Nashik Oxygen Leak: નાસિકની હૉસ્પિટલમાં ઑક્સીજન લીક, સારવાર લઈ રહેલા 22 દર્દીનાં મોત

Nashik Oxygen Leak: નાસિકની હૉસ્પિટલમાં ઑક્સીજન લીક, સારવાર લઈ રહેલા 22 દર્દીનાં મોત
નાસિકમાં ઑક્સીજન લીકેઝની ઘટના.

Nashik Oxygen Leak: ટેન્કમાં થયેલા લીકેઝને પગલે ઑક્સીજન ફેલાઈ ગયો. હૉસ્પિટલમાં 25 દર્દી વેન્ટિલેટર પર હોવાના સમાચાર મળ્યા છે.

  • Share this:

    નાસિક: કોરોના વાયરસ (Coronavirus)ના સંકટ વચ્ચે મહારાષ્ટ્રના નાસિકમાં મોટી દુર્ઘટના (Nashik Oxygen Leak) ઘટી ગઈ છે. અહીં જાકિર હુસૈન હૉસ્પિટલમાં ઑક્સીજન ટેન્કમાંથી ગેસ લીક (Oxygen tanker leak) થયો હતો. દુર્ઘટનામાં 22  દર્દીનાં મોત થયા છે. આ અંગેની જાણકારી એફડીએ મંત્રી રાજેન્દ્ર શિંગણે (FDA Minister Dr Rajendra Shingane) આપી હતી. જ્યારે, 12 લોકોની હાલત ગંભીર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેન્કર ભરતી વખતે ગેસ લીક થયો હતો. આ કારણે હૉસ્પિટલના પરિસરમાં ઑક્સીજન પ્રસરી ગયો હતો. આ પહેલા એવા અહેવા આવ્યા હતા કે હૉસ્પિટલમં 11 લોકોનાં મોત થયા છે.


    મંત્રીએ કહ્યુ કે, 11 દર્દીનાં મોત થયા છે. આ દુર્ઘટનાની તપાસ કરીશું અને ભવિષ્યમાં આવું કંઈ ન બને તે માટે કામ કરીશું. તેમણે કહ્યુ કે, "આ દુર્ભાગ્યપૂર્ણ છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે 11 દર્દીના મોત થઈ ગયા છે. અમે વિસ્તૃત અહેવાલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સાથે જ અમે તપાસના આદેશ પણ આપી દીધા છે. જે દુર્ઘટના પાછળ જે પણ લોકો જવાબદાર હશે તેમને છોડવામાં નહીં આવે."



    આ પણ વાંચો: કોવિશીલ્ડની નવી કિંમત જાહેર: ખાનગી હૉસ્પિટલોએ એક ડોઝના 600 રૂપિયા ચૂકવવા પડશે

    ટેન્કમાંથી ઑક્સીજન લીક થતાં હૉસ્પિટલના આખા પરિસરમાં ગેસ ફેલાઈ ગયો હતો. સમાચાર પ્રમાણે હૉસ્પિટલમાં 25 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા હતા. અનેક દર્દીઓની હાલત ગંભીર બની છે. આ ઉપરાંત 60 અન્ય દર્દીઓને ઑક્સીજન આપવામાં આવી રહ્યો હતો. મહારાષ્ટ્ર રાજ્ય દેશનું સૌથી કોરોના પ્રભાવિત રાજ્ય છે.

    આ પણ વાંચો: 'બધા તબિયત સાચવજો, શરીર નાશવંત છે પરંતુ આત્મા અમર છે,' મુંબઈના મહિલા ડૉક્ટર કોરોના સામે જંગ હાર્યાં

    ફાયર બ્રિગેડ અધિકારીએ જણાવ્યું કે, "12:30 વાગ્યે ઓક્સીજન ટેન્ક લીક થયાનો કૉલ મળ્યો હતો. અમે ઘટનાસ્થળે જઈને જોયું તો જણાયું કે ટેન્કનો વાલ્વ ખુલ્લો હતો. વાલ્વમાંથી ગેસ લીક થઈ રહ્યો હતો. એક ટેન્કરમાંથી ઑક્સીજન ટેન્કમાં ભરવામાં આવી રહ્યો હતો."

    આ પણ વાંચો: રાજકોટ: હાઉસફૂલ હૉસ્પિટલમાં 9,000 રૂપિયા આપો અને બેડ મેળવો, લાલચુ યુવકનો વીડિયો વાયરલ

    મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ

    અહીં મંગળવારે 62,097 નવા દર્દી નોંધાયા છે, જ્યારે 54,224 દર્દી સાજા થયા છે. આ દરમિયાન કુલ 519 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધી કુલ 39.60 લાખ લોકો મહામારીની ઝપટમાં આવી ગયા છે, જેમાંથી 32.13 લાખ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી મહારાષ્ટ્રમાં કુલ 61,343 લોકોનાં મોત થાય છે. હાલ રાજ્યમાં 6.83 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:April 21, 2021, 14:45 pm

    ટૉપ ન્યૂઝ