Home /News /national-international /

માતાએ ઓનલાઇન ક્લાસમાં ન ભણતા ત્રણ વર્ષના દીકરાની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાત

માતાએ ઓનલાઇન ક્લાસમાં ન ભણતા ત્રણ વર્ષના દીકરાની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાત

માતા અને દીકરાની ફાઇલ તસવીર

Stress in Online Education: ત્રણ વર્ષનો દીકરો ઓનલાઇન ક્લાસમાં ધ્યાન આપતો ન હતો તો માતાએ તેની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી નાંખી.

  Stress in Online Education: કોરોના વાયરસ મહામારીને (Corona pandemic) કારણે ધોરણ 1થી 8ના બાળકોનું શિક્ષણ ઓનલાઇન (Online Education) કરવામાં આવી રહ્યું છે. જેથી આ બાળકોનો અભ્યાસ સંબંધિત તણાવ પણ વધતો દેખાઇ રહ્યો છે. આ તણાવને કારણે, હવે આવા સમાચાર પણ આવવા લાગ્યા છે જે અંગે એક ક્ષણ માટે પણ વિશ્વાસ કરી શકાતો નથી. એક ચોંકાવનારો કિસ્સો મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક માતાએ (mother killed three year old son) તેના ત્રણ વર્ષના બાળકોને મારી નાખ્યો કારણ કે, બાળક ઓનલાઈન ક્લાસમાં બરાબર અભ્યાસ કરતો ન હતો. જોકે, માતાને પોતાની ભૂલનો પસ્તાવો થતા તેણે પણ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

  સ્યુસાઇડ નોટ પણ મળી

  માહિતીના આધારે સ્થળ પર પહોંચેલી નાસિક પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના પાથરડી ફાટા વિસ્તારના સાંઈ સિદ્ધિ એપાર્ટમેન્ટની છે. જ્યાં 30 વર્ષીય શિખા સાગર પાઠકનો મૃતદેહ સોમવારે રાત્રે સાડા નવ વાગ્યે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. તેણે આત્મહત્યા અંગે એક નોટ પણ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, બંનેના મોત માટે કોઈને જવાબદાર ન ઠેરવવા.

  આ પણ વાંચો - આણંદ: રક્ષા બંધન પહેલા ભાઈએ બહેન ગુમાવી, સાસરિયાઓના ત્રાસની આપવીતી વર્ણવી આપઘાત કરી લીધો

  માતાએ પુત્રની પણ કરી હત્યા

  સ્યુસાઇડ નોટમાં મહિલાએ લખ્યું હતું કે, તેણે બાળકની હત્યા કરી છે. તે જ સમયે, પોલીસની માહિતીથી તેના ઘરે પહોંચેલા મહિલાના માતાપિતાએ પણ તેમના પૌત્રની હત્યાની પુષ્ટિ કરી હતી. આ કેસની તપાસ કરી રહેલા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP) સોહેલ શેખે જણાવ્યું હતું કે, શિખાએ સોમવારે સાંજે 5 વાગ્યાની આસપાસ ઓશિકા વડે ચહેરો દબાવીને તેના પુત્રની હત્યા કરી હતી. આ મામલે હત્યા અને આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

   આ પણ વાંચો - અમદાવાદનો વેપારી નાઈજિરિયન ગેંગનો શિકાર બન્યો: કેન્સરની દવાના ધંધાના નામે મસમોટી છેતરપિંડી

  થોડા દિવસ પહેલા 15 વર્ષની પુત્રીએ માતાની કરી હતી હત્યા

  થોડા દિવસ પહેલા પણ આવી એક ઘટના સામે આવી હતી. નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં વારંવાર ભણવા ટોકવાથી નારાજ થયેલી 15 વર્ષની દીકરીએ તેની માતાનું કરાટે બેલ્ટથી ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. માતા દીકરીને ડોક્ટર બનાવવાનું સપનું જોતી હતી અને તેથી તેને વારંવાર એન્ટ્રસ એક્ઝામ (NEET)નો અભ્યાસ કરવાનું કહેતી હતી. આ ઘટના 30 જુલાઈની છે અને રબાલે પોલીસે કિશોરી સામે હત્યાનો કેસ દાખલ કરીને તેની અટકાયત કરી લીધી હતી.

  દીકરીએ પણ તેનો આરોપ સ્વીકારી લીધો હતો. ઘટનાની તપાસ કરતાં એપીઆઈ અવિનાશ મહાજને જણાવ્યું હતું કે, 30 જુલાઈએ શૈલેષ પવાર નામની વ્યક્તિએ સૂચના આપી કે, ઐરોલીમાં રહેતી તેની બહેન શિલ્પા જાધવે તેના ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો છે. જે બાદ આ આખી ઘટના સામે આવી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Maharashtra, ગુનો, હત્યા

  આગામી સમાચાર