ચંદ્ર પર ખાણ ખોદી ત્યાંથી પથ્થર અને માટી લાવનાર કંપનીની શોધમાં છે NASA

પ્રતિકાત્મક તસવીર

નાસાના સંચાલક જિમ બ્રિડેનસ્ટાઇન એક ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

 • Share this:
  ગુરુવારે સ્પેસ એજન્સી નાસા (NASA)એ એક જાહેરાત કરી છે. જે મુજબ તે એવી કંપનીની શોધમાં છે. જે ચંદ્રની સપાટી પરથી કચરો, માટી અને પથ્થર લાવી નાસાને વેચે. આ કામથી ભવિષ્યમાં તેવી ટેકનોલોજી બનાવી શકાશે જે એસ્ટ્રોનોટને ત્યાં રહેવા માટે મદદરૂપ થાય.નાસાના સંચાલક જિમ બ્રિડેનસ્ટાઇન એક ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી. કે તેમને ચંદ્રની માટી લાવવા માટે કોઇ કૉમર્શિયલ પ્રાઇડર જોઇએ છે.

  ઉલ્લેખનીય છે કે આ જાહેરાત નાસાના આર્ટેમિસ પ્રોજેક્ટનો ભાગ છે. આ પ્રોજક્ટ દ્વારા પહેલા ચંદ્ર પર લોકોના રહેવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તે તર્જ પર ભવિષ્યમાં મંગળ પર માનવ વસવાટ શરૂ કરવામાં આવશે. પોતાના બ્લૉગમાં બ્રિડેનસ્ટાઇન કહ્યું હતું કે આ પ્રયાસો 1967માં કરવામાં આવેલા આઉટર સ્પેસ સંધિને આધીન છે. જે મુજબ કોઇ પણ દેશ દેશ ચંદ્ર અથવા અન્ય આકાશી સંસ્થાઓ માટે સર્વોપરી હોવાનો દાવો નહીં કરી શકે.

  જિમ બ્રિડેનસ્ટાઇન વધુમાં કહ્યું કે જે રીતે આપણે સમુદ્રમાંથી માછલી નીકાળીને તેનો ઉપયોગગ કરીએ છીએ તે જ રીતે ચંદ્ર પર મળતા સંશાધનોનો પણ માનવજાતિના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગ કરવામાં આવશે. તેમને આ માટે ખાલી અમેરિકા જ નહીં પણ વિદેશની પણ કંપનીઓને આગળ આવવાનું આહ્વાહન કર્યું છે.

  વધુ વાંચો : Poonam Pandey Marriage : પૂનમ પાંડેએ બોયફ્રેન્ડ સૈમ બોમ્બે સાથે કર્યા લગ્ન, વાયરલ થયા Photos

  તેમણે વધુમાં જણાવ્યું કે આ ખોદકામ અમુક સલામત સ્થળો પર જ કરવામાં આવશે. જેમાં સુરક્ષાની પણ પૂરતી સાવચેતી રાખવામાં આવશે. અને ચંદ્ર પરથી જે પણ પથ્થર કે અન્ય વસ્તુઓ પૃથ્વી પર લાવવામાં આવશે તેને તમે નાસા સિવાય કોઇને વેંચી નહીં શકો. આ પ્રારબ્ધતા સાથે કંપનીએ કામ કરવું પડશે.

  વધુ વાંચો : Photos : પશુઓમાં દૂધની ક્ષમતા વધારશે આ ખાસ ચોકલેટ, પશુપાલકો માટે આવી આ ખાસ ચોકલેટ

  વધુમાં આ વખતે NASA તેના અવકાશયાત્રીઓને ચંદ્રના દક્ષિણ છેડે મોકલશે. આ પહેલા અહીં કોઇ અવકાશયાત્રી નથી ગયા અને અહીં પાણી હોવાની સંભાવનાઓ પણ મળી છે. ચંદ્ર પર પાણીની આ સંભાવનાઓએ મોટી આશ જગાડી છે કારણ કે પાણીમાં હાઇડ્રોજન, ઓક્સિજન જેવા ઘટકો હોય છે. જેથી જો ભવિષ્યમાં ચંદ્ર પર રહેવું સરળ બની શકે. અને આ પાણીનો ઉપયોગ કરી શકાય.
  ચંદ્ર પરથી આ જે માટી કે પથ્થર લાવવામાં આવશે તેની કિંમત પણ નાસા ચૂકવશે.

  નાસા આશરે 15 થી 25,000 ડોલરની રકમ 50 થી 500 ગ્રામ માટે સામગ્રી માટે ચૂકવશે તેવું મનાય છે. જો કે બ્રિડેનસ્ટાઇન જણાવ્યું કે આ માટે કે કંપની સાથે પહેલા જ હરાજી લગાવશે. વળી તેને પૃથ્વી પર કેવી રીતે લાવવું તે કામ માટે પણ નાસા મદદ કરશે. સાથે જ તેવી પણ સંભાવના છે કે ચંદ્ર પરથી લાવવામાં આવતી રેતીમાં કિંમતી ખનીજ પણ મળી શકે છે. તેમણે કહ્યું કે પ્રોજેક્ટથી અમારું કામ ઝડપી બનશે.
  Published by:Chaitali Shukla
  First published: