શું હવે પૃથ્વી પર હિમ યુગ આવશે? સૂર્યમાં કરોડો વર્ષ પહેલા જેવી શાંતિ! Nasa વૈજ્ઞાનિકોએ આપ્યો જવાબ

શું હવે પૃથ્વી પર હિમ યુગ આવશે? સૂર્યમાં કરોડો વર્ષ પહેલા જેવી શાંતિ! Nasa વૈજ્ઞાનિકોએ આપ્યો જવાબ
સૂર્યની શાંતીથી શું હિમયુગના સંકેત?

હાલમાં સૂર્ય પર એકદમ શાંતી છે. એક અભ્યાસથી સામે આવ્યું કે, આ પ્રકારની શાંતી સૂર્ય પર કરોડો વર્ષ વર્ષ પહેલા હિમ યુગ સમયે આવી હતી.

 • Share this:
  નવી દિલ્હી : થોડા દિવસ પહેલા જ ખબર પડી કે, સૂર્યની સપાટી પર અસામાન્ય શાંતિ છે. સામાન્ય રીતે સૂર્યની સપાટી પર ગણી હલચલ હોય છે, અને કેટલીક વખત તો સૂર્યની સપાટી પરથી ખતરનાક તરંગો નીકલવા લાગે છે, જેને સૌર તોફાન કહે છે. પરંતુ હાલમાં સૂર્ય પર એકદમ શાંતી છે. એક અભ્યાસથી સામે આવ્યું કે, આ પ્રકારની શાંતી સૂર્ય પર કરોડો વર્ષ વર્ષ પહેલા હિમ યુગ સમયે આવી હતી.

  કયા ખાસ સમયમાંથી પસાર થઈ રહ્યો છે સૂર્ય  હાલના સમયમાં સૂર્ય એક ખાસ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ સક્રિય સમયને સોલર મિનિમમ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ લાંબા સમયની શોધના આધાર પર એ પણ શોધ્યું કે, આ પ્રકારનો સમય સૂર્યમાં 11 વર્ષ બાદ આવે છે. દર 11 વર્ષમાં એક વખત તેની ઉર્જા સંબંધી ગતિવિધિઓ ચરમ પર હોય છે અને એક વકત ન્યૂનત્તમ સ્તર પર હોય છે.

  શું થાય છે સૂર્યની સપાટી પર

  ચરમ અવસ્થામાં સૂર્ય પર ધબ્બા અથવા સૌર તોફાન જોવા મળે છે, પરંતુ સોલાર મિનિમમમાં સૂર્ય ખુબ શાંત દેખાય છે. આ સિવાય સૂર્યની સપાટી પરથી નીકળતી ઉર્જા પણ ઓછી થઈ જાય છે.

  હાલમાં છે સૂર્ય પર ખાસ સ્થિતિ

  હાલમાં જે સૂર્યની સ્થિતિ છે તેને નાસાના વૈજ્ઞાનિકો 'ગ્રેન્ડ સોલર મિનિમમ' કહી રહ્યા છે. આ પહેલા 1650 અને 1715 વચ્ચે આવું થયું હતું. વૈજ્ઞાનિકો આને પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધની લઘુ હિમ યુગનો સમય માને છે. આ દરમિયાન સૌર ગતિવિધુઓ ઓછી થાય છે અને જ્વાલામુખીના એરોસોલ્સ ઠંડા થવાના યોગથી ઉત્તરી ગોળાર્ધની સપાટીનું તાપમાન ઓછુ થવા લાગ્યું હતું.

  તો શું હવે ફરી હિમ યુગ આવશે

  વૈજ્ઞાનિકોનું કહેવું છે નહીં. વૈજ્ઞાનિક અનુસાર, જળવાયું પરિવર્તનના કારણે પૃથ્વી પર વધુ એક હિમ યુગ નહીં આવી શકે. નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનના કારણે જે ગરમી પેદા થઈ રહી છે, તે તેનાથી 6 ગણી વધારે જે ઠંડક લાંબા ગ્રેન્ડ સોલર મિનિમમના દશક સુધી થઈ શકશે. જો આ સથિતિ એક દશક સુધી પણ રહી તો પણ દુનિયાનું તાપમાન ઓછુ નહીં થાય.

  પૃથ્વીની સપાટીના તાપમાનમાં માત્ર સૂર્યની જ ભૂમિકા નથી. તેમાં માનવીય ગતિવિધિઓના કારણે ઉત્સર્જન થયેલા ગ્રીન હાઉસ ગેસનું પણ મોટું યોગદાન છે. જેથી સૂર્યની ગતિવિધિઓનો એટલો પ્રભાવ પૃથ્વી પર પડવો ખૂબ મુશ્કેલ છે.
  First published:May 21, 2020, 18:19 pm

  टॉप स्टोरीज