Home /News /national-international /રાષ્ટ્રગીતની મદદથી અધિકારીઓએ બાંગ્લાદેશીને પકડ્યો, આધાર અને ભારતીય પાસપોર્ટ પણ બનાવી રાખ્યો હતો
રાષ્ટ્રગીતની મદદથી અધિકારીઓએ બાંગ્લાદેશીને પકડ્યો, આધાર અને ભારતીય પાસપોર્ટ પણ બનાવી રાખ્યો હતો
રાષ્ટ્રગીતે બાંગ્લાદેશી વ્યક્તિને પકડ્યો
Bangladeshi Coimbatore Airport: ગુપ્તચર એજન્સીઓએ પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. અનવર હુસૈનને મંગળવારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને ચેન્નાઈની પુઝલ સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
ચેન્નાઈ: કોઈમ્બતુર એરપોર્ટ પર એક બાંગ્લાદેશી નાગરિકની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, એરપોર્ટ પર જ્યારે આ વ્યક્તિ ઝડપાયો ત્યારે ભારતીય ઈમિગ્રેશન અધિકારીઓએ તેને રાષ્ટ્રગીત ગાવાનું કહ્યું હતું, જોકે તેમને રાષ્ટ્રગીત ન આવડતા તેની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા શારજાહથી આવેલા 27 વર્ષીય આઈ જી અનવર હુસૈનની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તે તેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. જણાવી દઈએ કે, બાંગ્લાદેશી નાગરિક પાસે ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ પણ હતું.
અનવર હુસૈન મૂળ બાંગ્લાદેશના બાલાપુરના છે. તે શારજાહથી એર અરેબિયાની ફ્લાઈટમાં કોઈમ્બતુર એરપોર્ટ પર ઉતર્યો હતો. પૂછપરછ પર, તેણે એક ભારતીય પાસપોર્ટ બનાવ્યો હતો, જેમાં તે કોલકાતાનો હોવાની વાત સામે આવી હતી, પરંતુ ઇમિગ્રેશન અધિકારીઓને શંકા હતી કે, તે કોલકાતાના બદલે કોઈમ્બતુરમાં ઉતર્યો હતો. તેઓ અધિકારીઓના પ્રશ્નોના જવાબ પણ આપી શક્યો ન હતો કે, તેઓ કોલકાતાના બદલે કોઈમ્બતુર કેમ આવ્યો હતો.
જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો તેણે વિરોધાભાસી જવાબો આપવાનું શરૂ કર્યું હતું. તેણે પોતાનું આધાર કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર પણ બતાવ્યું હતું, આ બંને ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. આ બધા દરમિયાન, ઇમિગ્રેશન ઓફિસર એમ કૃષ્ણશ્રીએ અચાનક હુસૈનને રાષ્ટ્રગીત ગાવાનું કહ્યું, પરંતુ તે રાષ્ટ્રગીત ગાવામાં અસમર્થ રહ્યો હતો અને તેણે સ્વીકાર્યું કે, તે બાંગ્લાદેશનો વતની છે.
આ પછી તેને પીલામેડુ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે અને તેની સામે ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે સૌપ્રથમ 2018 માં તમિલનાડુના તિરુપુર જિલ્લાના અવિનાશી શહેરમાં આવ્યો હતો અને નવેમ્બર 2020 સુધી ત્યાં દરજી તરીકે કામ કર્યું હતું. પછી તે કેટલાક એજન્ટોને મળ્યો અને નકલી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું હતું, જેમાંથી તેને આધાર કાર્ડ અને ભારતીય પાસપોર્ટ મળ્યો હતો.
આ દસ્તાવેજો બનાવ્યા પછી, તે સંયુક્ત આરબ અમીરાત ગયો, જ્યાં તે દરજી તરીકે કામ કરતો હતો. તે સોમવારે અવિનાશીમાં સ્થાયી થવાના ઈરાદાથી પાછો ફર્યો હતો, પરંતુ અધિકારીઓના હાથે ઝડપાઈ ગયો હતો. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. અનવર હુસૈનને મંગળવારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને ચેન્નાઈની પુઝલ સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર