NASAની ચિંતા: મિશન શક્તિથી અંતરિક્ષમાં કચરો ફેલાયો, ISS માટે ખતરો વધ્યો

ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરની પ્રતીકાત્મક તસવીર

નાસાએ કહ્યું કે ભારતના પરીક્ષણના કારણે અંતરિક્ષમાં કાટમાળના લગભગ 400 ટુકડા એકત્ર થયા

  • Share this:
    અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ મંગળવારે ચિંતા જાહેર કરતાં કહ્યું કે ભારત દ્વારા કરવામાં આવેલા એન્ટી સેટેલાઇટ મિસાઇલ પરીક્ષણના કારણે અંતરિક્ષમાં કાટમાળના લગભગ 400 ટુકડા એકત્ર થઈ ગયા છે, જેના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે જનારા એસ્ટ્રોનોટ્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

    નાસા તરફથી આ વાત તેમના પ્રમુખ જિમ બ્રિડેનસ્ટાઇને કહી. સોમવારે નાસાના કર્મચારીઓને સંબોધિત કરતાં તેઓએ ભારત દ્વારા પાંચ દિવસ પહેલા કરવામાં આવેલા ટેસ્ટનો ઉલ્લેખ કર્યો. બ્રિડેનસ્ટાઇને કહ્યું કે તમામ ટુકડા એટલા મોટા નથી કે તેને ટ્રેક કરી શકાય. તેઓએ કહ્યું કે, અમારી તેની પર નજર છે અને અમે મોટા ટુકડાઓને ટ્રેક કરી રહ્યા છીએ. અમે 10 સેન્ટીમીટર (6 ઇંચ)થી મોટા ટુકડાની વાત કરી રહ્યા છીએ. આવા અત્યાર સુધી 60 ટુકડા મળ્યા છે. તેઓએ કહ્યું કે લગભગ 24 ટુકડા ઇન્ટેરનેશનલ સ્પેસ સ્ટેશનની ઉપર ચાલ્યા ગયા છે.

    બ્રિડેન્સટાઇને કહ્યું કે, આ ભયાનક, ખૂબ જ ભયાનક છે. તેના કારણે જ કાટમાળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની પણ ઉપર જઈ રહ્યો છે. આ પ્રકારના પગલાથી ભવિષ્યમાં માનવને અંતરિક્ષમાં મોકલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેઓએ વધુમાં કહ્યું કે, આવા ટેસ્ટ તેમને સ્વીકાર્ય નથી.

    આ પણ વાંચો, પાકિસ્તાને આપ્યો સંકેત, ભારતીય જેટ સામે F-16નો થયો હતો ઉપયોગ

    નાસા પ્રમુખે કહ્યું કે અમેરિકન સેના આ પ્રકારના કાટમાળને અંતરિક્ષમાં ટ્રેક કરતું રહે છે જેથી સ્પેસ સ્ટેશનમાં ટકરાવવાની શક્યતા વિશે માહિતી મેળવી શકાય. નાસા હાલ 10 સેન્ટીમીટરથી મોટા લગભગ 23 હજાર ઓબ્જેક્ટને ટ્રેક કરી રહ્યું છે જેમાંથી 10 હજાર ટુકડા સ્પેસ કાટમાળના પાર્ટ છે. આ 10 હજાર ટુકડાઓમાં ત્રણ હજાર ટુકડા ચીન દ્વારા 2007માં કરવામાં આવેલા એન્ટી-સેટેલાઇટ ટેસ્ટના કારણે બન્યા હતા. હવે ભારત દ્વારા કરવામાં આવેલા ટેસ્ટના કારણે છેલ્લા દસ દિવસોમાં જ આઈએસએસની સાથે ટકરાવવાની શક્યતા 44 ટકા વધી છે.
    Published by:Mrunal Bhojak
    First published: