જરૂરી ફેરફારો વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે શરૂઆતમાં હાલની સ્ક્વોડ્રનનો એક ભાગ અલગ કરવામાં આવશે. તેમાં લગભગ 110 કેડેટ્સનો સમાવેશ થાય છે. પ્રથમ બેચ માટે સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે.

  તેમણે જણાવ્યું હતું કે મહિલા કેડેટ્સ જ્યારે આવતા વર્ષે અહીં જોડાશે ત્યારે તેમના માટે મહિલા ટ્રેનર્સ, ગાયનેકોલોજિસ્ટ્સ સહિત ડોક્ટરો અને અન્ય જરૂરી સપોર્ટ સ્ટાફ પણ નિયુક્ત કરવામાં આવશે.

  આ પણ વાંચો: Sarkari Naukri: નેવીમાં 10 પાસ માટે નોકરી, અરજી કરવાની અંતિમ તક! 14,600 રૂ. મળશે સ્ટાઇપેન્ડ

  મેજર જનરલ ભાટિયાએ કહ્યું કે, એક અલગ પેનલ પહેલાથી જ ત્રણેય સર્વિસ હેડક્વાર્ટરની સલાહથી એનડીએમાં મહિલા કેડેટ્સને સામેલ કરવાના સંદર્ભમાં અન્ય પદ્ધતિઓ પર કામ કરી રહી છે. આમાં શું થવું જોઈએ તેનું મૂલ્યાંકન સામેલ છે. તેમની શારીરિક ફિટનેસ અને તબીબી પરિમાણો જેમ કે ઊંચાઈ, વજન, દૃષ્ટિ સામેલ છે. આ સાથે એ પણ વિચારવામાં આવી રહ્યું છે કે તે ચેન્નાઈની ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં જોડાનાર મહિલા અધિકારી તાલીમાર્થીઓથી કેટલા અલગ હોઈ શકે છે.

  મેજર જનરલ ભાટિયાએ કહ્યું કે સામાન્ય વિચાર એ હશે કે કોઈપણ સમયે સંયુક્તપણે તમામ છ પોસ્ટ પર NDAમાં લગભગ 120-150 મહિલા કેડેટ્સ હોય. ઓછામાં ઓછા 70 ટકા અધિકારી લડાયક શસ્ત્રોના કેડેટ્સની શ્રેણીના છે. આ સૈન્યમાં પાયદળ, આર્મર્ડ અને આર્ટિલરીનો સમાવેશ થાય છે, જે હજુ પણ મહિલાઓ માટે ખુલ્લા નથી.

  આ પણ વાંચો: કરવાચોથની જાહેરાત હટાવવા મજબૂર કરવું એ સાર્વજનિક અસહિષ્ણુતા- જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ

  મેજર જનરલ ભાટિયાએ કહ્યું કે કોઈપણ આધુનિક સશસ્ત્ર દળે સંયુક્ત રીતે કામ કરવું પડે છે અને આ ત્યારે જ શક્ય બને છે જ્યારે દળો એકસાથે તાલીમ લે. ‘જો આપણે સાથે તાલીમ નહીં લઈએ, તો આપણે યુદ્ધ દરમિયાન કામ કરી શકીશું નહીં. ત્રણેય સેવાઓ વચ્ચેના તાલમેલને કેવી રીતે વધારવો અને તેને એક સતત પ્રક્રિયા કેવી રીતે બનાવી શકાય તેની તપાસ કરવામાં આવી રહી છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: એનડીએ, ભારતીય સેના Indian Army

  विज्ञापन
  विज्ञापन