Moon Mission: 2024માં ચંદ્ર પર પહેલીવાર મહિલા ડગ માંડશે, મિશન પર 2 લાખ કરોડ રૂપિયા થશે ખર્ચ

News18 Gujarati
Updated: September 23, 2020, 12:57 PM IST
Moon Mission: 2024માં ચંદ્ર પર પહેલીવાર મહિલા ડગ માંડશે, મિશન પર 2 લાખ કરોડ રૂપિયા થશે ખર્ચ
NASA ચંદ્રના સાઉથ પોલ પર અંતરિક્ષયાનનું લેન્ડિંગ કરાવશે, આ મિશન 4 વર્ષમાં પૂરું થશે (તસવીર સૌજન્ય NASA)

NASA ચંદ્રના સાઉથ પોલ પર અંતરિક્ષયાનનું લેન્ડિંગ કરાવશે, આ મિશન 4 વર્ષમાં પૂરું થશે

  • Share this:
વોશિંગટનઃ અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASA ફરી એકવાર ચંદ્ર પર મનુષ્યોને મોકલવાની યોજના બનાવી રહ્યું છે. 1972માં પહેલીવાર ચંદ્ર પર મનુષ્યને મોકલવામાં આવ્યા હતા. NASA પ્રમુખ જિમ બ્રિડેનસ્ટીન (NASA Chief Jim Bridenstein)એ જણાવ્યું કે, નાસા 2024મા૦ ચંદ્ર ઉપર પહેલી મહિલા એસ્ટ્રોનૉટ (Female astronaut)ને ઉતારવાની યોજના બનાવી રહ્યું છે. આ મિશન પર એક પુરૂષ એસ્ટ્રોનૉટ પણ સાથે જશે. નાસા મુજબ આ મિશનની શરૂઆત ચંદ્ર વૈજ્ઞાનિક શોધ, આર્થિક લાભ અને નવી પેઢીના શોધકર્તાઓને પ્રેરણા આપવા માટે કરવામાં આવી રહી છે.

નાસા પ્રમુખે બ્રીફિંગમાં કહ્યું કે, આ મિશનમાં બજેટને લઈને થોડી અડચણ છે, કારણ કે દેશમાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી છે. જો અમેરિકન સંસદ ડિસેમ્બર સુધી પ્રારંભિક બજેટ તરીકે 23 હજાર 545 કરોડ રૂપિયાની મંજૂરી આપી દે છે તો અમે ચંદ્ર પર પોતાના અભિયાનને હાથ ધરી શકીશું.

તેઓએ જણાવ્યું કે, આ મિશનમાં નાસા ચંદ્રના ક્યારેય ન ખેડાયેલા સાઉથ પોલ પર અંતરિક્ષયાનનું લેન્ડિંગ કરશે. આ મિશન 4 વર્ષમાં પૂરું થશે અને તેની પર લગભગ 28 બિલિયન ડૉલરનો ખર્ચ થશે. બ્રિડસ્ટીને કહ્યું કે, આ મિશનમાં નવા પ્રકારની વસ્તુઓની શોધ થશે. તેમાં પહેલા કરવામાં આવેલી વૈજ્ઞાનિક શોધથી ભિન્ન શોધ કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે 1969ના એપોલો મિશન સમયે અમને લાગતું હતું કે ચંદ્ર સૂકો છે, પરંતુ હવે અમને જાણવા મળ્યું છે કે ચંદ્રના સાઉથ પોલ પર મોટી માત્રમાં પાણી ઉપલબ્ધ છે. હાલમાં ત્રણ લ્યૂનર લેન્ડરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે અંતરિક્ષ યાત્રીકોને લઈ જશે.


આ પણ વાંચો, દુનિયાના 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદીનું નામ, આયુષ્માન ખુરાનાને પણ મળ્યું સ્થાન


NASAના જણાવ્યા અનુસાર પહેલું લેન્ડર બ્લૂ ઓરિજિન અમેઝોનના સંસ્થાપક જેફ બેઝોઝની કંપની બનાવી રહી છે. બીજું લેન્ડર એમન મસ્કની કંપની સ્પેસએક્સ અને ત્રીજું લેન્ડર ડાઇનેટિક્સ કંપની બનાવી રહી છે. નાસાએ પોતાના મિશનને અર્ટેમિસ નામ આપ્યું છે, તે અનેક ચરણોમાં થશે. પહેલું ચરણ માનવરહિત ઓરિયન સ્પેસક્રાફ્ટથી નવેમ્બર 2021માં શરુ થશે. મિશનના બીજા અને ત્રીજા ચરણમાં એસ્ટ્રોનૉટ ચંદ્રની આસપાસ ચક્કર મારશે અને ચંદ્રની સપાટી પર ઉતરશે. જે એપોલો-11 મિશનની જેમ એક સપ્તાહ સુધી ચાલશે અને આ દરમિયાન એસ્ટ્રોનૉટ એક સપ્તાહ સુધી ચંદ્રની સપાટી પર કામ કરશે.આ પણ વાંચો, રેકોર્ડ સ્તરથી સોનું 6000 રૂપિયા સસ્તું થયું, આ કારણે આજે પણ જોવા મળી શકે છે ઘટાડો

નાસાએ 1969થી 1972 સુધી અપોલો-11 સહિત 6 મિશન ચંદ્ર પર મોકલ્યા

નાસાના જણાવ્યા મુજબ, અમેરિકાએ 1969થી 1972 સુધી અપોલો-11 સહિત 6 મિશન ચંદ્ર પર મોકલ્યા હતા. 20 જુલાઈ 1969ના રોજ અપોલો-11ના માધ્યમથી એસ્ટ્રનૉટ નીલ આર્મસ્ટ્રોંગ, એડવિન ઓલ્ડ્રિન ચંદ્રની જમીન પર ઉતર્યા હતા.
Published by: Mrunal Bhojak
First published: September 23, 2020, 12:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading