કમલ હાસને ગોડસેને ગણાયા હિન્દુ આતંકી, બીજેપીની 5 દિવસ પ્રતિબંધની માંગ

News18 Gujarati
Updated: May 13, 2019, 4:18 PM IST
કમલ હાસને ગોડસેને ગણાયા હિન્દુ આતંકી, બીજેપીની 5 દિવસ પ્રતિબંધની માંગ
કમલ હસન

હું મુસ્લિમોનાં મતો મેળવવા માટે નથી કહેતો પણ ગાંધીની પ્રતિમા સામે ઉભો રહીને કહું છું: હસન

  • Share this:
તમિલનાડુ: અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસને કહ્યું કે, આઝાદ ભારતનો સૌથી પહેલો આતંકવાદી મહાત્મા ગાંધીની હત્યા કરનારો નાથુરામ ગોડસે હતો.
કમલ હસનનાં આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે અને હિંદુ સગંઠનોએ તેનો વિરોધ કર્યો છે અને આરોપ લગાવ્યો કે, મુસ્લિમોનાં મતો મેળવવા માટે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે.

કમલ હાસનના આ નિવેદનથી નારાજ બીજેપીએ ચૂંટણી પંચને તેની ફરિયાદ કરી છે. ફરિયાદમાં બીજેપીએ હાસનને ચૂંટણી પ્રચાર પર પાંચ દિવસ સુધી પ્રતિબંધની માંગ કરી છે. આ નિવેદન પર બીજેપીએ સખત પ્રતિક્રિયા આપતા તેમને આગથી ન રમવાની ચેતવણી પણ આપી છે.

તામુલનાડુમાં વિધાનસભાની પેટા-ચૂંટણીમાં તેમની પાર્ટીનાં ઉમેદવાર માટે પ્રચાર કરતી વખતે કમલ હસને કહ્યું હચું કે, નાથુરામ ગોડસે દેશનો સૌથી પહેલો આતંકવાદી હતો. જો કે, પાછળથી તેમણે કહ્યું હતું કે, તેમનું આ નિવેદન મુસ્લિમોનાં મતો લેવા માટે નહોતું.

“હું આ વાત એટલા માટે નથી કહેતો કે, અહીંયા મુસ્લિમોનાં મતો વધારે છે. પરંતુ હું ગાંધીની પ્રતિમા સામે ઉભો રહીને કહું છું. આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિંદુ હતો. નાથુરામ ગોડસે હતો,” કમલ હસને આ પ્રકારનું નિવેદન આપ્યુ હતું.
કમલ હસને એમ પણ જણાવ્યું કે, તામિલનાડુમાં સત્તાધારી પક્ષ સામે ક્રાંતિ થઇ રહી છે અને વિરોધપક્ષ સામે પણ લોકો વિરોધ કરી રહ્યાં છે.“આ બંને પક્ષો લોકોની અપેક્ષાઓ પુરી કરવામાં ઉણા ઉતર્યા. આ બંને દ્રવિડીયન પાર્ટી ક્યારેય ચોખ્ખી નહી થાય અને તેમની ભુલો નહીં સુધારે.”.
હસને વધુમાં જણાવ્યુ હતુ કે, તે અહીંયા ગાંધી હત્યાનો જવાબ લેવા માટે આવ્યો છે કોઇ પણ સારો ભારતીય સમાનતા ઇચ્છે છે. હું એક સારો ભારતીય નાગરિક છું.”

જો કે, ભાજપનાં નેતાએ કહ્યું કે, કમલ હાસન આગ સાથે ખેલી રહ્યા છે અને મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવા માટે આ પ્રકારનાં નિવદેન આપે છે.

 
First published: May 13, 2019, 11:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading