Home /News /national-international /NASA ના રોવરે મંગળ ગ્રહ પર એવો અવાજ રેકોર્ડ કર્યો કે જે સાંભળી વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા
NASA ના રોવરે મંગળ ગ્રહ પર એવો અવાજ રેકોર્ડ કર્યો કે જે સાંભળી વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા
NASA ના રોવરે મંગળ ગ્રહ પર એવો અવાજ રેકોર્ડ કર્યો કે જે સાંભળી વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા
નાસા (NASA) દ્વારા મંગળ (MARS) પર માહિતી એકત્ર કરવા માટે મોકલવામાં આવેલ પર્સિવરેન્સ રોવરએ (Preserverance Rover) ત્યાંના વાતાવરણમાં બે ફ્રીક્વન્સી ધ્વનિ (2speed of sound) રેકોર્ડ કર્યા છે. હેલિકોપ્ટરમાંથી નીકળતા અવાજની ઝડપ 240 મીટર પ્રતિ સેકન્ડની માપવામાં આવી હતી, પરંતુ લેસર અવાજની ઝડપ 250 મીટર પ્રતિ સેકન્ડ હોવાનું જાણવા મળ્યું હતું. વૈજ્ઞાનિકો આનાથી આશ્ચર્યચકિત છે
મંગળ ગ્રહ (Mars)અને પૃથ્વી (Earth) વચ્ચે કેટલીક સમાનતાઓ છે, પરંતુ ઘણી બાબતોમાં તે સંપૂર્ણપણે અલગ છે. હવે વૈજ્ઞાનિકોને મંગળ વિશે એક એવી વાત જાણવા મળી છે, જેનાથી તેઓ ચોંકી ગયા છે. યુએસ સ્પેસ એજન્સી નાસા (NASA) દ્વારા મંગળ પર માહિતી એકત્ર કરવા માટે મોકલવામાં આવેલ પર્સિવરેન્સ રોવર (Preserverance Rover) ત્યાં પ્રથમ વખત અવાજ રેકોર્ડ કરવામાં સફળ રહ્યું છે. એટલું જ નહીં, પર્સિવરેન્સના માઈક્રોફોને ત્યાંના વાતાવરણમાં બે ફ્રીક્વન્સી (2 speed of sound) ના અવાજને રેકોર્ડ કર્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો મંગળ પર અવાજની ઝડપ બે પ્રકારની હોવાનું જાણવા મળ્યું છે. સાયન્સ જર્નલ નેચરમાં શુક્રવારે પ્રકાશિત થયેલા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ આ વિશે માહિતી આપતાં એ પણ જણાવ્યું કે આ બે પ્રકારના અવાજની શું અસર થઈ શકે છે.
પૃથ્વી પર અવાજની એક ગતિ, મંગળ પર બે
આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી પર ધ્વનિ માત્ર એક જ ઝડપે પ્રવાસ કરે છે, એટલે કે - 340 મીટર પ્રતિ સેકન્ડ. તમે જ્યાં પણ હોવ, અવાજ એ જ ઝડપે તમારા સુધી પહોંચે છે. પરંતુ મંગળ પર એવું નથી. નાસાના પર્સિવરેન્સ રોવર પર લગાવેલા ટ્રાન્સમીટરે મંગળ પર 240 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે અવાજ રેકોર્ડ કર્યો હતો.
પરંતુ વૈજ્ઞાનિકો ત્યારે ચોંકી ગયા જ્યારે તેઓએ ત્યાં 250 મીટર પ્રતિ સેકન્ડનો અવાજ પણ સાંભળ્યો.વાસ્તવમાં મંગળનું વાતાવરણ પૃથ્વી કરતાં તદ્દન અલગ છે, તેથી બંને જગ્યાએ અવાજની ગતિમાં તફાવત છે. પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ માત્ર 0.04 ટકા છે, જ્યારે મંગળ પર તે 95 ટકા છે.
જેના કારણે ત્યાંનો અવાજ 20 ડેસિબલ સુધી ઓછો થાય છે. વૈજ્ઞાનિકો આ વિશે પહેલાથી જ જાણતા હતા. પરંતુ વૈજ્ઞાનિકોને સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે મંગળ પર ધ્વનિની જુદી જુદી ગતિ છે.
નાસાએ 5 કલાકનો અવાજ રેકોર્ડ કર્યો છે
નાસાનું પર્સિવરેન્સ રોવર ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મંગળ પર ઉતર્યું હતું. તે પોતાની સાથે એક નાનું ઈન્જેન્યુટી હેલિકોપ્ટર પણ લઈ ગયો છે. પર્સિવરેન્સમાં શૂ બોક્સ સાઈઝનો માઈક્રોફોન પણ છે, જે ત્યાં અવાજને રેકોર્ડ કરતો રહે છે. તેણે લગભગ 5 કલાકનો અવાજ રેકોર્ડ કર્યો છે.
વૈજ્ઞાનિકોને તેના ઊંડા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે જ્યારે હેલિકોપ્ટર ઉડે છે ત્યારે ટક-ટોક જેવો અવાજ આવે છે.રોવરથી હેલિકોપ્ટરનું અંતર અને તેમાંથી આવતા અવાજના આધારે વૈજ્ઞાનિકોએ તેની ગતિનું મૂલ્યાંકન કર્યું તો જાણવા મળ્યું કે તે 240 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે છે. જ્યારે રોવરે મંગળની સપાટીને ખોદવા માટે લેસર છોડ્યું, ત્યારે આ લેસરમાંથી નીકળતા અવાજની ઝડપ 250 મીટર પ્રતિ સેકન્ડની માપવામાં આવી હતી.
મંગળ પર વાત કરવામાં મુશ્કેલી આવશે
નેચર મેગેઝિનમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે અવાજની આ અલગ-અલગ ગતિના ગંભીર પરિણામો આવી શકે છે. ઉદાહરણ આપીને તેમણે સમજાવ્યું કે ધારો કે તમે ધરતી પર કોઈ જલસામાં સંગીત સાંભળો તો તમે જ્યાં પણ હોવ ત્યાં અવાજ એ જ ઝડપે તમારા સુધી પહોંચે છે.