Home /News /national-international /વાહ મારા દેશની દીકરી! ભારતીય મૂળની નતાશા સતત બીજી વખત વિશ્વની સૌથી તેજસ્વી વિદ્યાર્થીની તરીકે નામાંકિત
વાહ મારા દેશની દીકરી! ભારતીય મૂળની નતાશા સતત બીજી વખત વિશ્વની સૌથી તેજસ્વી વિદ્યાર્થીની તરીકે નામાંકિત
Natasha Perianayagam
ભારતીય-અમેરિકન વિદ્યાર્થિની નતાશા પેરિયાનાયગમને જોન હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથની "વિશ્વના સૌથી તેજસ્વી" વિદ્યાર્થીઓની યાદીમાં સતત બીજા વર્ષે નોમીનેટ કરવામાં આવી છે.
વિદેશમાં અભ્યાસ કરતાં ભારતના વિદ્યાર્થીઓની ક્ષમતાને પરિચય દુનિયાને અવારનવાર થયો છે. અનેક ક્ષેત્રમાં ભારતીય છાત્રોનો ફાળો અતુલ્ય છે. ત્યારે તાજેતરમાં ભારતીય-અમેરિકન વિદ્યાર્થિની નતાશા પેરિયાનાયગમને જોન હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથની "વિશ્વના સૌથી તેજસ્વી" વિદ્યાર્થીઓની યાદીમાં સતત બીજા વર્ષે નોમીનેટ કરવામાં આવી છે.
આ યાદી ગ્રેડ લેવલથી ઉપરના 76 દેશોના 15,000 થી વધુ વિદ્યાર્થીઓના મૂલ્યાંકનના પરિણામોના આધારે તૈયાર કરવામાં આવી હતી. 13 વર્ષની નતાશા ન્યૂ જર્સીની ફ્લોરેન્સ એમ.ગૌડીનીર મિડલ સ્કૂલમાં ભણે છે.
ઓનર્સ લિસ્ટમાં સ્થાન મળ્યું
ગ્રેડ 5માં અભ્યાસ કરતી નતાશાએ જ્હોન હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથ (સીટીવાય) પરીક્ષા પણ આપી હતી. તેણીના મૌખિક અને માત્રાત્મક ટેસ્ટ સ્કોર્સ અદ્યતન ગ્રેડ 8 પરફોર્મન્સ 90 પર્સેન્ટાઇલની સમકક્ષ હતા. જેના કારણે તેને આ વર્ષ માટે ઓનર્સ લિસ્ટમાં સ્થાન મળ્યું હતું. યુનિવર્સિટીની અખબારી યાદીમાં જણાવાયું છે કે, નતાશાને આ વર્ષે એસએટી, એક્ટ, સ્કૂલ અને કોલેજ એબિલિટી ટેસ્ટ, અને અન્ય પરીક્ષણોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે સન્માનિત કરવામાં આવી છે.
નતાશાના માતાપિતા રહે છે ચેન્નઈમાં
નતાશાના માતાપિતા ચેન્નાઈના છે, તેમણે પીટીઆઈને જણાવ્યું હતું કે તેના નવરાશના સમયમાં, નતાશાને JRR ટોલ્કિનના પુસ્તકો વાંચવાની અને ડ્રોઈંગ કરવાની મજા આવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાંથી આવા શ્રેષ્ઠ લોકોને ઓળખવા અને તેમની શૈક્ષણિક ક્ષમતાની સંપૂર્ણ સમજ આપવા માટે, સીટીવાય (CTY) ટોચના-ગ્રેડ-લેવલની પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે.
યુનિવર્સિટીની અખબારી યાદીમાં જણાવાયું છે કે, નતાશાએ 2021-2022 ના શૈક્ષણિક વર્ષમાં 76 જુદા જુદા દેશોના 15,300 અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને સીટીવાયમાં પ્રવેશ કર્યો હતો.
CTY ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. એમી શેલ્ટને પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ માત્ર કસોટીમાં અમારા વિદ્યાર્થીઓની સફળતાનું સન્માન નથી, પરંતુ શોધ અને શીખવાના તેમના પ્રેમ અને તેઓએ તેમના યુવા જીવનમાં અત્યાર સુધીમાં એકત્રિત કરેલા તમામ જ્ઞાનને સલામ છે.
તેઓએ ઉમેર્યું હતું કે, તેઓ તે ક્ષમતાઓનો ઉપયોગ તેમના સમાજમાં તેમના પેશનને શોધવા, લાભદાયક અને સમૃદ્ધ અનુભવોમાં જોડાવા અને નોંધપાત્ર વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે કરશે તે વિચારીને આનંદ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર