National broadcasting day આ કારણે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ, આ છે મહત્વ

ફાઈલ તસવીર

National Broadcasting Day 2021: રાષ્ટ્રીય પ્રસારણ દિવસ દર વર્ષે 23 જુલાઇના રોજ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની(IBC)એ 1927 આ દિવસે બોમ્બે સ્ટેશનથી રેડિયો પ્રસારણનું આયોજન શરૂ કર્યુ હતું.

  • Share this:

રાષ્ટ્રીય પ્રસારણ દિવસ દર વર્ષે 23 જુલાઇના રોજ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની(IBC)એ 1927 આ દિવસે બોમ્બે સ્ટેશનથી રેડિયો પ્રસારણનું આયોજન શરૂ કર્યુ હતું. આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે ઓલ ઇન્ડિયા રેડિયો(AIR) દ્વારા નવી દિલ્હીમાં ક્રિએશન ઓફ ન્યૂ ઇન્ડિયા એન્ડ બ્રોડકાસ્ટિંગ મીડિયમ પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 1923માં રેડિયો ક્લબ ઓફ બોમ્બેની પહેલ અંતર્ગત બ્રિટિશ સાશન દરમિયાન ભારતમાં રેડિયો પ્રસારણ સેવાઓ શરૂ કરાઇ હતી.


ઇતિહાસ


બ્રિટીશ સરકારે વર્ષ 1930માં રેડિયો પ્રસારણને પોતાના હસ્તક કર્યુ અને ભારતીય રાજ્ય પ્રસારણ સેવા(ISBS)ની શરૂઆત કરી હતી. સરકારે 1 એપ્રિલ, 1930માં પ્રાયોગિક આધારે બે વર્ષ માટે પ્રસારણ સુવિધાઓને પોતાના હસ્તક લીધી હતી. IBC ખાનગી સંસ્થા હતી અને બ્રિટિશ સરકાર દ્વારા તેને કોલકાતા (ત્યારનું કલકત્તા) અને મુંબઇ (ત્યારનું બોમ્બે)માં બે રેડિયો સ્ટેશનને સંચાલિત કરવાની પરવાનગી આપી હતી.


આ પણ વાંચો: રાજ કુન્દ્રા કરવાનો હતો ઇન્ટરનેશનલ ડીલ, 121 પોર્ન વીડિયોને 8.93 કરોડમાં વેચવાની હતી તૈયારી

1932ના મે મહિનામાં તેને સ્થાયી રૂપે ભારતીય રાજ્ય પ્રસારણ સેવા(ISBS) તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. ત્યાર બાદ 1936માં 8મી જૂને તે ઓલ ઇન્ડિયા રેડિયો (AIR)માં પરીવર્તિત કરાઇ અને વર્ષ 1957માં આકાશવાણી તરીકે ઓળખવામાં આવી હતી. ત્યારથી જ તેણે લોકપ્રિયતા મળી અને લોકોના જીવનમાં સામાજીક અને આર્થિક પરીવર્તન કર્યું.


સ્વાયત્ત સંસ્થા પ્રસાર ભારતી


ભારતની સૌથી મોટી પ્રસારણ એજન્સી પ્રસાર ભારતી સ્વાયત્ત સંસ્થા છે, જેને સંસદના અધિનિયમ દ્વારા સ્થાપવામાં આવી હતી. તે દૂરદર્શન ટેલિવિઝન નેટવર્ક સમર્થિત છે, જે અગાઉ માહિતી અને પ્રસારણ મંત્રાલયનું મીડિયા એકમ હતું.


આ પણ વાંચો: રાજ કુન્દ્રા મુંબઇ કોર્ટમાં લઇ જતા સમયે હાથ જોડેલો આવ્યો નજર, જુઓ VIRAL VIDEO

દેશના 92 ટકાને આવરી લે છે AIR


આજે AIRની હોમ સર્વિસમાં દેશમાં સ્થિત 414 સ્ટેશન સામેલ છે. જે સમગ્ર દેશના લગભગ 92 ટકા અને કુલ વસ્તીના લગભગ 99.19 ટકા સુધી પહોંચે છે. AIR 23 ભાષાઓ અને 146 બોલીઓમાં પ્રોગ્રામિંગ કરે છે. હાલ AIR પ્રસારણની ભાષાઓની સંખ્યા સામાજીક-આર્થિક અને સાંસ્કૃતિક વિવિધતાના સ્પેક્ટ્રમના મામલે વિશ્વની ટોચની પ્રસારણ સંસ્થાઓ પૈકી એક છે.


Published by:kuldipsinh barot
First published: