National Cooperative Conference: દેશના પ્રથમ સહકારિતા સંમેલનમાં અમિત શાહે કહ્યુ, દેશના વિકાસમાં સહકારિતાનું યોગદાન અમૂલ્ય

દેશના પ્રથમ સહકારિતા સંમેલનને સંબોધન કરતા અમિત શાહ.

National Cooperative Conference: દિલ્હીમાં આજે દેશનું પ્રથમ રાષ્ટ્રીય સહકારિતા સંમેલન મળ્યું છે. અમિત શાહ (Amit Shah) ગૃહમંત્રીની સાથે સાથે દેશના પ્રથમ સહકારિતા મંત્રી પણ છે.

  • Share this:
    નવી દિલ્હી: દેશમાં આજે પ્રથમ વખત રાષ્ટ્રીય સહકારિતા સંમેલન ( National Cooperative Conference) નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ (Indira Gandhi indoor stadium) ખાતે મળ્યું છે. સહકારથી સમૃદ્ધિના લક્ષ્ય સાથે બનાવવા આવેલા સહકારિતા મંત્રાલયમાં દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહે (Amit Shah) આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સંબોધન કર્યું હતું. આ સંમેલનને સંબોધન કરતા સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતુ કે, દેશના વિકાસ માટે સહકારિતા જરૂરી છે. તેનાથી ગરીબ અને પાછાત વર્ગોનું કલ્યાણ થશે. સાથે જ અમિત શાહે (Amit Shah) ગુજરાતના અમૂલ (Amul) અને લિજ્જત પાપડ (Lijjat Papad)ના ઉદાહરણ આપીને સહકારિતાથી કેવી રીતે ખેડૂતો (દૂધ ઉત્પાદનમાં જોડાયેલા) અને મહિલાઓ (પાપડના બિઝનેસ સાથે જોડાયેલી)નો ઉદ્ધાર થઈ શકે તે સમજાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગૃહમંત્રી હોવાની સાથે સાથે દેશના પ્રથમ સહકારિતા મંત્રી પણ છે.

    'રાષ્ટ્રીય સહકારિતા સંમેલન 2021' દેશનું પ્રથમ સહકારી સંમેલન છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ભારતની તમામ પ્રમુખ સહકારી સમિતિઓના પ્રતિનિધિઓ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક મંચ પર છે. નવા રચવામાં આવેલા સહકારિતા મંત્રાલય અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું છે.

    સહકારિતા સંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યુ હતુ કે, ભારત સરકારનું સહકારિતા મંત્રાલય તમામ રાજ્યો સાથે સહકાર કરીને ચાલશે. આ કોઈ રાજ્ય સાથે સંઘર્ષ માટે નથી બન્યું. સહકારી સમિતિઓને નીચલા સ્તર સુધી પહોંચાડવાનું કામ આ મંત્રાલય હેઠળ કરવામાં આવશે. પીએમ મોદીએ જે સહકારિતા મંત્રાલય બનાવ્યું છે તેનો ઉદેશ્ય ગ્રામ્ય ક્ષેત્રોમાં વિકાસ પહોંચાડવાનો છે.

    અમિત શાહે વધુમાં જણાવ્યુ કે, સહકારિતાવાળા કોઈ પરિપત્ર નથી જોતા. કોઈ પણ મુશ્કેલીમાં મદદ માટે તૈયાર થઈ જાય છે. આ લોકો પૂર હોય, વાવાઝોડું હોય કે પછી અન્ય, મદદ માટે આગળ આવે છે. સહકારિતાએ અનેક ઉતાર-ચઢાણ જોયા છે. આજે આ પ્રસંગે સહકારના આંદોલનને બળ આપનાર તમામ લોકોને યાદ કરું છું.

    સહકારિતા મંત્રી અમિત શાહનું સંબોધન:

    -સૌ સાથે મળીને સહકારિકાનો વિકાસ કરીશું. દેશના વિકાસ માટે સહકારિતાનો ફાળો અમૂલ્ય.
    - વિકાસ માટે કામમાં શિસ્ત, પારદર્શિતા અને સહકારિતા જેવો ભાવ લાવવો પડશે.
    -સહકારિતાના માધ્યમથી ગરીબ અને પછાત વર્ગનો વિકાસ થઈ શકે છે.
    - સહકારિતા આંદોલન હાલ સૌથી વધારે પ્રાસંગિક છે.
    - સહકારિતા શબ્દ સહ અને કાર્ય શબ્દથી બન્યો છે. જેનો મતલબ થાય છે હળીમળીને કામ કરવું.




    2,000 સહકારી બંધ સહિત દુનિયાભરના સહકારી ક્ષેત્રે જોડાયેલા લોકો સામેલ

    આ પ્રસંગે સહકારિતા રાજ્ય મંત્રી બી.એ. વર્મા અને ઇન્ટરનેશનલ કોઑપરેટિવ એલાયન્સના અધ્યક્ષ ડૉક્ટર એરિયલ ગ્વાર્ક હાજર રહેશે. આ સંમેલનમાં દેશભરમાંથી 2,000થી વધારે સહકારી બંધુ સહિત દુનિયાભમાંથી અનેક લોકો વર્ચ્યુઅલી હાજર છે.
    Published by:Vinod Zankhaliya
    First published: