લાલ ગ્રહ પર પ્રાચીન જીવનની શોધમાં નાસાના માર્સ રોવરની ઐતિહાસિક સફર શરૂ

Image Credits: Shutterstock

માર્સ રોવર જે ખાડામાં શોધ કરવા જઇ રહ્યું છે તે એક સમયે મોટું તળાવ હતું, આજથી કરોડો વર્ષ પહેલા મંગળ ગ્રહ આજની તુલનામાં ભીનાશ ધરાવતો હતો

  • Share this:
લાલ ગ્રહ પર પ્રાચીન જીવનની શોધમાં નાસાનું પર્સિવિયરેન્સ રોવર પોતાનું મિશન શરૂ કરવા માટે તૈયાર છે. માર્સ રોવર જે ખાડામાં શોધ કરવા જઇ રહ્યું છે તે એક સમયે મોટું તળાવ હતું, આજથી કરોડો વર્ષ પહેલા મંગળ ગ્રહ આજની તુલનામાં ભીનાશ ધરાવતો હતો. પોતાની આ શોધ યાત્રા દરમિયાન પર્સિવિયરેન્સ AutoNavનો ઉપયોગ કરીને જાતે જે નેવિગેશન સંભાળી લેશે. જેનો અર્થ છે કે, રોવરને ડ્રાઇવિંગ સમયે કોઇ અન્ય દિશાનિર્દેશ આપવા નહીં પડે. AutoNav એક સ્માર્ટ એલ્ગોરિધમ છે જે રોવરને ડ્રાઇવિંગ દરમિયાન આસપાસનો 3D-મેપ અને શ્રેષ્ઠ નેવિગેશન માર્ગ શોધવામાં મદદ કરે છે.

નાસાના એક નિવેદનમાં રોવરની પ્લાનિંગ ટીમના સિનિયર એન્જિનિયર વંડી વર્માએ કહ્યું કે, અમારી પાસે થિંકિંગ વાઇલ ડ્રાઇવિંગ નામક એક ક્ષમતા છે. તેના જણાવ્યા અનુસાર, જ્યારે રોવરના પૈડાં ચાલે છે, ત્યારે પર્સરેન્સ સતત તેની ઓટોમેટિક ડ્રાઇવિંગ વિશે વિચારે છે. રોવર પાસે આ કાર્ય માટે પોતાનું કમ્પ્યુટર હોય છે.

જોકે, માત્ર AutoNav પર્સરેન્સ માટે પર્યાપ્ત નથી. રોવર ટીમ નેવિગેશન માર્ગનું પ્લાનિંગ કરવાનું અને તેને અનુસરવા રોવર માટે સૂચનો તૈયાર કરવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. મંગળ અને પૃથ્વી વચ્ચે રેડિયો સિગ્લનમાં મોડું થવાના કારણે વૈજ્ઞાનિકો જોયસ્ટિકથી રોવરને નિયંત્રિત કરી શકતા નથી ત્યારે AutoNav કામ આવે છે.

આ પણ વાંચો - Benefits Of Meditation: રોડ કરશો મેડિટેશન તો સ્ટ્રેસમાંથી મળશે છૂટકારો, થશે આવા ફાયદા

120 મીટર પ્રતિ કલાકની ઝડપથી યાત્રા કરવામાં સક્ષમ હોવાના કારણે પર્સિવિયરેન્સ પોતાના પહેલાની ક્યૂરીયોસિટીથી ઝડપી છે, જે માત્ર 20 મીટર પ્રતિ કલાક સુધી પહોંચવામાં સક્ષમ હતી. ક્યૂરિયોસિટી તેના જૂના સંસ્કરણ સાથી AutoNavથી સજ્જ છે. પર્સિવિયરેન્સનું નેવિગેશન ક્યુરીયોસિટી કરતા પણ વધુ આધુનિક છે, માત્ર ઝડપમાં જ નહીં પરંતુ મુશ્કેલ ભૂભાગ પર ચાલતી વખતે પણ તીક્ષ્ણ ખડકો પર ક્ષતિગ્રસ્ત થવાથી બચી શકે છે, જ્યારે ક્યુરિસોસિટીનું AutoNav આમ કરવામાં સક્ષમ નહોતું.

રોવર ક્રેટરમાંથી પસાર થશે અને મંગળ પર પ્રાચીન જીવનની સંભવતાના નમૂના એકઠા કરશે. વૈજ્ઞાનિકોનું માનવું છેકે, આ ખાડો અબજો વર્ષ પહેલા જળાશય હતું અને તે શક્ય હશે તો તેઓ તે જગ્યાએ પ્રાચીન જીવનના સંકેતો મેળવી શકશે.
First published: