કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કોંગ્રેસ અને JDS બંને પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે અને સરકાર બનાવશે. જણાવી દઈએ કે, કર્ણાટકમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.
બેંગલુરુ, કર્ણાટક: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે ફરી એકવાર ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસ અને JDS પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, JDSના લોકો અફવા ફેલાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તેમની સાથે ગઠબંધન કરશે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભાજપ કોઈની સાથે ગઠબંધન કરશે નહીં. પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ બેંગલુરુમાં બૂથ પ્રમુખો અને બૂથ લેવલ એજન્ટોની બેઠકમાં આ વાત કહી હતી.
કર્ણાટકમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં સત્તાધારી ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત બૂથ પ્રમુખો અને બૂથ લેવલ એજન્ટોને સંબોધતા અમિત શાહે સ્પષ્ટ કર્યું કે, કર્ણાટકમાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે અને રાજ્યમાં સરકાર બનાવશે.
ભાજપે 5 રાજ્યોમાં ચૂંટણી જીતી
કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ માટે સત્તા મેળવવી એ ભ્રષ્ટાચાર કરવાનો એક માર્ગ છે, પરંતુ અમારા માટે તે લોકોના જીવનને સુધારવાનો છે. તેમણે કહ્યું કે, 7 રાજ્યોની તાજેતરની ચૂંટણીમાં ભાજપે 5 રાજ્યોમાં જીત મેળવી છે. જ્યારે 6 રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો થયો હતો.
શાહે કોંગ્રેસ-JDSને ભ્રષ્ટ પાર્ટી કહી
શુક્રવારે મંડ્યામાં જાહેર સભાને સંબોધતા અમિત શાહે કોંગ્રેસ અને JDS બંને પક્ષોને પરિવારવાદી અને ભ્રષ્ટ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમે બંને પક્ષોની સરકાર જોઈ છે. જ્યારે કોંગ્રેસ સત્તામાં આવે છે, કર્ણાટક દિલ્હીનું એટીએમ બની જાય છે અને જ્યારે JDS આવે છે, ત્યારે તે એક પરિવારનું એટીએમ બની જાય છે. આ બંને પક્ષોએ વારંવાર ભ્રષ્ટાચાર દ્વારા કર્ણાટકની પ્રગતિને અટકાવી છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર