Home /News /national-international /મારી માતા અને બાપને ગાળો ભાંડી, શું પીએમનું સ્તર છે?: ફારૂક અબ્દુલ્લા

મારી માતા અને બાપને ગાળો ભાંડી, શું પીએમનું સ્તર છે?: ફારૂક અબ્દુલ્લા

આજે રાજનીતિનું સ્તર એટલી હદે નીચુ થઈ ગયું છે કે, લોકો દેશ માટે નહેરૂએ આપેલા યોગદાનને સાવ ભૂલી ગયા છે.

આજે રાજનીતિનું સ્તર એટલી હદે નીચુ થઈ ગયું છે કે, લોકો દેશ માટે નહેરૂએ આપેલા યોગદાનને સાવ ભૂલી ગયા છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ રાજકારણમાં દિવસેને દિવસે નીચી જતી ભાષાના પ્રયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. નેશનલ કોન્ફરન્સના પૂર્વ અધ્યક્ષ અબ્દુલ્લાએ આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આડે હાથ લીધા છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તીવારીના પુસ્તક 'ફેબલસ ઓફ ફ્રેક્ચર્ડ ટાઈમ્સ'ના વિમોચનના અવસર પર દિલ્હી આવેલા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, 'આજે રાજનીતિનું સ્તર એટલી હદે નીચુ થઈ ગયું છે કે, લોકો દેશ માટે નહેરૂએ આપેલા યોગદાનને સાવ ભૂલી ગયા છે. ઈન્દીરા ગાંધીએ આ દેશ માટે પોતાનો જીવ આપ્યો. રાજીવ ગાંધી અને અન્ય પ્રધાનમંત્રીઓએ પણ દેશને એક બનાવવા માટે પોતાની આખી જિંદગીનો સમય આપી દીધો. જો આપણે આજે અહીં બેઠા છીએ તો, તેમના કારણથી જ બેઠા છીએ'.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા અબ્દુલ્લાએ કહ્યું કે, પરંતુ 'આજે શું થઈ રહ્યું છે. મારી માને ગાળ આપવામાં આવે છે, મારા બાપને ગાળો આપવામાં આવી રહી છે. શું આ પ્રધાનમંત્રીનું સ્તર છે'. મે ક્યારે પણ પોતાની વાતમાં પોતાના માતા-પિતાનો ઉપયોગ નથી કર્યો. આ દેશના પ્રધાનમંત્રી હોવાના કારણે તેમણે ખુબ વિચારીને બોલવું જોઈએ.



ફારૂક અબ્દુલ્લાએ આ દરમ્યાન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાયીને યાદ કરતા કહ્યું કે, બાજપેયીજીએ મને જણાવ્યું હતું કે, જ્યારે તેમણે પોતાનું પહેલું ભાષણ આપ્યું, ત્યારે નહેરૂએ તેમની પાસે જઈ કહ્યું હતું કે, અટલ તમે એક દિવસ દેશના પ્રધાનમંત્રી બનશો. અટલ આરએસએસથી આવતા હતા, પરંતુ તેમના ખબર હતી કે, દેશ એક વ્યક્તિથી નહી પરંતુ બધાને જોડીને બને છે, અને ભૂતકાળમાં જે લોકોએ આ દેશને બનાવવામાં પોતાનું .યોગદાન આપ્યું છે, તેને ભૂલાવી ન શકાય.



ફારૂક અબ્દુ્લાએ આ દરમ્યાન કોંગ્રેસને લઈ પણ ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસથી પણ મને એક ફરિયાદ છે કે તેમણે અટલ બિહારી બાજપાયીને તે સમયે ભારત રત્ન આપવો જોઈતો હતો, જ્યારે તે આપણા વચ્ચે હતા અને તેમનું સ્વાસ્થ્ય પણ સારૂ હતું.
First published:

Tags: Farooq abdullah, Launched, Monday, National conference, નેતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

विज्ञापन