Home /News /national-international /

પાક. PM ઈમરાનને નસીરુદ્દીનનો વળતો જવાબ- 'તમારો દેશ જુઓ, અમારા મુદ્દા અમે ઉકેલી લઈશું'

પાક. PM ઈમરાનને નસીરુદ્દીનનો વળતો જવાબ- 'તમારો દેશ જુઓ, અમારા મુદ્દા અમે ઉકેલી લઈશું'

નસીરુદ્દીન શાહ (ફાઇલ ફોટો)

નસીરુદ્દીને કહ્યું કે, મિસ્ટર ખાનને તે મુદ્દાઓ પર જ વાત કરવી જોઈએ, જે તેમના દેશ સાથે જોડાયેલી છે

    ન્યૂઝ18 ગુજરાતી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે તેઓ ભારતને બતાવશે કે લઘુમતીઓ સાથે કેવો વર્તન કરવામાં આવે છે. તેમના આ નિવેદનને અભિનેતા નસીરુદ્દીન શાહ સાથે જોડવામાં આવ્યું કારણ કે તેઓએ દેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ સંતાનોને લઈને દેશમાં અસુરક્ષિત અનુભવી રહ્યા છે. તેઓએ બુલંદશહરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે માણસના હત્યારાઓના સ્થાને ગાયના હત્યારાઓને પકડવાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

    ઈમરાન ખાનના નિવેદન પર હવે નસીરુદ્દીને ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, મને લાગે છે કે મિસ્ટર ખાનને તે મુદ્દાઓ પર જ વાત કરવી જોઈએ, જે તેમના દેશ સાથે જોડાયેલી છે. તેમણે એવા મુદ્દાઓમાં વચ્ચે નહીં આવવું જોઈએ, જેના સાથે તેમનો કોઈ સંબંધ નથી. આપણા દેશમાં 70 વર્ષથી લોકતંત્ર છે અને અમે જાણીએ છીએ કે અમે આ મુદ્દાઓનો ઉકેલ કેવી રીતે શોધીશું.

    આ પણ વાંચો, નસીરુદ્દીનના નિવેદન પર બોલ્યા અનુપમ: સેના પર પથ્થર ફેંકવાથી વધુ આઝાદી ક્યાં મળશે?

    ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાને શનિવારે કહ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદી સરકારને બતાવશે કે લઘુમતીઓ સાથે કેવો વ્યવહાર કરે છે? પાકિસ્તાની વડાપ્રધાને આ નિવેદન બોલીવુડ અભિનેતા નસીરુદ્દીન શાહની ભારતમાં ભીડ દ્વારા કરવામાં આવતી હિંસાને લઈને ટિપ્પણીને લઈને કર્યું હતું. ઈમરાન ખાને શાહના નિવેદન તરફ ઈશારો કરતા કહ્યું હતું કે, અમે મોદી સરકારને બતાવીશું કે લઘુમતીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ...ભારતમાં લોકો કહી રહ્યા છે કે લઘુમતીઓ સાથે એકસમાન નાગરિકની જેમ વ્યવહાર નથી થઈ રહ્યો.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Imran Khan, Naseeruddin shah, અનુપમ ખેર, પાકિસ્તાન, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन