Home /News /national-international /નાસાની ચેતવણી: ધરતી પર ફુલ સ્પિડે આવી રહ્યો છે 65 ફુટ પહોળો ઉલ્કા, શું તબાહી મચાવશે?

નાસાની ચેતવણી: ધરતી પર ફુલ સ્પિડે આવી રહ્યો છે 65 ફુટ પહોળો ઉલ્કા, શું તબાહી મચાવશે?

asteroid 2022

જો કે, નાસાએ ઉલ્કાથી પૃથ્વીને સંભવિત વિનાશકારી સંકટથી ઈન્કાર નથી કર્યો. તેની સાઈઝ તો મોટી છે જ સાથે સાથે તેની સ્પિડ પણ ખૂબ જ વધારે છે. પૃથ્વી માટે સંભવિત ખતરા પર નજર રાખવા માટે, નાસાએ ગ્રહોની રક્ષા બનાવવા માટે કેટલાય ક્ષેત્રોના નિષ્ણાંતોની એક ટીમ બનાવી છે.

વધુ જુઓ ...
    ધરતી તરફ એક ગ્રહણ એટલે કે એસ્ટેરોઈડ ઝડપથી આગળ વધી રહ્યો છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (National Aeronautics and Space Administration)એ એસ્ટેરોઈડની ચેતવણી આપી છે. કેમ કે આ એસ્ટેરોઈડ આકારમાં ખૂબ જ મોટો છે, એટલા માટે જે તે ધરતી સાથે ટકરાશે તો ભયાનક તબાહી મચાવશે. નાસાના વૈજ્ઞાનિકો સતત તેના પર નજર રાખી રહ્યા છે. તો આવો જાણીએ એસ્ટેરોઈડ કેટલો મોટો છે અને કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે અને ધરતી સાથે ટકરાવાની તેની કેટલી સંભાવના છે ?

    આ પણ વાંચો:  ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણમાં ધરતી પર વધુ અસર કોની થાય છે? જાણો

    વૈજ્ઞાનિકો વિશાળકાય ઉલ્કા પર નજર રાખીને બેઠા છે


    જો કે, નાસાએ ઉલ્કાથી પૃથ્વીને સંભવિત વિનાશકારી સંકટથી ઈન્કાર નથી કર્યો. તેની સાઈઝ તો મોટી છે જ સાથે સાથે તેની સ્પિડ પણ ખૂબ જ વધારે છે. પૃથ્વી માટે સંભવિત ખતરા પર નજર રાખવા માટે, નાસાએ ગ્રહોની રક્ષા બનાવવા માટે કેટલાય ક્ષેત્રોના નિષ્ણાંતોની એક ટીમ બનાવી છે. સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝ, જેટ પ્રોપલ્શન લેબોરેટરી અને સ્મોલ બોડી ડેટાબેસ આ તમામ કેટેગરીમાં છે.

    જાણો કેમ આ ઉલ્કાને નામ આપ્યું 2022 UD72


    આ નવા ઉલ્કાને વૈજ્ઞાનિકોએ 2022 UD72 નામ આપ્યું છે. નામના ચાર અંકોની સંખઅયા તેની શોધની તારીખ, ઓક્ટોબર 2022 બતાવે છે.

    આ ઉલ્કા 15,408 કિમી/કલાકની સ્પિડથી પૃથ્વીની નજીકથી પસાર થશે


    ધરતી તરફથી ઝડપથી આગળ વધી રહેલા ઉલ્કાની ઊંચાઈ અંતરિક્ષના વૈજ્ઞાનિકો અનુસાર લગભગ 65 ફુટ છે અને તે પૃથ્વીના 4 મિલિયન કિમીની નજીકથી પસાર થશે. આ એક લાંબો રસ્તો છે. આ ઉલ્કા 15,408 કિમી/કલાકની સ્પિડથી પૃથ્વીની નજીકથી પસાર થશે. જો કંઈ પણ આઘાપાછું થશે તો, ધરતી પર પ્રલય આવી જશે.

    પીડીસીઓ સ્થાપિત કર્યું છે


    વોશિંગ્ટનમાં નાસાએ હેડક્વાર્ટરમાં એક ગ્રહ રક્ષા સમન્વય કાર્યાલય સ્થાપિત કર્યું છે. અને તેનું મેનેજમેન્ટ ગ્રહ વિજ્ઞાન વિભાગ દ્વારા થઈ રહ્યું છે. સંભવિત ખતરનાક વસ્તુનો સમય પર જાણ કરવાની જવાબદારી પીડીસીઓની છે. PHOSમાં ક્ષુદ્ર ગ્રહ અને ધૂમકેતુ સામેલ છે, જેની કક્ષાઓને પૃથ્વીની 0.05 ખગોળીય એકમોની અંદર લાવવાની ભવિષ્યવાણી કરી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Nasa

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन