Home /News /national-international /2030માં ચંદ્ર પર થશે હલચલ અને ધરતી પર આવશે વિનાશકારી પૂર- NASAની ચોંકાવનારી સ્ટડી

2030માં ચંદ્ર પર થશે હલચલ અને ધરતી પર આવશે વિનાશકારી પૂર- NASAની ચોંકાવનારી સ્ટડી

(પ્રતીકાત્મક તસવીર- Pixabay)

જળવાયુ પરિવર્તનના કારણે વધતા સમુદ્રના જળસ્તરની સાથે ચંદ્ર પોતાની કક્ષામાં ‘હાલકડોલક’ થવાથી ધરતી પર વિનાશકારી પૂર આવશે

નવી દિલ્હી. જળવાયુ પરિવર્તન (Climate Change)ના કારણે ધરતીના અનેક હિસ્સાઓમાં અચાનકથી હવામાનમાં ફેરફાર આવી જાય છે, જેને કારણે અનેક દેશોમાં પૂર (Flood)ની સ્થિતિ ઊભી થઈ જાય છે. ખાસ કરીને અમેરિકામાં, પરંતુ હવે એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે હવામાનમાં ફેરફારનું કારણ પૃથ્વી (Earth)ના પડોશી ચંદ્ર (Moon) પણ હોઈ શકે છે. આ અધ્યયનને અમેરિકન સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ અંજામ આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જળવાયુ પરિવર્તનના કારણે વધતા સમુદ્રના જળસ્તરની સાથે ચંદ્ર પોતાની કક્ષામાં ‘હાલકડોલક’ થવાથી ધરતી પર વિનાશકારી પૂર આવશે. આ અધ્યયન ક્લાઇમેટ ચેન્જ પર આધારિત જર્નલ ‘નેચર’ (Nature)માં 21 જૂને પ્રકાશિત થયો છે.

ચંદ્રના કારણે ઉત્પન્ન થનારી પૂરની સ્થિતિને અધ્યયનમાં ઉપદ્રવી પૂર કહેવામાં આવી છે. આ પ્રકારના પૂર દરિયાકાંઠા વિસ્તારમાં આવે છે, જ્યારે દરિયાની લહેરો રોજની સરેરાશ ઊંચાઈની તુલનામાં 2 ફુટ ઊંચી ઉઠે છે. આવી સ્થિતિઓ વેપાર માટે સમસ્યા ઊભી કરે છે. બીજી તરફ, ઘર અને રસ્તાઓ પાણીમાં ડૂબી જાય છે અને દિનચર્યા પ્રભાવિત થાય છે.

આ પણ વાંચો, ઋષિકેશઃ મહિલાઓને સમ્મોહિત કરી લાખોની ઠગી કરનારા બાબો ઝડપાયો, આવી રીતે કરતો હતો હિપ્નોટાઇઝ

‘એક દશક સુધી સિલસિલો ચાલશે’

NASAના અધ્યયન મુજબ, પૂરની આ સ્થિતિ 2030ના મધ્યમાં વધુ વિકટ બનશે અને અનિયમિત પણ થશે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકાના દરિયાકાંઠા વિસ્તારોમાં સમુદ્રની લહેરો પોતાની સામાન્ય ઊંચાઈની તુલનામાં ત્રણથી ચાર ફુટ ઊંચી ઉઠશે અને આ સિલસિલો એક દશક સુધી ચાલુ રહેશે. અધ્યયનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પૂરની આ સ્થિતિ સમગ્ર વર્ષમાં નિયમિત રીતે નહીં રહે, પરંતુ થોડાક મહિનાઓ દરમિયાન આ સ્થિતિ બનશે, જેનાથી તેનો ખતરો વધી જશે.

આ પણ વાંચો, OMG: મનુષ્યના પેશાબથી કંપનીએ બનાવી Beer, 50 હજાર લીટર યૂરિનનો કરવામાં આવ્યો ઉપયોગ

‘કાંઠા વિસ્તારોમાં મુશ્કેલી વધશે’

નાસાના પ્રશાસક બિલ નેલ્સને કહ્યું કે, સમુદ્રના વધતા જળસ્તરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખતરો સતત વધી રહ્યો છે અને વારંવાર પૂર આવવાથી લોકોની મુશ્કેલી પણ વધી રહી છે અને આવનારા સમયમાં આ મુશ્કેલીમાં વધારો થશે. તેઓએ કહ્યું કે, પોતાની કક્ષામાં ચંદ્રનું સ્થાન બદલવાથી ગુરુત્વીય ખેંચાણ, વધતું સમુદ્રી જળસ્તર અને ક્લાઇમેટ ચેન્જ એક સાથે મળી વૈશ્વિક સ્તર પર કાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી કરશે.

‘પોતાની કક્ષામાં ચંદ્ર સ્થાન બદલશે’

પૃથ્વી પર પૂર માટે ચંદ્રના પ્રભાવને સમજાવતા યુનિવર્સિટી ઓફ હવાઈમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને અધ્યયનના મુખ્ય લેખક ફિલ થોમ્પસને કહ્યું કે, ચંદ્ર જ્યારે પોતાની કક્ષામાં હાલકડોલક થાય છે તો તેને પૂરું થવામાં 18.6 વર્ષનો સમય લાગે છે. પરંતુ, પૃથ્વી પર વધતી ગરમીને કારણે સમુદ્રના જળસ્તરની સાથે મળી તે ખતરનાક થઈ જાય છે.
First published:

Tags: Coastal areas, Flood in Coastal Areas, Moon, Moon orbit, Moon wobble, Nasa, Nasa study, Nuisance floods

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો